ભરૂચના AIMIMના નગરસેવક સામે કાર્યવાહીની માંગ
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના AIMIMના નગરસેવક ફરી એક વાર વિવાદમાં આવ્યા છે. આ વખતે ભરૂચમાં નગર સેવક અધિકારીએ મહિલા કર્મચારી સાથે અભદ્ર વર્તન કર્યું હતું. પરસ્થિતિ વણસતાં અધિકારીઓનું મંડળ પ્રમુખના શરણે પહોંચ્યું હતું. મહિલા કર્મી સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યોભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ બોર્ડમાં જ AIMIMના નગરસેવકે ભ્રષ્ટાચારના મુદ્દે પ્રમુખની ખુરશી સુધી પહà
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના AIMIMના નગરસેવક ફરી એક વાર વિવાદમાં આવ્યા છે. આ વખતે ભરૂચમાં નગર સેવક અધિકારીએ મહિલા કર્મચારી સાથે અભદ્ર વર્તન કર્યું હતું. પરસ્થિતિ વણસતાં અધિકારીઓનું મંડળ પ્રમુખના શરણે પહોંચ્યું હતું.
મહિલા કર્મી સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો
ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ બોર્ડમાં જ AIMIMના નગરસેવકે ભ્રષ્ટાચારના મુદ્દે પ્રમુખની ખુરશી સુધી પહોંચી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર સીટી એન્જિનિયરની ઓફિસમાં અધિકારીને અભદ્ર શબ્દ બોલી તેમજ પોતાના વોર્ડની મહિલા કર્મચારીને અભદ્ર ભાષામાં શબ્દ કહ્યાં અંગેની ફરિયાદ બાદ AIMIM નગરસેવક સમગ્ર વિવાદમાંથી નીકળવા માટે અને બચવા માટે કોંગ્રેસના શરણે જઈ કોંગ્રેસમાં જોડાવા માટે તલપાપડ થતા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
બોર્ડના સભ્યોએ પણ ઉગ્ર વિરોધ કર્યો
AIMIMના નગરસેવકે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યા બાદ બોર્ડના સભ્યોએ પણ ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેઓ સામે પગલાં ભરવાની માંગ કરી હતી. પરંતુ બોર્ડમાં AIMIMના સભ્યએ માફી માગી લેતા વાતને રફેદફે કરવામાં આવી હતી. જે બાદ પણ તેઓ સતત વિવાદમાં રહ્યાં હતા.
AIMIM નગરસેવક અને કોંગ્રેસના નગરસેવક વચ્ચે મારામારીની ઘટના
કોંગ્રેસના નગરસેવક અને AIMIM નગરસેવક વચ્ચે મારામારીની ઘટનામાં બંને પક્ષોની સામ સામે ફરિયાદ B ડિવિઝનમાં નોંધાઈ હતી. બંને પક્ષોના જામીન પણ લેવાયા હતા અને આ વિવાદમાં વોર્ડના વિકાસના કામો રૂંધાયા હતા.કર્મચારી મંડળે નગર સેવક ફઈમ શેખ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અને છતાં પણ જો કોઈ કાર્યવાહી નહીં થાય તો કર્મચારી મંડળોએ ગાંધી ચિંધ્યા માર્ગે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.
આ પણ વાંચો-
સુખરામ રાઠવાના વિવાદિત નિવેદને કોંગ્રેસની આંતરિક જૂથબંધી ખુલ્લી પાડી, જુઓ કેવો બફાટ કર્યો
Advertisement