Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા, શું નિલેશ કુંભાણી છે કોંગ્રેસનો ગદ્દાર ?

Nilesh Kumbhani News : કોંગ્રેસ પાર્ટી (Congress Party) માટે એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં લોકસભા ચૂંટણી 2024 ના (Lok Sabha election 2024) જંગમાં ઉતરવા માટે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ વચ્ચે સુરતમાં...
01:06 PM Apr 21, 2024 IST | Hardik Shah
Nilesh Kumbhani

Nilesh Kumbhani News : કોંગ્રેસ પાર્ટી (Congress Party) માટે એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં લોકસભા ચૂંટણી 2024 ના (Lok Sabha election 2024) જંગમાં ઉતરવા માટે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ વચ્ચે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર (Congress Candidate) નું ફોર્મ રદ્દ થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સુરત લોકસભા બેઠક (Surat Lok Sabha Seat) પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી (Congress Candidate Nilesh Kumbhani) ના ફોર્મને લઈ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આથી, નિલેશ કુંભાણીનું ફૉર્મ રદ થવાનું સંકટ ઘેરાયું છે.

સુરત બેઠક પર ડખો!

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ચૂંટણી 7 મે 2024 ના રોજ ચૂંટણી થવાની છે. તે પહેલા કોંગ્રેસ (Congress) માટે સતત ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, સુરત બેઠક (Surat Seat) ના કોંગ્રસના ઉમેદવાર નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) નું ઉમેદવારી ફોર્મ રદ થાય તેવા એંધાણ મળી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, ફૉર્મમાં ટેકેદાર બનેલાં ત્રણેય સભ્યોની સહીને લઈ વિવાદ સર્જાયો છે. દાવો કરાયો છે આ ત્રણેય ટેકેદારોની જે એફિડેવિટ ફાઈલ કરવામાં આવી છે તે ખોટી છે. એટલે કે, નિલેશ કુંભાણી (Nilesh Kumbhani) એ ફોર્મમાં ટેકેદારોની સહી કરાવી નથી. શનિવારે ફોર્મ ચકાસણી દરમિયાન મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વરની હાજરીમાં ટેકેદારોએ કહ્યું હતું કે, અમે ફોર્મમાં સહી જ કરી નથી. ત્યારબાદથી વિવાદ વધ્યો છે અને હવે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થશે કે કેમ તે અંગે નિર્ણય લેવાશે. આજે આ અંગે સુરત કલેક્ટર કચેરીમાં સુનાવણી થઇ હતી જે પૂર્ણ થઇ ગઇ હતી. આ દરમિયાન ક્લેકટર કચેરીમાં ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા.

નિલેશ કુંભાણીનો ભાજપ પર આક્ષેપ

સુરત લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા સમગ્ર વિવાદને નવો વળાંક આપ્યો છે. તેમનું કહેવું છે કે, આજે સવારે ટેકેદારો કલેક્ટર કચેરીએ પહોંચવાની વાત થઇ હતી પણ તે પછી કોઇના દબાણના કારણે તે લોકોનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો છે. તેમણે આગળ કહ્યું કે, સુરતની સીટ INDIA ગઠબંધનની કોંગ્રેસ પાર્ટી જ જીતવાની હતી આ કારણે ભાજપે સામ, દામ, દંડ, ભેદ અજમાવી ટેકેદારોને દબાવ્યા છે. આ સમગ્ર મામલે કોંગ્રેસ પાર્ટીએ નિલેશ કુંભાણી પર આક્ષેપો કર્યા છે. તો બીજી તરફ નિલેશ કુંભાણીએ કહ્યું કે, અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે.

ટેકેદારો સાથે નિલેશ કુંભાણીનો શું છે સંબંધ ?

ગુજરાત ફર્સ્ટ દ્વારા જ્યારે પુછવામાં આવ્યું કે, જેટલા પણ ટેકેદારોની ચર્ચાઓ થઇ રહી છે તે તમામ નિલેશ કુંભાણીના સંબંધી છે. જેમા એક તેમના બનેવી પણ છે. તેમ છતા પણ જો આ વિવાદ સર્જાયો હોય તો સવાલ પણ થાય છે કે, શું તેઓ કહ્યામાં નહોતા. જેના જવાબમાં નિલેશ કુંભાણીનું કહેવું છે કે, અમારા સંપર્ક વિહોણા થવા પાછળનું કારણ ભાજપ છે. આ સરકાર ધાક, ધમકી આપી ટેકેદારોને દબાવવામાં આવ્યા છે.

વધુ માહિતી માટે જુઓ નીચે આપેલો Video

આ પણ વાંચો - Nilesh Kumbhani : સુરતમાં રાજકીય ભૂકંપ! કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવા એંધાણ, જાણો શું છે મામલો ?

આ પણ વાંચો - Lok Sabha election 2024 : રાજયભરમાં ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ, જાણો ક્યાં કોના ફોર્મ મંજૂર અને રદ થયા!

Tags :
AffidavitBabu MangekiaBJPCongressCongress CandidateGujarat FirstGujarat PoliticsGujarati NewsHigh voltage dramaHigh voltage drama in SuratLok Sabha Election 2024Lok Sabha ElectionsLok Sabha elections 2024Lok-Sabha-electionManish DoshiNilesh Kumbhaninomination.formShaktisinh GohilSuratSurat newsZameer Sheikh
Next Article