Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગાંધીનગર હાઈવે ઉપર સ્કૂલ બસનો અકસ્માત, સદનસીબે બાળકો ન હોવાથી જાનહાનિ ટળી

ગાંધીનગરના અડાલજ પાસે વધુ એક મોટી દુર્ઘટના સામે આવી છે ત્યારે અમદાવાદમાં સ્કૂલ બસ ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. જેમાં અડાલજ પાસે સ્કૂલ બસ ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. બસ ડ્રાઈવરે ડીવાઈડર પર ઝાડમાં બસ ઘુસાડી છે. ત્યારે ગંભીર ઈજાગ્રસ્ત બસ ચાલક...
ગાંધીનગર હાઈવે ઉપર સ્કૂલ બસનો અકસ્માત  સદનસીબે બાળકો ન હોવાથી જાનહાનિ ટળી
Advertisement

ગાંધીનગરના અડાલજ પાસે વધુ એક મોટી દુર્ઘટના સામે આવી છે ત્યારે અમદાવાદમાં સ્કૂલ બસ ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. જેમાં અડાલજ પાસે સ્કૂલ બસ ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે. બસ ડ્રાઈવરે ડીવાઈડર પર ઝાડમાં બસ ઘુસાડી છે. ત્યારે ગંભીર ઈજાગ્રસ્ત બસ ચાલક સારવાર હેઠળ છે. તેમજ સ્કૂલ બસમાં બાળકો ન હોવાથી જાનહાની ટળી છે.

Advertisement

ડ્રાઈવરને  ગંભીર  ઇજા  થતાં  સારવાર અર્થે હોસ્પિટલ  ખસેડાયો 

Advertisement

આ અકસ્માતની જાણ રાહદારીઓ દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ અકસ્માત સ્થળે દોડી આવી હતી. જે બાદ અકસ્માતમાં બસના ડ્રાઈવર ઈજાઓ થતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. તો બીજી બાજુ પોલીસ દ્વારા ક્રેનની મદદથી બસને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બસના ડ્રાઈવરસાઈડના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે

અગાઉ અમદાવાદમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસના અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં એરપોર્ટ રોડ પર આર્મી કેમ્પની સામે અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાલુ બસે ડ્રાઈવરને ખેંચ આવતા અકસ્માત સર્જાયો હતો. ડ્રાઈવરને ખેંચ આવતા બસ ડીવાઈડર સાથે અથડાઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી. જો કે સ્કૂલ બસને અકસ્માત થતાં જ આર્મી જવાનો દોડી આવ્યા હતા.

આ  પણ  વાંચો -ટામેટા ભરેલી ટ્રકે ખાધી પલટી, રસ્તા પર વિખેરાયા મોંઘાઘાટ ટામેટા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

Trending News

.

×