Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara News: વડોદરા શહેરમાં કોમી તણાવ ફેલાવતા ઈસમોની કરી ધરપકડ

Vadodara News: સાધલી ગામમાં 22 જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ભવ્ય અન્નકૂટ અને વિશાળ શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ સાંજના વિશાળ શોભા યાત્રા નીકળી હતી. તે સહિત બસ સ્ટેન્ડ ઉપર સામૂહિક હનુમાન ચાલીસા ગાવામાં આવ્યી હતી. પરંતુ કેટલાક વિઘ્ન સંતોષીઓએ...
vadodara news  વડોદરા શહેરમાં કોમી તણાવ ફેલાવતા ઈસમોની કરી ધરપકડ

Vadodara News: સાધલી ગામમાં 22 જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ભવ્ય અન્નકૂટ અને વિશાળ શોભાયાત્રા નીકળી હતી. ત્યારબાદ સાંજના વિશાળ શોભા યાત્રા નીકળી હતી. તે સહિત બસ સ્ટેન્ડ ઉપર સામૂહિક હનુમાન ચાલીસા ગાવામાં આવ્યી હતી.

Advertisement

પરંતુ કેટલાક વિઘ્ન સંતોષીઓએ ગામમાં કોમી તણાવ ફેલાય અને હુલ્લડ ફાટી નીકળે તેવા બદ-ઇરાદાથી instagram પર ઉશ્કેર જનક લખાણ જાહેર કરવામાં આવ્યું હતું. લખાણ અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યું હતું. આ પોસ્ટ વાયરલ થવાથી ગામમાં જાહેર સુલેહ શાંતિનો ભંગ ના થાય, તેથી  પોલીસે ચુસ્ત બંદોબસ્ત મૂક્યો હતો.

Vadodara News

Vadodara News

Advertisement

શિનોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.આર. મહિડા દ્વારા પોતાના સ્ટાફને ખાસ સૂચના આપેલી હતી કે, તારીખ 10 જાન્યુઆરી 2024 ના રોજ સાધલીનો જે ગુનો દાખલ થયેલ તે ગુનાના સંદર્ભમાં અમુક ચોક્કસ વ્યક્તિઓ ગામનું વાતાવરણ બગડે તેવો માહોલ બનાવી શકે તેમ છે.

તેથી whatsapp, facebook, instagram , twitter ઉપર પણ તપાસ રાખીને શાંતિ ડહોડવાનો કોઈપણ  પ્રયત્ન કરે તો  તેની સામે કાયદેસર પગલાં લેવા જણાવેલ હતું. તે સૂચના અન્વયે instagram પર વિવાદિત પોસ્ટ મુકનારા 6 આરોપીઓ ઝડપાઈ ગયા છે. આ 6 આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો કલમ 153, 153-A અને 34 મુજબ કાયદેસર કાર્યવાહી કરી હાથ ધરવામાં આવી છે.

Advertisement

અહેવાલ પીન્ટુ પટેલ

આ પણ વાંચો: Harani Lake : આરોપી બિનિટ કોટિયા પર શાહી ફેંકી મોઢું કાળું કરવાનો પ્રયાસ, જુઓ Video

Advertisement

.