Gujarat: રાજ્ય પર તોડાઇ રહ્યો છે માવઠાનો ખતરો, જાણો હવામાન નિષ્ણાતની મોટી આગાહી
- તારીખ 25થી 27 ડિસેમ્બર દરમિયાન પડી શકે છે કમોસમી વરસાદ
- ઉત્તરપ્રદેશના પહાડી વિસ્તારમાંથી પસાર થઇ રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
- દક્ષિણ ભારત ઉપર ઇશાનના ચોમાસાનો પ્રભાવ છે
Gujaratના વાતાવરણ મામલે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીની મોટી આગાહી સામે આવી છે. જેમાં રાજ્ય પર માવઠા (Unseasonal Rain)નો ખતરો તોડાઇ રહ્યો છે. તારીખ 25થી 27 ડિસેમ્બર દરમિયાન કમોસમી વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરપ્રદેશના પહાડી વિસ્તારમાંથી પસાર થઇ રહ્યું છે. તેમજ દક્ષિણ ભારત ઉપર ઇશાનના ચોમાસાનો પ્રભાવ જોવા મળ્યો છે.
મધ્ય ઉત્તર રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે
મધ્ય ઉત્તર રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. જેમાં સાયક્લોનિક સરક્યુલેશનથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ (Unseasonal Rain) ની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં માવઠાની તિવ્રતા રહેશે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં માવઠાની શક્યતા છે. જેમાં ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદની અસર રહેશે. તથા વસસાડ, ડાંગ અને નવસારીને પણ માવઠાની અસર થશે. જેમાં કચ્છમાં ભારે ઝાપટાંની શક્યતા નહીંવત તથા સૌરાષ્ટ્ર આખું વાદળોથી ઘેરાયલું રહેશે. તેમજ ભાવનગર, અમરેલી અને બોટાદમાં હળવા મધ્યમ ઝાપટા રહેશે. તથા સૌરાષ્ટ્રમાં છુટાછવાયા ઝાપટા થઇ શકે છે. જેમાં માવઠાની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળશે.
આ પણ વાંચો: Gujarat Firstએ શિક્ષકોની હકીકત અને વ્યથા દર્શાવ્યા બાદ આખરે શૈક્ષિક સંઘની પણ આંખ ઊઘડી
માવઠાના વરસાદની સૌથી વધુ અસર રાજસ્થાનના બોર્ડરને અડીને આવેલા જિલ્લામાં જોવા મળશે
માવઠાના વરસાદની સૌથી વધુ અસર રાજસ્થાનના બોર્ડરને અડીને આવેલા જિલ્લામાં જોવા મળશે. જેમાં ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ (Unseasonal Rain) આવશે. તેમજ ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં માવઠાના વરસાદની શક્યતા છે. તથા અરવલ્લી, દાહોદ, મહીસાગર અને ગોધરામાં પણ માવઠાની શક્યતાઓ છે. ગાંધીનગર અને અમદાવાદમાં ભારે ઝાપટા પડે તેવી શક્યતા નથી. પરંતુ છુટાછવાયો વરસાદ આવી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ અને નવસારી આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા છે.
આ પણ વાંચો: Gujarat: ડો.બાબા સાહેબ આંબેડકર વિવાદ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા