Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

LOKSABHA 2024 : ગુજરાતમાં આજે આ ઉમેદવારો નોંધાવશે પોતાની ઉમેદવારી, રૂપાલા ઉપર રહેશે સૌની નજર

LOKSABHA 2024 : LOKSABHA ની ચૂંટણીનું રણશિંગું હવે ફૂંકાઈ ગયું છે ત્યારે આજરોજ સતત બીજા દિવસે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે. આજે તેમાં મુખ્યત્વે ભાજપના દિગ્ગજ ઉમેદવારો પોતાની ઉમેદવારો નોંધાવવા જઈ રહ્યા છે. તેમાં ખાસ રાજકોટ લોકસભા બેઠક...
09:17 AM Apr 16, 2024 IST | Harsh Bhatt

LOKSABHA 2024 : LOKSABHA ની ચૂંટણીનું રણશિંગું હવે ફૂંકાઈ ગયું છે ત્યારે આજરોજ સતત બીજા દિવસે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે. આજે તેમાં મુખ્યત્વે ભાજપના દિગ્ગજ ઉમેદવારો પોતાની ઉમેદવારો નોંધાવવા જઈ રહ્યા છે. તેમાં ખાસ રાજકોટ લોકસભા બેઠક ખાતેથી ભાજપના પીઢ નેતા પરષોત્તમ રૂપાલા ભવ્ય રોડ શો સાથે ઉમેદવારી નોંધાવવા જવાના છે. તેમના સાથે સાથે ગુજરાતમાં અન્ય નેતાઑ પણ પોતાની ઉમેદવારી આજે નોંધાવશે, ચાલો જાણીએ સમગ્ર બાબત..

પ્રાપ્ત અહેવાલો અનુસાર, આજરોજ ભાજપના આ ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે...

પરષોત્તમ રૂપાલા આજે નોંધાવશે ઉમેવારી

લોકસભા ( LOKSABHA ) ચૂંટણીના માહોલ વચ્ચે આજે રાજકોટ બેઠક પરથી બીજેપીના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા આજે ઉમેદવારી ફોર્મ ભરશે. પ્રાપ્ત માહિતી મુજબ, પરશોત્તમ રૂપાલા ફોર્મ ભરતા પહેલા જંગી જનસભાને સંબોધિત કરશે. આ સભામાં હજારોની સંખ્યામાં લોકો, કાર્યકર્તાઓ અને પક્ષના આગેવાનો હાજર રહેશે. આ જન સભાને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે કાર્યક્રમ દરમિયાન, કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસે પણ લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. બહુમાળી ચોક ખાતે આ જનસભા યોજાશે.

પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર આજે નોંધાવશે ઉમેદવારી

પોરબંદર લોકસભા ( LOKSABHA ) બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પણ આજે પોતાની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા આજે ધોરાજીના હનુમાન દાદા ના દર્શન કરી ફોર્મ ભરવા જશે. તેઓ પોરબંદર ખાતે જાહેર સભાને સંબોધન કરી ફોર્મ ભરવા જશે. વધુમાં નામાંકન પહેલા લલિત વસોયાએ પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યકત કર્યો છે.

મહેસાણા ભાજપના ઉમેદવાર  હરિભાઈ રેલી યોજી 12:39 વિજય મુહૂર્તમાં ભરશે ઉમેદવારી ફોર્મ

મહેસાણા લોકસભા ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ પણ  આજે ફોર્મ ભરશે. તેઓ ખાનગી પાર્ટી પ્લોટમાં સભા સંબોધી ઉમેદવારી ફોર્મ ભરવા જશે. સભા બાદ વિજય સંકલ્પ યાત્રા સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચશે. હરિભાઈ રેલી યોજી 12:39 વિજય મુહૂર્તમાં ભરશે ઉમેદવારી ફોર્મ.

વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજાપુરથી સી.જે.ચાવડા પણ ભાજપમાંથી ભરશે ફોર્મ

વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજાપુરથી સી.જે.ચાવડા પણ ભાજપમાંથી ભરશે ફોર્મ. સી.જે.ચાવડા વિષે વાત કરવામાં આવે તો તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. તેઓ પણ બપોરે 12.39 કલાકે પોતાનું નામાંકન ભરશે. સી.જે.ચાવડા આજે પહેલા મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરશે ત્યાર બાદ કાર્યાલયના ઓપનિંગ બાદ સભાને સંબોધન કરશે.

બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન પણ આજે નામાંકન પત્ર ભરશે

બનાસકાંઠાથી ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન પણ આજે નામાંકન પત્ર ભરશે. તેઓ પહેલા બનાસકાંઠામાં પાલનપુરના ચડોતર ખાતે સભા યોજાશે, ત્યાર બાદ ચડોતર ખાતે સભા બાદ વિજય સંકલ્પ રેલી યોજશે. ત્યાર બાદ રેખાબેન ચૌધરી કંઠેરીયા હનુમાન મંદિર ખાતે દર્શન કરશે અને
12.39ના શુભ મુહૂર્તમાં તેઓ નામાંકન પત્ર ભરશે.

આ પણ વાંચો : AMBAJI : ચૈત્રી નવરાત્રીના આઠમના પર્વે માં અંબાના દર્શનાર્થે ઉમટ્યો ભક્તોનો અવિરત પ્રવાહ

Tags :
AhmedabadAnandBanaskanthaBHAJAPCongressDahodDevusinh ChauhanDINESH MAKWANAJASVANT BHABHORKhedaKutchloksabha 2024loksabha electionMehsanaMITESH PATELMUKESH DALALnomination.formParshottam RupalaPorbandarRAJKOTRekhaben ChaudharySuratVadodaraVinod Chavda
Next Article