Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

40 જેટલાં છાત્રાલયો, શિક્ષણ સંકુલો અનેક વિદ્યાર્થીઓને જીવનઘડતરનો માર્ગ ચીંધે છે

વ્યક્તિ અને રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષણના મહત્ત્વથી પ્રમુખસ્વામી મહારાજ સુપરિચિત હતા. તેમાં પણ સંસ્કાર યુક્ત  શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે તેમણે વિરાટ કાર્ય આદર્યું હતું. બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાની વિશ્વસ્તરે ફેલાયેલી અનેક શિક્ષણસેવાઓ વિદ્યાર્થીઓમાં લક્ષણયુક્ત શિક્ષણનું સિંચન કરે છે. 1965માં વિદ્યાનગર ખાતે પ્રથમ છાત્રાલયની સ્થાપનારૂપી શિક્ષણપ્રવૃત્તિનું નાનું બ
40 જેટલાં છાત્રાલયો  શિક્ષણ સંકુલો અનેક વિદ્યાર્થીઓને જીવનઘડતરનો માર્ગ ચીંધે છે
વ્યક્તિ અને રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષણના મહત્ત્વથી પ્રમુખસ્વામી મહારાજ સુપરિચિત હતા. તેમાં પણ સંસ્કાર યુક્ત  શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે તેમણે વિરાટ કાર્ય આદર્યું હતું. બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાની વિશ્વસ્તરે ફેલાયેલી અનેક શિક્ષણસેવાઓ વિદ્યાર્થીઓમાં લક્ષણયુક્ત શિક્ષણનું સિંચન કરે છે. 1965માં વિદ્યાનગર ખાતે પ્રથમ છાત્રાલયની સ્થાપનારૂપી શિક્ષણપ્રવૃત્તિનું નાનું બીજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને વર્તમાનકાળે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં વિશાળ વટવૃક્ષ બની ગયું છે.
શિક્ષણ અને સંસ્કાર દિન
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અપાર પુરુષાર્થ અને આર્ષદૃષ્ટિથી BAPSના શિક્ષણ સંકુલો સંસ્કારયુક્ત શિક્ષણની જ્યોતિ ફેલાવે છે. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સ્થાપિત 40 જેટલાં છાત્રાલયો અને શિક્ષણ સંકુલો વર્ષે 22,500 કરતાં વધુ  વિદ્યાર્થીઓને  ઉજ્જ્વળ કારકિર્દી અને જીવનઘડતરનો માર્ગ ચીંધે છે.
આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં 55 જેટલી શાળાઓનું  નવનિર્માણ, 23 કરતાં વધુ શૈક્ષણિક સંકુલોમાં આર્થિક સહાય અને વર્ષે 5 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે. શિક્ષણ નગરી વિદ્યાનગરમાં 1965માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે BAPSની શિક્ષણસેવાઓની શરૂઆત કરી હતી.
સંધ્યા કાર્યક્રમ:
ભગવાનના ધૂન અને કીર્તન સાથે સાંજે 4.45 વાગ્યે કાર્યક્રમનો  શુભારંભ કરવામાં આવ્યો હતો. 
પૂ. આદર્શજીવન સ્વામી
BAPSના વિદ્વાન સંત પૂ. આદર્શજીવન સ્વામીએ ‘પ્રમુખ ચરિતમ’ વિષયક અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજના અભૂતપૂર્વ જીવન અને કાર્યને વર્ણવતા કહ્યું, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં 40 ફૂટ વ્યાસ ધરાવતો માળો રચવામાં આવ્યો છે જે "વસુધૈવ કુટુમ્બકમની" ભાવનાને ચરિતાર્થ કરે છે અને સાથે સાથે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા આપેલા એકતાના મૂલ્યોને ઉજાગર કરે છે કારણકે આખું વિશ્વ એ એક માળો, એક પરિવાર છે. પ્રમુખસ્વામી મહારાજ વૈશ્વિક ગુરુ હતા અને કોઈ પણ દેશના નાગરિકને તેમનું સાનિધ્ય ગમતું. તેમણે વિશ્વના તમામ લોકોને નાતજાતના ભેદભાવ જોયા વગર એક જ પરિવારના સભ્યની જેમ જોડે રહેવાનું શીખવ્યું.
પૂ. જ્ઞાનવત્સલ સ્વામી
BAPSના વિદ્વાન સંત પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ  ‘સંસ્કારયુક્ત શિક્ષણનો યજ્ઞ: પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન દ્વારા પ્રમુખસ્વામી મહારાજે કરેલ શિક્ષણસેવાઓ વિષે વક્તવ્ય આપ્યું. તેમણે જણાવ્યું, પ્રમુખસ્વામી મહારાજ હંમેશા કહેતા કે, " શિક્ષણ સંસ્કારયુક્ત હોવું જોઈએ, કારણકે લક્ષણયુક્ત શિક્ષણ હશે તે આપણું રક્ષણ કરશે અને લક્ષણ વગરનું શિક્ષણ એ ભક્ષણ કરશે.
પ્રમુખસ્વામી મહારાજે સંસ્કાર અને ચારિત્ર્યયુક્ત સમાજનું નિર્માણ કર્યું છે જે અન્યને પણ તે પથ પર ચાલવાની પ્રેરણા આપે છે. પ્રમુખસ્વામી મહારાજે સમાજને નિર્વ્યસની, પ્રામાણિક, સદાચારયુક્ત જીવન જીવવા માટેની  પ્રેરણા આપી છે. ઘરસભા દ્વારા બાળકોમાં સંસ્કારોનું સિંચન સારી રીતે થઈ શકે છે અને પ્રમુખસ્વામી મહારાજે ઘરસભાની અમૂલ્ય ભેટ આપીને સમાજ પર મોટો ઉપકાર કર્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.