VADODARA : વુડા દ્વારા અગાઉ કરાયેલા ઠરાવની અમલવારી અંગે CM ને રજુઆત
VADODARA : વડોદરા (VADODARA) ની વુડા ઓથોરીટી (VUDA AUTHORITY - VADODARA) દ્વારા અગાઉ કરવામાં આવેલા ઠરાવની અમલવારી માટે શહેરના સામાજીક કાર્યકર અતુલ ગામેચી (SOCIAL WORKER - ATUL GAMECHI) એ વુડા ઓથોરીટી અને મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી છે. તેમનો દાવો છે કે, ગત માર્ચમાં વુડા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો કે, અતિ ગરીબ પરિવારોના આવાસના ઘર માટે ગેરન્ટર ઓથોરીટી રહેશે. હાલમાં 242 જેટલા ગરીબોની આવાસની લોન થઇ શકી નથી. જેથી તેમને મદદરૂપ થવા માટે સામાજીક કાર્યકર આગળ આવ્યા છે. અને તે અંગે ઓથોરીટીને રજુઆત કરી છે.
242 જેટલા લાભાર્થીઓની લોન થઇ શકી નથી
વડોદરાના સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું કે, ગરીબોને પોતાનું ઘર મળી રહે તે માટે વુડા ઓથોરીટી દ્વારા આવાસ બનાવવામાં આવ્યા છે. સેવાસી, ભાયલી, અને બીલમાં આવાસના મકાનો બનાવવામાં આવ્યા છે. તેના ડ્રો પણ કરી દેવામાં આવ્યા છે. લાભાર્થીઓની લોન પણ પાસ થઇ અને તેઓ હપ્તા પણ ભરી રહ્યા છે. પરંતુ આશરે 242 જેટલા લાભાર્થીઓ એવા પણ છે, જેમની નાણાંકિય સ્થિતી સારી ના હોવાના કારણે, ડોક્યૂમેન્ટ્સ યોગ્ય ના હોવાના કારણે તેમની લોન થઇ શકી નથી.
ઘરનું ઘર મેળવવાનું સ્વપ્ન પુરૂ કરવામાં વુડા મદદરૂપ બને
વધુમાં જણાવ્યું કે. વુડા દ્વારા 16, માર્ચ - 2024 ના રોજ એક ઠરાવ કરવામાં આવ્યો છે. જે અનુસાર, વુડા આવા (અતિ ગરીબ) લાભાર્થીઓનું ખુદ ગેરન્ટર બનીને તેમની લોન કરાવી આપશે. આજે એક મહિનો વિત્યો છે. 242 લાભાર્થીઓ ને વુડાના કર્મચારી-અધિકારીઓ દ્વારા બોલાવવામાં આવે, અને તેમની બેંક લોન કરવામાં આવે તેવી માંગ છે. જો આ લાભાર્થીઓ લોન ભરપાઇ ના કરે તો તેમના મકાનોની જપ્તી કરવાનું પણ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે. લોકોને ઘરનું ઘર મેળવવાનું સ્વપ્ન પુરૂ કરવામાં વુડા મદદરૂપ બને તેવી અમારી માંગણી છે. આ અંગે મુખ્યમંત્રીને પણ પત્ર મારફતે રજુઆત કરવામાં આવી હોવાનું સામાજીક કાર્યકરે અંતમાં ઉમેર્યું છે.
આ પણ વાંચો --- VADODARA : ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર ચાલક સન્માનિત કરાયા