Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot Gamezone Tragedy : અગ્નિકાંડને લઈ કોંગ્રેસનાં ધરણાં પ્રદર્શન, વિશાળ રેલીનું આયોજન

રાજકોટ અગ્નિકાંડ (Rajkot Gamezone Tragedy) મામલે આજે કોંગ્રેસ (Congress) દ્વારા ઘરણાં પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. આ ઘરણાં કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર (Geniben Thakor), કોંગ્રેસ નેતા અમિત ચાવડા, જેની ઠુમ્મર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને...
12:08 PM Jun 15, 2024 IST | Vipul Sen

રાજકોટ અગ્નિકાંડ (Rajkot Gamezone Tragedy) મામલે આજે કોંગ્રેસ (Congress) દ્વારા ઘરણાં પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. આ ઘરણાં કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર (Geniben Thakor), કોંગ્રેસ નેતા અમિત ચાવડા, જેની ઠુમ્મર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ આજે કોંગ્રેસ નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન થકી બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી (Commissioner's office) સુધી રેલીનું આયોજન કરાયું છે.

રાજકોટમાં કોંગ્રેસના ધરણાં પ્રદર્શન

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઈ આજે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં (Rajkot) વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠામાંથી (Banaskantha) કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ નેતા અમિત ચાવડા (Amit Chavda), જેની ઠુમ્મર (Jenny Thummar) સહિત અન્ય નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા છે. કોંગ્રેસ દ્વારા એક રેલીનું પણ આયોજન કરાયું છે જે બહુમાળી ભવન ચોકથી ( Bahumali Bhawan Chowk) પોલીસ કમિશનર કચેરી સુધી યોજાશે. માહિતી મુજબ, પ્રદર્શન દરમિયાન બનાસકાંઠા સાંસદ ગેનીબેન સહિત કોંગ્રેસના નેતાઓ ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોને પણ મળશે અને સાંત્વના પાઠવશે.

જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માગ

માહિતી છે કે કોંગ્રેસ દ્વારા પીડિત પરિવારોને જલદી ન્યાય મળે અને જવાબદારો સામે ઝડપી અને નિષ્પક્ષ કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ સાથે ધરણાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે રાજકોટની TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamezone Tragedy) માસૂમ બાળકો સહિત કુલ 27 લોકના મોત થયાં હતાં. આ મામલે સરકાર દ્વારા જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે. આ કેસમાં SIT, સુરત પોલીસ (Surat Police), ACB અને ક્રાઇમ બ્રાન્ચ સહિત વિવિધ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - AHMEDABAD : મહિલા હેડ કોન્સ્ટેબલની પુત્રી પર લગ્નની લાલચે દુષ્કર્મ

આ પણ વાંચો - AHMEDABAD : સાસરિયાઓથી કંટાળીને ત્રણ લોકોએ જીવન ટૂંકાવ્યુ

આ પણ વાંચો - Surat : સુરતનાં જહાગીરપુરામાં એક જ પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાત

Tags :
ACB and Crime BranchBahumali Bhawan ChowkBanaskanthaCongressCongress Leader Amit ChavdaGujarat FirstGujarati NewsJenny ThummarMP Geniben ThakorRajkot fire incidentRajkot GameZone TragedyRajkot TRP GameZoneSITSurat PoliceSurat Police Commissioner's office
Next Article