Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લ્યો કરો વાત.. ગેહલોત સરકારના મંત્રીએ કહ્યું ભગવાન રામ કરતા પણ મોટી રાહુલની પદયાત્રા

ગેહલોત સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી પરસાદી લાલ મીણા ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે...પરસાદી લાલ મીણાએ રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી હતી...તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી ભગવાન રામ કરતાં પણ વધુ ચાલશે..ભગવાન રામ અયોધ્યાથી પગપાળા શ્રીલંકા ગયા હતા..રાહુલ ગાંધી કન્યાકુમારીથી ચાલીને કાશ્મીર જશે.શિલાન્યાસ કાર્યક્રમમાં આપ્યું વિવાદિત નિવેદન મંત્રી પરસાદી લાલ મીણàª
લ્યો કરો વાત   ગેહલોત સરકારના મંત્રીએ કહ્યું ભગવાન રામ કરતા પણ મોટી રાહુલની પદયાત્રા
ગેહલોત સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી પરસાદી લાલ મીણા ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે...પરસાદી લાલ મીણાએ રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી હતી...તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી ભગવાન રામ કરતાં પણ વધુ ચાલશે..ભગવાન રામ અયોધ્યાથી પગપાળા શ્રીલંકા ગયા હતા..રાહુલ ગાંધી કન્યાકુમારીથી ચાલીને કાશ્મીર જશે.
શિલાન્યાસ કાર્યક્રમમાં આપ્યું વિવાદિત નિવેદન 
મંત્રી પરસાદી લાલ મીણાએ સોમવારે સાંજે 4 વાગ્યે દૌસામાં આ નિવેદન આપ્યું. લાલસોટ શહેરના બગડી ગામમાં સીએચસી બિલ્ડિંગ સહિત અનેક યોજનાઓનો શિલાન્યાસ કરતી વખતે તેઓ બોલી રહ્યા હતા. તેમણે ભારત જોડો યાત્રા માટે રાહુલ ગાંધીના ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે ભગવાન રામે પણ ત્રેતાયુગમાં વનવાસ દરમિયાન આટલી લાંબી યાત્રા કરી ન હતી..ભગવાન રામ અયોધ્યાથી શ્રીલંકા (Srilanka)  સુધી ચાલ્યા હતા. પરંતુ તેનાથી પણ મોટી વાત છે કે રાહુલ ગાંધી આ ઐતિહાસિક પદયાત્રામાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી પદયાત્રા કરી રહ્યા છે. 
મંત્રીએ કહ્યું કે દેશમાં સાંપ્રદાયિકતાનું વાતાવરણ સર્જાયું છે, જેમાં રાહુલ ગાંધી દેશને એક કરવાનું કામ કરવા જઈ રહ્યા છે. આટલી લાંબી પદયાત્રા ન ક્યારેય નીકળી છે ન ક્યારેય નીકળશે.
Advertisement
Tags :
Advertisement

.