Land For Job Case : લાલુ પરિવારને મોટી રાહત, રાબડી દેવી અને બંને પુત્રીઓને જામીન મળ્યા...
લેન્ડ ફોર જોબ કેસ (Land For Job Case)માં લાલુ યાદવના પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે રાબડી દેવી, મીસા ભારતી, હેમા યાદવ અને હૃદયાનંદ ચૌધરીને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. આ સાથે EDએ આરોપીના નિયમિત જામીન પર જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. કોર્ટે EDની માંગણી સ્વીકારી હતી. હવે આ કેસ (Land For Job Case)માં આગામી સુનાવણી 28મી ફેબ્રુઆરીએ થશે અને આરોપીના નિયમિત જામીન પર પણ તે જ તારીખે સુનાવણી થશે.
જામીનની તરફેણમાં વકીલે આ દલીલ કરી હતી
રાબડી દેવી અને તેમની પુત્રીઓના વકીલે દલીલ કરી હતી કે તેઓ જામીન માટે હકદાર છે. અગાઉ 30 જાન્યુઆરીએ સીબીઆઈએ કોર્ટને કહ્યું હતું કે તે એક મહિનાની અંદર લાલુ પ્રસાદ અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ રેલવેમાં નોકરીના બદલામાં જમીન કૌભાંડ (Land For Job Case) સાથે સંબંધિત કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરશે.
#WATCH | Bihar former CM Rabri Devi leaves from Rouse Avenue court in Delhi.
The court granted interim bail to Rabri Devi, Misa Bharti and Hema Yadav till the next date of hearing in the 'Land for Job' scam case. pic.twitter.com/InFbLlf1jr
— ANI (@ANI) February 9, 2024
આખરી રિપોર્ટ ફેબ્રુઆરીના અંતમાં સબમિટ કરવામાં આવશે
આરજેડી નેતા અહમદ અશફાક કરીમે તપાસ દરમિયાન જપ્ત કરાયેલા 13 લાખ રૂપિયાની મુક્તિ માટે અરજી દાખલ કરી હતી. આના જવાબમાં સીબીઆઈએ કોર્ટને કહ્યું કે ફેબ્રુઆરીના અંત સુધીમાં અંતિમ રિપોર્ટ દાખલ કરવામાં આવશે. કોર્ટે પૂરક ચાર્જશીટ ફાઈલ ન થાય ત્યાં સુધી અરજી પેન્ડિંગ રાખી છે. આ બાબત 27 ફેબ્રુઆરીના રોજ નોંધવામાં આવી છે.
શું છે Land For Job Case ?
નોકરી માટે જમીન કૌભાંડ 2004-2009 વચ્ચે થયું હતું. આ સમયગાળા દરમિયાન લાલુ યાદવ રેલ્વે મંત્રી હતા. લાલુ જ્યારે મંત્રી હતા ત્યારે રેલ્વેમાં ગ્રુપ ડીમાં ભરતીઓ થતી હતી. અરજી કર્યાના 3 દિવસમાં ઘણા લોકોને નોકરી આપવામાં આવી હતી. ED એ ચાર્જશીટમાં કહ્યું કે લાલુ પરિવારને 7 જગ્યાએ જમીન મળી છે. તપાસમાં ખુલાસો થયો છે કે કોઈપણ પ્રકારની જાહેરાત આપ્યા વિના ઉતાવળમાં નોકરીઓ આપવામાં આવી હતી. મુંબઈ, જબલપુર, કોલકાતા અને જયપુર ઝોનમાં નિમણૂંકો કરવામાં આવી હતી. 1 લાખ ચોરસ ફૂટથી વધુ જમીન માત્ર 26 લાખ રૂપિયામાં ખરીદવામાં આવી હતી, જ્યારે તે સમયે જમીનની કિંમત લગભગ 4.39 કરોડ રૂપિયા હતી. લાલુ પરિવાર પર 600 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગનો આરોપ છે. ઉમેદવારો પાસેથી નોકરીના બદલામાં લાંચ તરીકે જમીન લેવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે લાલુ પરિવાર પર જમીનના બદલામાં નોકરી આપવાનો પણ આરોપ છે.
આ પણ વાંચો : Nirmala Sitharaman એ કહ્યું- તેઓ તબાહી કરીને ચાલ્યા ગયા, અમે સુધાર્યા, આજે તેઓ મગરના આંસુ વહાવી રહ્યા છે…