Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઇ પોર્ટ પર સુરતના વિવર્સના રેપિયર મશીનો ખોટી રીતે સીઝ કરાતા હોવાની ફરિયાદ

અહેવાલઃ રાબીયા સાલેહ, સુરત  સુરતના વિવર્સના રેપિયર મશીનો ગાઈડ લાઇન મુજબ ઇમ્પોર્ટ કરવા રજૂઆત કરાઇ છે.મુંબઇ પોર્ટ પર સુરતના વિવર્સના રેપિયર મશીનો ખોટી રીતે સીઝ કરાતા હોવાની ફરિયાદ ઉઠી છે.મશીનરીઓ સિલ થતા કામ-કાજ ઉપર ભારે અસર પડી છે. .જેના કારણે...
મુંબઇ પોર્ટ પર સુરતના વિવર્સના રેપિયર મશીનો ખોટી રીતે સીઝ કરાતા હોવાની ફરિયાદ

અહેવાલઃ રાબીયા સાલેહ, સુરત 

Advertisement

સુરતના વિવર્સના રેપિયર મશીનો ગાઈડ લાઇન મુજબ ઇમ્પોર્ટ કરવા રજૂઆત કરાઇ છે.મુંબઇ પોર્ટ પર સુરતના વિવર્સના રેપિયર મશીનો ખોટી રીતે સીઝ કરાતા હોવાની ફરિયાદ ઉઠી છે.મશીનરીઓ સિલ થતા કામ-કાજ ઉપર ભારે અસર પડી છે. .જેના કારણે પોર્ટ અને સુરતના વિવર્સ વચ્ચે વિવાદ ઉભો થયો છે.રેપિયર મશીનરીઓ સિલ થતા વિવર્સમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, મશીનરી અંગે ચેમ્બર ઓફ કોમર્સ સાથે વિવર્સ સંગઠનોએ ટફની ગાઈડ લાઇન મુજબ મશીનરી ઇમ્પોર્ટ કરવા છૂટ આપવા પ્રજાકતા વર્માને રજૂઆત કરી છે.

Advertisement

કાપડ ઉદ્યોગ માં વિવર્સ પણ એક મહત્વ નો ભાગ ભજેવે છે.તેમના જણાવ્યા પ્રમાણે મુંબઈ પોર્ટ પર સરકારે 650 થી ઓછા RPM પર ચાલતી મશીનરીને લઈ સ્પષ્ટતા નહીં કરતાં મામલો ગૂંચવાયો હતો,જેના કારણે મશીન સિલ મારવાની નોબત આવી હતી,જો કે આયાતી મશીનરી પર બેઝિક કસ્ટમ ડ્યૂટી 8.25% થી ઝીરો ટકા થઈ છે.છતાં મુંબઇ પોર્ટ પર ૩પ નાનાં રેપિયર મશીનો JNPT પોર્ટ કસ્ટમ દ્વારા સિઝ કરતા વિવર્સ અકળાયા હતા,જે બાદ મામલો નવી દિલ્હી પહોંચ્યો હતો,જ્યાં ભારત સરકારના જોઈન્ટ ટેક્સટાઈલ સેક્રેટરી પ્રાજકતા વર્મા એ જુદાજુદા ટેક્સટાઈલ સંગઠનો, ચેમ્બર અને એસોસિએશન સાથે બેઠક યોજી સિલ કરેલા મશીનો અંગે સ્પષ્ટતા કરી હતી, દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલા અને ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધી, સાથે જ સુરેશ પટેલ ઓનલાઇન મિટિંગમાં હાજરી આપી હતી.વિવર્સ ની સમસ્યા અંગે અને લાંબા સમય થી ચાલતી તકલીફો અંગે સાથે જ મશીન સિલ થવા મુદ્દે તત્કાલીન પ્રમુખ આશિષ ગુજરાતી,પૌલિક દેસાઈ, મહેન્દ્ર કૂકડીયા,અને મનોજ ગઢીયાએ રજૂઆત કરી હતી.જેમાં ગુજરાત મહારાષ્ટ્રનાં સંગઠનોએ મશીનરીની સ્પીડ પર કાપડ બનવાના માપદંડને બદલે ગાઈડ લાઇન મુજબ મશીનરી ઇમ્પોર્ટ કરવા છૂટ આપવા માંગ કરી હતી.

Advertisement

વિવર્સ ના કહેવા પ્રમાણે પરિપત્ર હોવા છતાં મશીન અટવાયા છે.કેન્દ્રીય બજેટમાં આયાતી મશીનરી પર લાગુ 8.25% બેઝિક કસ્ટમ ડ્યૂટી ઉદ્યોગ સંગઠનોની રજૂઆત બાદ ઘટાડાઇ હતી નાણાંમંત્રીએ કસ્ટમ ડ્યૂટી ઘટાડીને ઝીરો ટકા કરી દીધી હોવા છતાં નાણાં મંત્રાલયનાં પરિપત્ર માત્ર કાગળ પર રહી ગયો હોય તેમ ટેક્નિકલ વિસંગતતાને લીધે મુંબઇ પોર્ટ પર કસ્ટમ વિભાગે સુરતનાં ઉદ્યોગકારોનાં 200 જેટલા ત્રણ પન્ના રેપિયર જેકાર્ડ મશીન સિઝ કર્યા હતાં.

સુરતની એક કંપનીના ૩ પન્નાનાં ૧૨ મશીન સામે ૪૧ લાખની કસ્ટમ ડ્યૂટી અને ૫ લાખ પોર્ટ ડેમરેજ ચાર્જ ભરવા નોટિસ આપતાં ઉદ્યોગકારો અકળાયા હતા,જે બાદ તમામ દ્વારા સરકારને રજૂઆત કરાઈ હતી.આ અંગે આશિષ ગુજરાતીએ કહ્યું હતું કે જોઈન્ટ કમિશનર પ્રાજક્તા વર્મા એ સમસ્યા ની ગંભીરતા સમજી ટેક્સટાઈલ મિનિસ્ટ્રી નાણાં મંત્રાલયને ભારપૂર્વક રજૂઆત કરવા તૈયારી દર્શાવી છે. ફિઆસ્વીનાં ચેરમેન ભરત ગાંધી અને ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા એ કેન્દ્રનાં નાણાં મંત્રાલયને RPM નાં માપદંડ મુજબ ડ્યૂટી વસૂલવી ન જોઈએ. જેવી રજૂઆત કરી હતી, સુરત સહિત ન અન્ય રાજ્યોનાં ઉદ્યોગકારોએ ત્રણ પન્ના રેપિયર જેકાર્ડ ઇમ્પોર્ટ કર્યા છે પંરતુ એમાં 650 RPM પર મશીન ચાલે છે એવો ઉલ્લેખ ન હોવાથી પરિપત્રની વિસંગતતાને કારણે ડિલિવરી અટકી પડી હોવાને લઈ મશીન સિલ કરાયા છે..

Tags :
Advertisement

.