Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગરીબો માટે આશીર્વાદ સમાન આવસ યોજના,IGBCએ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ એનાયત

રાજકોટની 5 આવાસ યોજનાને  IGBC દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યું છે. તમને જણાવી દયે કે રાજકોટ મનપા દ્વારા ઓછી આવક ધરાવતા પરિવાર અને મધ્યમવર્ગીય પરિવાર સહિત દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને EWS તથા LIG પ્રકારના આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ સુવિધાઓ આપવામાં આવી છે.ત્યારે ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અંતર્ગત વધુ  રાજકોટની 5 આવાસ યોજનાઓને IGBC  દ્વા
ગરીબો માટે આશીર્વાદ સમાન આવસ યોજના igbcએ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ એનાયત
Advertisement
રાજકોટની 5 આવાસ યોજનાને  IGBC દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યું છે. તમને જણાવી દયે કે રાજકોટ મનપા દ્વારા ઓછી આવક ધરાવતા પરિવાર અને મધ્યમવર્ગીય પરિવાર સહિત દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને EWS તથા LIG પ્રકારના આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ સુવિધાઓ આપવામાં આવી છે.
ત્યારે ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અંતર્ગત વધુ  રાજકોટની 5 આવાસ યોજનાઓને IGBC  દ્વારા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ અને મોમેન્ટો એનાયત કરવામાં આવ્યું છે. આ આવાસ યોજનાઓમાં આવાસોની સાથે આંગણવાડી અને શોપીંગ સેન્ટરનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે જેથી નાગરિકોની તમામ જરૂરિયાત પુરી થઈ શકે.
આ 5 આવાસનેને ગ્રી બિલ્ડિંગ સર્ટિફિકેટ મળ્યું
લાલા લજપતરાય ટાઉનશીપ, ક્રાંતિવીર મંગલ પાંડે ટાઉનશીપ, શહીદ ભગતસિંહ ટાઉનશીપ, શહીદ સુખદેવ ટાઉનશીપ અને ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉનશીપ આવાસ યોજનાને સર્ટિફિકેટ અને મોમેન્ટો આપવામાં આવ્યું છે.તમને જણાવી દયે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 32,345 આવાસોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ આવાસ યોજનાઓ ઇન્ટીગ્રેટેડ ઇન્ક્લુંઝીવ પ્રકારની બનાવવામાં આવી.જેમાં આવાસોની સાથે 7 આંગણવાડીઓ અને 560 દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી નાગરિકોની રોજ-બરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓ નજીકના વિસ્તારમાં મળી રહે.છેલ્લા 5 વર્ષ દરમિયાન દુકાનોના વેચાણથી મહાનગરપાલિકાને  આશરે રૂ. 40 કરોડની આવક થઈ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવતી આવાસ યોજનાઓમાં ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટને આધારિત આયોજન કરવામાં આવે છે. જેમાં ઉર્જાના સામાન્ય ઉપયોગ માટે સોલાર PV સીસ્ટમ, વરસાદી પાણીના બચાવ માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ઘરમાં આરામદાયક વાતાવરણ જળવાય રહે તે માટે બહારની બાજુએ કેવીટી વોલ (પોલાણવાળી દિવાલ)ની સુવિધા, કોમન લાઈટીંગ માટે LED બલ્બનો ઉપયોગ, કન્સ્ટ્રકશન વેસ્ટને બાંધકામના જુદા જુદા પ્રકારમાં પુનઃઉપયોગ વિગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમના કારણે મહત્તમ સમય દરમિયાન વરસાદી પાણીના થયેલા જળ સંચયનો ઉપયોગ થઇ શકે. તેમજ ચણતર માટે AAC બ્લોકસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત બિલ્ડીંગનું ઓરીએન્ટેશન ઉત્તર-દક્ષિણ દિશા તરફનું રાખવામાં આવે છે અને તમામ આવાસોમાં ક્રોસ વેન્ટીલેશન રાખવામાં આવેલ છે. જેથી આવાસમાં હવા ઉજાસ બની રહે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

Related News

featured-img
video

Mehsana : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કડીમાં નવી મેડિકલ કોલેજ, હોસ્પિટલનું ભૂમિપૂજન

featured-img
video

Arvalli માં ખાખી વર્દીને શર્મસાર કરતા દ્રશ્યો, આવા Police કર્મી ખાખી વર્દી પર ડાઘ લગાવે છે!

featured-img
video

Ahmedabad: Palladium Mall બહાર સરાજાહેર આતંકના દ્રશ્યો, અસામાજિક તત્વોમાં ખાખીનો કોઈ ખૌફ નથી?

featured-img
video

Asharam Case ના સાક્ષી અમૃત પ્રજાપતિની થઈ હતી હત્યા, શું હતી તેની ભૂમિકા?

featured-img
video

Surat Crime: ફરી એકવાર શંકાએ એક પરિવાર કર્યો વેરવિખેર, પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિની ધરપકડ!

featured-img
video

Sabarkantha : ગોપાલ કંપનીનાં ગાંઠિયાનાં પેકેટમાંથી તળાઈ ગયેલી મૃત ઉંદરડી નીકળી

×

Live Tv

Trending News

.

×