Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભૂલથી મિસ્ટેક થઇ ગઇ હતી, દુર્ઘટનાનો ખેદ છે

પાકિસ્તાનમાં ફેકાઇ ગયેલી ભારતની મિસાઇલ મુદ્દે રક્ષા મંત્રી રાજનાથસિંહે રાજયસભામાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે આ ઘટના ખેદજનક છે પણ રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઇને નુકશાન થયું નથી.તાજેતરમાં જ ભુલથી  ભારતની એક મિસાઇલ પાકિસ્તાનમાં ફેકાઇ ગઇ હતી. ભારતે આ દુર્ઘટના પર ભારે ખેદ વ્યકત કરતાં કહ્યું હતું કે આ ઘટના ટેકનિકલ ખરાબીના કારણે થઇ હતી. પાકિસ્તાનની સેનાએ દાવો કર્à
ભૂલથી મિસ્ટેક થઇ ગઇ હતી  દુર્ઘટનાનો ખેદ છે
Advertisement
પાકિસ્તાનમાં ફેકાઇ ગયેલી ભારતની મિસાઇલ મુદ્દે રક્ષા મંત્રી રાજનાથસિંહે રાજયસભામાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે આ ઘટના ખેદજનક છે પણ રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઇને નુકશાન થયું નથી.
તાજેતરમાં જ ભુલથી  ભારતની એક મિસાઇલ પાકિસ્તાનમાં ફેકાઇ ગઇ હતી. ભારતે આ દુર્ઘટના પર ભારે ખેદ વ્યકત કરતાં કહ્યું હતું કે આ ઘટના ટેકનિકલ ખરાબીના કારણે થઇ હતી. પાકિસ્તાનની સેનાએ દાવો કર્યો હતો કે આ મિસાઇલ ભારત તરફથી છોડવામાં આવી હતી. 
દુર્ઘટનાવશ મિસાઇલ લોંચ થઇ ગઇ હતી
દરમિયાન, રાજયસભામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે નિવેદન આપ્યું હતું કે 9 માર્ચે થયેલી એક ઘટના અંગે સભાને જાણ કરવા માંગે છે. આ ઘટના ઇન્સ્પેકશન દરમિયાન અજાણતા જ છોડાયેલી મિસાઇલના સંદર્ભમાં છે. મિસાઇલ યુનિટના રુટીન મેઇન્ટેનન્સ અને ચકાસણી દરમિયાન સાંજે 7 વાગે દુર્ઘટનાવશ એક મિસાઇલ લોંચ થઇ ગઇ હતી અને પાછળથી જાણ થઇ હતી કે તે મિસાઇલ પાકિસ્તાનના વિસ્તારમાં જઇને પડી હતી. આ ઘટના ખેદજનક છે. પણ રાહતની વાત એ છે કે આ દુર્ઘટનાથી કોઇ પણ પ્રકારનું નુકશાન થયું નથી. 

ઘટનાના ઉચ્ચસ્તરીય તપાસના આદેશ 
તેમણે કહ્યું કે તેઓ સભાને સૂચિત કરવા માંગે છે કે સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તેના માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. કથિત દુર્ઘટનાનું સચોટ કારણ તપાસ પછી ખ્યાલ આવશે. તેમણે કહ્યું કે આ ઘટનાના સંદર્ભમાં ઓપરેશન, મેઇન્ટેનન્સ, તથા તપાસ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝરની સમિક્ષા કરવામાં આવી રહી છે. તેઓ વેપન સિસ્ટમની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. તે સદંર્ભમાં જો કોઇ ખામી મળે તો તેને દુર કરવામાં આવશે.તેમણે પોતાના નિવેદનમાં સભાને આશ્વસ્ત કરતાં કહ્યું કે આપણી મિસાઇલ સિસ્ટમ અત્યંત સુરક્ષિત અને ભરોસામંદ છે તથા સેફ્ટી પ્રોસીઝર અને પ્રોટોકોલ ઉચ્ચસ્તરીય છે અને સમયાંતરે તેની સમિક્ષા પણ કરવામાં આવે છે. આપણી સેના ટ્રેઇન્ડ છે અને અનુશાસિત પણ છે તથા આ પ્રકારની સિસ્ટમને હેન્ડલ કરવાનો સારો એવો અનુભવ ધરાવે છે. 
Advertisement
Tags :
Advertisement

.

×