Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Weather Forecast : આકરી ગરમી વચ્ચે આજે અહીં પડશે માવઠું! જાણો હવામાનની આગાહી અને તાપમાન વિશે

Weather Forecast : રાજ્યમાં આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. જો કે, સાયક્લોનિક સર્ક્યુલેશનની (cyclonic circulation) અસરથી હાલ ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. આજે ઉત્તર ગુજરાત અને કચ્છમાં (Kutch) માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પરંતુ,...
11:48 AM Apr 14, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

Weather Forecast : રાજ્યમાં આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. જો કે, સાયક્લોનિક સર્ક્યુલેશનની (cyclonic circulation) અસરથી હાલ ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. આજે ઉત્તર ગુજરાત અને કચ્છમાં (Kutch) માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પરંતુ, બે દિવસ બાદ રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ જોવા મળશે. બે દિવસ બાદ ગરમીનો પારો 2 ડિગ્રી સુધી વધી શકે છે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની આગાહી

હવામાન વિભાગની (Meteorological department) આગાહી મુજબ, સાયક્લોનિક સર્કુલેશનના કારણે આજે ઉત્તર ગુજરાત (North Gujarat) અને કચ્છમાં માવઠું પડી શકે છે. ગરમીની ઋતુમાં કમોસમી વરસાદની (unseasonal rains) આગાહીના કારણે જગતના તાતની ચિંતા વધી છે. જો માવઠું પડશે તો ઉનાળું પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. જો કે, બે દિવસ બાદ તપમાનમાં ફરી વધારો જોવા મળશે. બે દિવસ બાદ ગરમીનો પારો 2 ડિગ્રી સુધી વધી શકે છે. અમદાવાદની (Ahmedabad) વાત કરીએ તો તાપમાન 41 ડિગ્રીને પાર જઈ શકે છે. હાલ અમદાવાદમાં 37.7 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે.

ક્યાં કેટલું તાપમાન ?

અન્ય જિલ્લાઓની વાત કરીએ તો રાજકોટમાં તાપમાન (temperature) 38.9 ડિગ્રી, ભુજમાં 38.0 ડિગ્રી, વડોદરામાં (Vadodara) 37.8 ડિગ્રી, ડાંગમાં 37.8 ડિગ્રી અને અમદાવાદમાં 37.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમરેલીમાં 37.5 ડિગ્રી તાપમાન, ડીસામાં 37.4 ડિગ્રી, છોટાઉદેપુરમાં 37 ડિગ્રી, ગાંધીનગરમાં (Gandhinagar) 36.5 ડિગ્રી, દાહોદમાં 36.2 ડિગ્રી, ભાવનગરમાં 35.6 ડિગ્રી, કંડલામાં 33.7 ડિગ્રી, વલસાડમાં 34.0 ડિગ્રી, પોરબંદરમાં 33.0 ડિગ્રી અને સુરતમાં (Surat) 32.9 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે.

 

આ પણ વાંચો - GONDAL : ભર ઉનાળે આવ્યું માવઠું, જગતના તાત મુકાયા મુંઝવણમાં

આ પણ વાંચો - PANCHMAHAL : બદલાતા વાતાવરણની અસર મહુડાના ફૂલ પર થતા ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ

આ પણ વાંચો - weather Forecast : કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ખાબકશે માવઠું!

Tags :
AhmedabadBhavnagarcyclonic circulationGandhinagarGujarat FirstGujarati NewsKutchMeteorological DepartmentNorth GujaratRAJKOTsummer cropsSuratTemperatureunseasonal rainsVadodaraweather forecastweather report
Next Article