Weather Report : રાજ્યમાં આગ ઝરતી ગરમીનો પ્રકોપ યથાવત્! આ જિલ્લામાં સૌથી વધુ તાપમાન
Weather Report : ગુજરાતમાં (Gujarat) આગ ઝરતી ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હવે તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં તો તાપમાન 41 ડિગ્રીને પણ વટાવી ગયું છે. સૌરાષ્ટ્રના (Saurashtra) રાજકોટમાં સૌથી વધું તાપમાન નોંધાયું છે. રાજકોટમાં સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધુ એટલે કે 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં (Ahmedabad) પણ 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જો કે, આવનારા દિવસોમાં ગરમીથી આંશિક રાહત મળશે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
સૌધી વધુ તાપમાન રાજકોટમાં
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગરમીનો પારો 40 ડિગ્રી નજીક (Weather Report) પહોંચ્યો છે. સૌધી વધુ તાપમાન રાજકોટ (Rajkot) ખાતે નોંધાયું હતું. રાજકોટમાં તાપમાન 41.7 ડિગ્રી સુધી નોંધાયું છે. ત્યારે અમદાવાદમાં 41.5 ડિગ્રી, ભુજમાં 41.1 ડિગ્રી, ગાંધીનગરમાં (Gandhinagar) 41.0 અને અમરેલીમાં (Amreli) 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Observed Maximum Temperature Dated 10.04.2024 #MaximumTemperature #Temperature #weatherupdate #weather@moesgoi @DDNewslive @ndmaindia @airnewsalerts pic.twitter.com/4FNUW3hDCE
— India Meteorological Department (@Indiametdept) April 10, 2024
કયાં કેટલું તાપમાન?
અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ડીસા અને ડાંગમાં 39.4 ડિગ્રી, વડોદરામાં (Vadodara) 38.6, છોટા ઉદેપુરમાં 38.3 ડિગ્રી, દાહોદમાં 38.0 ડિગ્રી, ભાવનગરમાં 37.5 ડિગ્રી, નલિયામાં 37.0 ડિગ્રી, જામનગરમાં 36.5 ડિગ્રી, સુરતમાં (Surat) 34.2 ડિગ્રી, વલસાડમાં 36.4 ડિગ્રી અને વેરાવળમાં 31.7 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. જો કે, આગામી ત્રણ દિવસ દરમિયાન ગરમીથી આંશિક રાહત મળે તેવી આગાહી હવામાન વિભાગ (weather department) દ્વારા કરવામાં આવી છે. આગામી સમયમાં 3 ડિગ્રી સુધી ગરમીનાં પ્રમાણમાં ઘટાડો થવાની સંભાવના છે.
આ પણ વાંચો - Gujarat Weather Update : રાજ્યમાં હવામાન વિભાગે કરી ભરઉનાળે વરસાદની આગાહી
આ પણ વાંચો - DEVGADH BARIYA : જંગલ વિસ્તારમાં વન્યપ્રાણીઓ માટે પીવાના પાણી માટે વનવિભાગ દ્વારા સુવિધા કરાઇ
આ પણ વાંચો - GONDAL : શ્રી રામ ગ્રુપના યુવાનો દ્વારા અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ માળાનું વિતરણ કરાયું