Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat News : ફેવિકોલની ખોટી બેલ્ટીની આડમાં 21.97 લાખ દારૂનો જથ્થો ઝડપાયો

Surat News : કોસંબા પોલીસે નાના બોરસરા ગામની સીમ પાસેથી ફેવિકોલની ખોટી બેલ્ટીની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 21.97 લાખનો દારૂ અને આઈસર મળી કુલ 42 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ એક ઇસમની ધરપકડ કરી...
surat news   ફેવિકોલની ખોટી બેલ્ટીની આડમાં 21 97 લાખ દારૂનો જથ્થો ઝડપાયો
Advertisement

Surat News : કોસંબા પોલીસે નાના બોરસરા ગામની સીમ પાસેથી ફેવિકોલની ખોટી બેલ્ટીની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 21.97 લાખનો દારૂ અને આઈસર મળી કુલ 42 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. તેમજ એક ઇસમની ધરપકડ કરી છે.

પોલીસે કુલ 21.97 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો

સુરત જિલ્લામાં કોસંબા પોલીસની ટીમે (Kosamba police team) બાતમીના આધારે નાના બોરસરા ગામની સીમ નેશનલ હાઈવે નબર 48 (National Highway No. 48) પાસે વોચ ગોઠવી દારૂનો જત્થો  ઝડપી પાડ્યો હતો. પોલીસે આઈસર ટેમ્પામાં તપાસ કરતા તેમાંથી ફેવિકોલ (Fevicol) ની ખોટી બેલ્ટીની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ 21.97 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ચાલક મનોજ કુમાર રામલાલ મીણાની ધરપકડ કરી હતી અને 20 લાખની કિંમતનો આઇશર દારૂનો જથ્થો અને મોબાઈલ ફોન મળી કુલ 42 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. વધુમાં આ ઘટનામાં પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર, દારૂ ભરેલી ગાડી આપનાર ઇસમ સહીત 4 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

અહેવાલ - ઉદય જાદવ

Advertisement

આ પણ વાંચો – Bumper bonus : હવે બાળકોનાજન્મ પર મળશે લાખો રૂપિયા, જાણો કેવી રીતે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

Trending News

.

×