Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

10 દિવસ બાદ આખરે ડભાલીનું ગાબડું પૂરવાની કામગીરી કરાઇ, અધિકારીઓની બાહેધરી બાદ ગાબડું પૂરાયુ

ભરૂચ જિલ્લાની સરદાર સરોવર નિગમની 70 કિલોમીટરની અંમલેશ્વર બ્રાન્ચની કેનાલમાં દબાવી નજીક ગાબડું પડ્યું હતું અને ગાબડું પૂડવાના કારણે ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વળતરની માંગ સાથે ખેડૂતો લાલઘૂમ બન્યા હતા. જેના પગલે અધિકારીઓએ પણ ખેડૂતોને વળતર માટે બાહેધરી આપતા સર્વેની કામગીરી શરૂ કરી ગાબડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતીખેડૂતોએ પણ વળતરની માંગ સાથે આંદોલન
10 દિવસ બાદ આખરે ડભાલીનું ગાબડું પૂરવાની કામગીરી કરાઇ  અધિકારીઓની બાહેધરી બાદ ગાબડું પૂરાયુ
ભરૂચ જિલ્લાની સરદાર સરોવર નિગમની 70 કિલોમીટરની અંમલેશ્વર બ્રાન્ચની કેનાલમાં દબાવી નજીક ગાબડું પડ્યું હતું અને ગાબડું પૂડવાના કારણે ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વળતરની માંગ સાથે ખેડૂતો લાલઘૂમ બન્યા હતા. જેના પગલે અધિકારીઓએ પણ ખેડૂતોને વળતર માટે બાહેધરી આપતા સર્વેની કામગીરી શરૂ કરી ગાબડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી
ખેડૂતોએ પણ વળતરની માંગ સાથે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું
ભરૂચ જિલ્લાને વાગરા અને દહેજના ઉદ્યોગો અને ભરૂચના નગરજનોને પીવાનું પાણી પૂરું પાડતી અમલેશ્વરની મુખ્ય કેનાલમાં જ ડભાલી નજીક ગાબડું વર્ષ 2023ના પ્રથમ દિવસે જ પડ્યું હતું જેના કારણે વર્ષના પ્રથમ દિવસે જ ખેડૂતોના ખેતરોમાં જળબંબા કાળની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેના પગલે ખેડૂતોએ પણ વળતરની માંગ સાથે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું અને જ્યાં સુધી વળતા નહીં ત્યાં સુધી ગાબડું નહીં પુરાય તેવી ચીમકી સાથે ગાબડું પુરવા જતા લોકોને ખેડૂતો પરત કરતા હતા
નગરપાલિકા દ્વારા અપાતો પાણીનો પુરવઠામાં પણ કાપ મુકવામાં આવ્યો હતો
છેલ્લા દસ દિવસથી ગાબડું પૂરવાની કામગીરી ન થતાં. માતરીયા તળાવમાં પણ પાણીની ઘટ થવાના કારણે ભરૂચમાં જળ સંકટ ઉભો થાય તેવા એંધાણ વચ્ચે નગરપાલિકા દ્વારા અપાતો પાણીનો પુરવઠામાં પણ કાપ મુકવામાં આવ્યો હતો અને નગરપાલિકાએ પણ જિલ્લા વહીવટી તંત્ર અને મામલતદાર શ્રી સાથે મીટીંગ કરી કેનાલમાં પડેલું ગાબડું પુરવામાં આવે તે માટે સહકારની આશાઓ વ્યક્ત કરી હતી જેના પગલે મામલતદાર સહિતના અધિકારીઓએ ખેડૂતો સાથે વાટાઘાટો કરી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેનો સર્વે કરવામાં આવશે તેવી બાહેધરી આપી હતી અને સાથે વિપક્ષીઓ પણ ગાબડા પુરવાને લઈને મેદાનમાં ઉતારતા સત્તા પક્ષે પણ ગાબડા પુરવા માટે તનતોડ મહેનત કરી હતી અને અંતે ખેડૂતોની વળતરની માંગણી બાહેધરીના ભાગરૂપે કેટલા ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તેનો સર્વે કરવાની કામગીરી શરૂ કરતાં જ ખેડૂતોએ પણ હાસ્કારો અનુભવ્યો હતો અને કેનાલમાં પડેલા ગાબડાની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બપોર સુધીમાં ૨૫થી વધુ ડમ્પરોની માટી ગાબડામાં પુરવામાં આવી હતી આ ગાબડાની મરામત માટે હજુ પાંચ દિવસનો સમયગાળો લાગી શકે તેવા અણસરો દેખાઈ રહ્યા છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.