Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : સંતાનના ભણતરને લઇ દંપતિ વચ્ચેની બોલાચાલીનો કરૂણ અંત

VADODARA : વડોદરા (VADODARA) માં સંતાનના ભણતરને લઇને દંપતિ વચ્ચે થયેલી બોલાચાલીના કરૂણ અંતની ઘટના સામે આવવા પામી છે. જેમાં પતિએ આવેશમાં આવીને છોકરા ભણતા ન હોવાથી ગુસ્સો કર્યો હતો. બાદમાં પત્નીએ પતિને ગુસ્સો નહી કરવા માટે જણાવ્યું હતું. એટલામાં...
11:32 AM Jul 08, 2024 IST | PARTH PANDYA
HANGING - SUICIDE

VADODARA : વડોદરા (VADODARA) માં સંતાનના ભણતરને લઇને દંપતિ વચ્ચે થયેલી બોલાચાલીના કરૂણ અંતની ઘટના સામે આવવા પામી છે. જેમાં પતિએ આવેશમાં આવીને છોકરા ભણતા ન હોવાથી ગુસ્સો કર્યો હતો. બાદમાં પત્નીએ પતિને ગુસ્સો નહી કરવા માટે જણાવ્યું હતું. એટલામાં પતિને લાગી આવતા તેણે જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. સમગ્ર મામલે મંજુસર પોલીસ મથકમાં અકસ્માતે નોંધ કરવામાં આવી છે. જે બાદ આ મામલાની વધુ તપાસ ASI ને સોંપવામાં આવી હોવાનું હાલ સપાટી પર આવવા પામ્યું છે.

છોકરા ભણતા ન હોવાથી રોષે ભરાયા

વડોદરા પાસે આવેલા મોતિયાપુરામાં દેવેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ પરમાર (ઉં. 30), પત્ની ધર્મિષ્ઠાબેન દેવેન્દ્રભાઇ પરમાર અને સંતાનો સાથે રહેતા હતા. તેઓ ખેત મજુરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન તાજેતરમાં છોકરા ભણતા ન હોવાના કારણે તેઓ રોષે ભરાયા હતા. અને છોકરા પર ગુસ્સો કર્યો હતો. આ અંગે તેમના પત્નીએ છોકરા પર આમ ગુસ્સો નહી કરવા માટે જણાવ્યું હતું.

સારવાર દરમિયાન મૃત્યુ

આટલી અમથી વાતે પતિ દેવેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ પરમારને લાગી આવ્યું હતું. અને બાદમાં તેમણે આંબાના ઝાડ પર કમરપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતની જાણ તેમના પત્નીને થતા બુમાબુમ થઇ ગઇ હતી. અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાદમાં દેવેન્દ્રભાઇ ઘનશ્યામભાઇ પરમારને સારવાર માટે સરકારી ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગતરોજ તેમનું મૃત્યુ થયું છે. મૃત્યુના પગલે પરિવારમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

વધુ પોલીસ તપાસ હાથ ધરાઇ

ઘટના અંગે મૃતકના પત્ની ધર્મિષ્ઠાબેન દેવેન્દ્રભાઇ પરમાર દ્વારા મંજુસર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતની નોંધ કરીને વધુ તપાસ એએસઆઇ દિવ્યાબેન લક્ષ્મણભાઇને સોંપી હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : ઢોરપાર્ટીની ગાડીમાં ભારે સ્ટંટ બાજી સામે આવી

Tags :
childcoupleduringeducationhusbandininterestlessLifelostoverTalkTreatmentVadodara
Next Article