Madhu Srivastava: વિધાનસભા માટે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું પરંતુ લોકસભા માટે BJP ને સપોર્ટ કરશે
Madhu Srivastava: લોકસભા ચૂંટણીને લઈને અત્યારે ગુજરાતમાં રાજકીય માહોલ જામેલો છે. તેની સાથે સાથે ગુજરાતમાં કેટલીક વિધાનસભા બેઠકો માટે પણ ચૂંટણી યોજાવાની છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘણા એવા નેતાઓ પણ છે જેમની બીજેપી દ્વારા ટિકિટ કાપી દેવામાં આવી હતી. નોંધનીય છે કે, બીજેપીએ મધુ શ્રીવાસ્તવની ટિકિટ પણ કાપી નાખી હતી. જેથી તેઓ અત્યારે અપક્ષમાં રહીને ચૂંટણી લડવા માટે તૈયાર થયા છે. વિગતે વાત કરવામાં આવે તો વાઘોડિયા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર તરીકે મધુ શ્રીવાસ્તવ (Madhu Srivastava) ફોર્મ ભરી દીધું છે.
8મી વખત વાઘોડીયા વિધાનસભા ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું
ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ ભાજપની પૂર્વ ધારાસભ્ય હતા. જેઓ અત્યારે 8મી વખત વાઘોડિયા વિધાનસભા ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. ભાજપે વિધાનસભાની ટિકિટના આપતા પક્ષ સાથે છેડો તોડી નાખ્યો હતો અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, અગાઉ મધુ શ્રીવાસ્તવ ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે હારનો સામનો કરી ચુક્યા છે. આ સાથે મધુ શ્રીવાસ્તવ ભાજપ લોકસભાના ઉમેદવારને સપોર્ટ કરશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસે ટિકિટના આપતા અપક્ષ ઉમેદવારી કરવાનો નિર્ણય કર્યો છે. મળતી વિગતો પ્રમાણે ધીરજ ચોકડીથી કાર્યકર શુભેચ્છકો ની ઉપસ્થિતિમાં વિધાનસભા ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે
લોકસભા માટે ભાજપને સપોર્ટ કરીશઃ મધુ શ્રીવાસ્તવ
નોંધનીય છે કે, રાજ્યમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામેલો છે. રાજકીય પાર્ટીઓ પોતાનો પ્રચાર કરવા માટે જોતરાઈ ગયા છે. તેમાં મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. મઘુ શ્રીવાસ્તવે કહ્યું કે, ‘ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ મને આવીને મળી ગચા છે કે, લોકસભા માટે ભાજપને સપોર્ટ કરજો. તો હું લોકસભા માટે ભાજપના ઉમેદવારને સપોર્ટ કરવાનો છું એવું વચન આપ્યું છે અને હું વચનનો પાક્કો છું.’