Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ચૂંટણી પહેલા રાજ્યના કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર, જેની ઠુંમરને ગુજરાત મહિલા કોંગ્રેસના નવા પ્રમુખ બનાવાયા

રાજ્યમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઇને હવે તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ આદરી દેવાઇ છે. ભાજપની સાથે આપ અને કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી જીતવા માટે કમર કસવામાં આવી છે. જેના ભાગ રુપે જ કોંગ્રેસ દ્વારા ગુજરાત રાજ્યના સંગઠનમાં વિવિધ ફેરફારો કર્યા છે. આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ગુજરાત મહિલા કોંગ્રેસને નવા પ્રમુખ મળયા છે. આ સિવાય ગુજરાત કોંગ્રેસે સોશિયલ મી
ચૂંટણી પહેલા રાજ્યના કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર  જેની ઠુંમરને ગુજરાત મહિલા કોંગ્રેસના નવા પ્રમુખ બનાવાયા
રાજ્યમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઇને હવે તમામ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ આદરી દેવાઇ છે. ભાજપની સાથે આપ અને કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી જીતવા માટે કમર કસવામાં આવી છે. જેના ભાગ રુપે જ કોંગ્રેસ દ્વારા ગુજરાત રાજ્યના સંગઠનમાં વિવિધ ફેરફારો કર્યા છે. આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ગુજરાત મહિલા કોંગ્રેસને નવા પ્રમુખ મળયા છે. આ સિવાય ગુજરાત કોંગ્રેસે સોશિયલ મીડિયા ટીમમાં પણ ધરખમ ફેરફાર કર્યો છે. 
Advertisement


મહિલા કોંગ્રેસના નવા પ્રમુખ
રવિવારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ દ્વારા સત્તાવાર જાહેરાત કરીને જેની ઠુંમરને ગુજરાત મહિલા કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. જેથી હવે જેની ઠુંમર ગાયત્રી બા વાઘેલાના સ્થાને પ્રદેશ મહિલા પ્રમુખ તરીકે જવાબદારી નિભાવશે. ઉલ્લેખનીય છે કે જેની ઠુંમર કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરના પુત્રી છે. જેની ઠુંમર આ પહેલા અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચુક્યા છે. જેની ઠુંમરની નિમણૂક અંગે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરીને માહિતિ આપવામાં આવી હતી.
સોશિયલ મીડિયાનું નવું માળખું
નવા મહિલા પ્રમુખ સિવાય બે દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયાનું નવું માળખું પણ રચવામાં આવ્યું છે. જેમાં રાજ્યના અલગ અલગ વિસ્તારના લગભગ 150 જેટલા કાર્યકર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાના નવા માળખા પ્રમાણે રાજ્યના તમામ જિલ્લાઓ તથા શહેરો માટે પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય જનરલ સેક્રેટરી, જિલ્લા પ્રમુખની પણ વરણી કરવામાં આવ છે. આ સિવાય નવા માળખા પ્રમાણે ૧૫ ઉપપ્રમુખ, ૩૦ મહામંત્રી, ૪૪ મંત્રી તથા ૬૦ એક્ઝીક્યૂટીવ કમિટી મેમ્બર જાહેર કરવામાં આવ્યા છે. 
Tags :
Advertisement

.