Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Delhi ના રસ્તા પર યુગલે Kiss કરતા કર્યો જોખમી સ્ટંટ, જુઓ વીડિયો

Video માં યુગલ જાહેર રસ્તા પર ફિલ્મી સ્ટંટ કરી રહ્યા પૂરપાટે જતી બાઈક પર યુવકને યુવતીએ કરી Kiss આ Video એક કાર ચાલકે પોતાના કેમેરામાં કેદ કર્યો Delhi Couple Viral Video : ફિલ્મોમાં દર્શાવવામાં આવેલા સ્ટંટને હકીકતમાં કરવા જતા...
delhi ના રસ્તા પર યુગલે kiss કરતા કર્યો જોખમી સ્ટંટ  જુઓ વીડિયો
Advertisement
  • Video માં યુગલ જાહેર રસ્તા પર ફિલ્મી સ્ટંટ કરી રહ્યા
  • પૂરપાટે જતી બાઈક પર યુવકને યુવતીએ કરી Kiss
  • આ Video એક કાર ચાલકે પોતાના કેમેરામાં કેદ કર્યો

Delhi Couple Viral Video : ફિલ્મોમાં દર્શાવવામાં આવેલા સ્ટંટને હકીકતમાં કરવા જતા પોતાનો જીવ જોખમમાં મૂકવો બરાબર છે. તેમ છતાં યુવાનો સોશિયલ મીડિયા પર વાયરલ થવા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના સ્ટંટ જાહેર સ્થળો પર કરતા હોય છે. ત્યારે અનેક યુવાનો અને યુવલો આ પ્રકારે સ્ટંટ કરતા હોય, તેવા Video પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. ત્યારબાદ પોલીસ આવા લોકોને કાયદાનું ભાન કરાવે છે. ત્યારે આવો જ Video ફરી એકવાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Video માં યુગલ જાહેર રસ્તા પર ફિલ્મી સ્ટંટ કરી રહ્યા

આ Video દિલ્હીના રસ્તા પરનો માનવામાં આવી રહ્યો છે. આ Video માં યુગલ જાહેર રસ્તા પર ફિલ્મી સ્ટંટ કરી રહ્યા છે. તો Video માં જોઈ શકાય છે કે, યુવક પૂરપાટે બાઈક ચલાવી રહ્યો છે. અને તેની સામેની તરફ યુવતી બેસેની તેને બાથમાં લઈ રહી છે. તે સમયે રસ્તા પર કાર અને ટ્રક પણ જોવા મળી રહ્યા છે. જેની વચ્ચેથી યુવક ઝડપથી બાઈક લઈને નીકળ્યો છે. આવા કિસ્સાઓમાં ગમખ્વાર અકસ્માત થઈ શકે છે. ત્યારે આ Video વાયરલ થતાની સાથે આ યુગલને સોશિયલ મીડિયા પર ભારે ટીકા કરવામાં આવી રહી છે. આ Video ની લંબાઈ 40 સેકન્ડ છે. જોકે Video માં બાઈકની નંબર પ્લેટ લાઈટ પડવાને કારણે જોઈ શકાતી નથી.

Advertisement

આ પણ વાંચો: આ ભારતીયને ટ્વિટર ચૂકવતું હતું 100 કરોડ, પછી આવ્યો Elon નામનો શનિ

Advertisement

પૂરપાટે જતી બાઈક પર યુવકને યુવતીએ કરી Kiss

તે ઉપરાંત આ Video સોશયિલ મીડિયા પર @GagandeepNews એ પોસ્ટ કર્યો છે. આ Video પોસ્ટ કરતાની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, પૂરપાટે જતી બાઈક પર યુગલ રોમાન્સના મૂડમાં, બાઈક ચલાવતા યુવકને યુવતીએ કરી Kiss, તો આ Viral Video માં દિલ્હીમાં આવેલા વિકાસપુરી ફ્લાઈઓવર જોવા મળી રહ્યો છે. જુઓ આ યુવાનોને ન કાનૂનનો ભય છે, ન પોતાના જીવની ચિંતા છે. માત્ર આ લોકોને આનંદ માણવો છે. તો આ Video ને 18 હજાર લોકોએ નિહાળ્યો છે. તે ઉપરાંત હજારો લોકોએ આ Video ને લાઈક પણ કર્યો છે.

આ Video એક કાર ચાલકે પોતાના કેમેરામાં કેદ કર્યો

જોકે આ Video એક કાર ચાલકે પોતાના કેમેરામાં કેદ કર્યો છે. ત્યારે @GagandeepNews એ કરેલા Video ના કોમેન્ટ સેક્શનમાં વિવિધ લોકોએ પોતાની મંતવ્યો જણાવ્યા છે. મોટાભાગના લોકોનું કહેવું આ પ્રકારના લોકોને એવી સજા આપવી જોઈએ કે, અન્ય યુવાનો પણ આ સ્ટંટ કરતા પહેલા 10 વાર વિચાર કરે. અન્ય લોકોનું કહેવું છે કે, આ લોકો સરાજાહેર અશ્વલીલતા ફેલાવે છે.

આ પણ વાંચો: નોકરી પર આ શિફ્ટમાં કામ કરતી મહિલાઓને સ્તન કેન્સર થવાની સંભાવના!

Tags :
Advertisement

Trending News

.

×