VADODARA : લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ અટલાદરા ટ્રી હાઉસ સ્કૂલની માન્યતા રદ
VADODARA : તાજેતરમાં અટલરાદરા ટ્રી હાઉસ સ્કૂલના સંચાલકો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તે બાદ શાળા સંચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે. તે બાદ સીબીએસઇ બોર્ડ દ્વારા ટ્રી હાઉસ - સ્કૂલ અટલાદરાની માન્યતા રદ કરી દીધી છે. જેને લઇને વાલીઓના જીવ તાળવે ચોંટ્યા છે. આજરોજ ચિંતીત વાલીઓ પોતાની રજુઆત લઇને ડીઇઓ કચેરીએ આવ્યા છે. શાળાની માન્યતા રદ થતા હવે હાલ ભણતા વિદ્યાર્થીઓને અન્ય શાળામાં અભ્યાસ અર્થે દાખલ કરાવવા પડશે. (TREE HOUSE - ATLADRA SCHOOL AFFILIATION CANCELLED - VADODARA)
હાલ શાળામાં 1 થી 12 સુધીના ધોરણમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે
અટલાદરાની ટ્રી હાઉસ સ્કૂલ સીબીએસઇ બોર્ડ સાથે એફિલિએશન ધરાવે છે. શાળા સંચાલકોએ સીબીએસઇ બોર્ડને વિશ્વાસમાં લીધા વગર જ શાળાની મિલકત વેચાણ અથવા એગ્રીમેન્ટની પ્રક્રિયા હાથ ધરી હતી. આ વચ્ચે તાજેતરમાં શાળાના ડાયરેક્ટરો વિરૂદ્ધમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ સીબીએસઇ બોર્ડ દ્વારા શાળાનું એફિલિએશન એટલેકે માન્યતા રદ કરી દીધી છે. હાલ શાળામાં 1 થી 12 સુધીના ધોરણમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. આ માન્યતા રદ થવાના કારણે તમામ પર સંકટ તોળાઇ રહ્યું છે.
વાલીઓ ચિંતામાં મુકાયા
સુત્રોના જણાવ્યા પ્રમાણે, તાત્કાલિક અસરથી માન્યતા રદ્દ કરી દેવાના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે. અને હવે તેમણે અન્યત્રે એડમિશન લેવું પડે તેવી સ્થિતીનું સર્જન થયું છે. સીબીએસઇ બોર્ડ દ્વારા એકાએક મોટો નિર્ણય જાહેર કરવામાં આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. અને આજે તેમના તરફી પક્ષ મુકવા માટે ડીઇઓ સમક્ષ રજુઆત કરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. સીબીએસઇ બોર્ડ દ્વારા ધો - 10 અને 12 ના વિદ્યાર્થીઓને સત્ર 2024 - 2025 માટે હાજર રહેવાની વિશેષ મંજુરી આપવામાં આવી હોવાનું આખરમાં સુત્રોએ ઉમેર્યું છે. વધુમાં સુત્રોએ ઉમેર્યું કે, ધો - 9 અને 11 ના વિદ્યાર્થીઓને નજીકની શાળામાં ટ્રાન્સફર મેળવી લેવાની સૂચના આપવામાં આવી છે. જેને પગલે વિદ્યાર્થીઓ અન્યત્ર શાળાએ વળી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : વિવાદીત પોલીસ કર્મીઓ પર બદલીનો કોરડો વીંઝાયો