Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબરકાંઠા લોકસભા ઉમેદવાર માટે BJP માં મડાગાંઠ યથાવત

સાબરકાંઠા જિલ્લા (Sabarkantha district) માં ભાજપ માટે ખરાબ સમય હજું ટળ્યો નથી. આજે પણ સાબરકાંઠા લોકસભા ઉમેદવાર (Lok Sabha candidate) માટે ભાજપમાં મડાગાંઠ યથાવત છે. નવા ઉમેદવાર સામે વિરોધનો વંટોળ ઉગ્ર થતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghavi) હિંમતનગર...
સાબરકાંઠા લોકસભા ઉમેદવાર માટે bjp માં મડાગાંઠ યથાવત

સાબરકાંઠા જિલ્લા (Sabarkantha district) માં ભાજપ માટે ખરાબ સમય હજું ટળ્યો નથી. આજે પણ સાબરકાંઠા લોકસભા ઉમેદવાર (Lok Sabha candidate) માટે ભાજપમાં મડાગાંઠ યથાવત છે. નવા ઉમેદવાર સામે વિરોધનો વંટોળ ઉગ્ર થતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghavi) હિંમતનગર પહોંચ્યા હતા જ્યા તેમણે આ મુદ્દે બેઠક કરી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તમામ કાર્યકરોને જિલ્લા પંચાયત પ્રમુખના બંગલે મળ્યા હતા. જ્યા તેમણે સૌ કાર્યકરોની વાત સાંભળી હતી અને કેમ આટલો વિરોધ થઇ રહ્યો છે તે વિશે જાણકારી મેળવી હતી.

Advertisement

સાબરકાંઠામાં ઉમેદવારનું કોકડું ઉકેલવાનું નામ જ નથી લેતું

લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપની એક પછી એક મુશ્કેલીઓ વધી છે. ખાસ કરીને જનતા દ્વારા તેમના દ્વારા પસંદ કરવામાં આવેલા ઉમેદવારો પર વિરોધ વધી રહ્યો છે. તાજેતરમાં સાબરકાંઠામાં પણ કઇંક આવું જ જોવા મળી રહ્યું છે. જ્યા ભાજપે સૌ પ્રથમ ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી જેમણે અચાનક જ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો તે પછી ભાજપ દ્વારા તેમની જગ્યાએ શોભનાબેન બારૈયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. હવે સાબરકાંઠાની જનતાએ તેમનો પણ વિરોધ શરૂ કરી દીધો છે. હવે આ ઉમેદવારનું કોકડું ઉકેલવા ગૃહરાજ્યમંત્રી આગળ આવ્યા છે. જેમણે શુક્રવારે સાબરકાંઠા પહોંચી તેમના કાક્યકરો સાથે 5 કલાક જેટલી મેરેથોન બેઠક કરી અને જનતાનો વિરોધ કેમ છે તેનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો. મળી રહેલી માહિતી અનુસાર, ગૃહરાજ્યમંત્રીએ ગઇ કાલે કરેલી મેરેથોન બેઠકનું પરિણામ પણ શૂન્ય આવ્યું છે. સૂત્રોની માનીએ તો ગૃહરાજ્યમંત્રી ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સ્થાનિક નેતાઓને મનાવવા કવાયત શરૂ કરી છે.

ડેમેજ કંટ્રોલ મામલે રાજ્યના મુખ્યમંત્રી ખુદ મેદાને

મળી રહેલી માહિતી અનુસાર, આજે બપોર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠા અરવલ્લીના આગેવાનો અને હોદ્દેદારોની મિટિંગ બોલાવી છે. આ બેઠક મુખ્યમંત્રી આવાસ પર આગેવાનો સાથે યોજાઈ શકે છે. આ બેઠકમાં પ્રદેશ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી શકે છે. આ બેઠકમાં સાબરકાંઠામાં વિરોધનો અંત કેવી રીતે લાવવો તે અંગે ચર્ચા થશે. ઉલ્લેખનીય છે કે, એક તરફ ભાજપ ગુજરાતની 26 બેઠકો જીતવાની વાત કરે છે. જે તમામ બેઠકો પર 5 લાખની લીડથી જીતવાની વાતો થઇ રહી છે. જ્યારે બીજી તરફ તેમના ઉમેદવારોને લઇને જનતામાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિરોધને શાંત કરવા ભાજપ આગળ શું કરશે તે હવે જોવું રહ્યું.

Advertisement

ભાજપના કાર્યકરોમાં ઉગ્ર રોષ

ઉલ્લેખનીય છે કે ભાજપે અહીં ભીખાજી ઠાકોરને કાપીને તેમની સાથે 1 વર્ષ પહેલા ભાજપમાં જોડાયેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે અને તેથી છેલ્લા ત્રણ દિવસથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ભાજપના કાર્યકરોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો - Big Breaking : સાબરકાંઠામાં ફરી બદલાશે ઉમેદવાર..?

Advertisement

આ પણ વાંચો - BJP : સાબરકાંઠામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવારનો ઉગ્ર વિરોધ, ભાજપ પ્રમુખને ઉમેદવાર બદલવા કરાઇ માંગ

Tags :
Advertisement

.