Rajkot Gamezone Tragedy : અગ્નિકાંડને લઈ કોંગ્રેસનાં ધરણાં પ્રદર્શન, વિશાળ રેલીનું આયોજન
રાજકોટ અગ્નિકાંડ (Rajkot Gamezone Tragedy) મામલે આજે કોંગ્રેસ (Congress) દ્વારા ઘરણાં પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. આ ઘરણાં કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર (Geniben Thakor), કોંગ્રેસ નેતા અમિત ચાવડા, જેની ઠુમ્મર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઈ આજે કોંગ્રેસ નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન થકી બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી (Commissioner's office) સુધી રેલીનું આયોજન કરાયું છે.
રાજકોટમાં કોંગ્રેસના ધરણાં પ્રદર્શન
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડને લઈ આજે કોંગ્રેસ દ્વારા રાજકોટમાં (Rajkot) વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠામાંથી (Banaskantha) કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, કોંગ્રેસ નેતા અમિત ચાવડા (Amit Chavda), જેની ઠુમ્મર (Jenny Thummar) સહિત અન્ય નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા છે. કોંગ્રેસ દ્વારા એક રેલીનું પણ આયોજન કરાયું છે જે બહુમાળી ભવન ચોકથી ( Bahumali Bhawan Chowk) પોલીસ કમિશનર કચેરી સુધી યોજાશે. માહિતી મુજબ, પ્રદર્શન દરમિયાન બનાસકાંઠા સાંસદ ગેનીબેન સહિત કોંગ્રેસના નેતાઓ ગેમઝોન અગ્નિકાંડના પીડિત પરિવારોને પણ મળશે અને સાંત્વના પાઠવશે.
Rajkot અગ્નિકાંડ મુદ્દે ગેનીબેન ઠાકોર રણ મેદાને | Gujarat First@RahulGandhi @GenibenThakor @AmitChavdaINC @shaktisinhgohil @INCGujarat #genibenthakor #Rajkot #FireIncident #Congress #Tragedy #Accident #SafetyFailures #EmergencyResponse #FireSafety #Investigation… pic.twitter.com/NrnjL0YfaR
— Gujarat First (@GujaratFirst) June 15, 2024
જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માગ
માહિતી છે કે કોંગ્રેસ દ્વારા પીડિત પરિવારોને જલદી ન્યાય મળે અને જવાબદારો સામે ઝડપી અને નિષ્પક્ષ કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગ સાથે ધરણાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે રાજકોટની TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot Gamezone Tragedy) માસૂમ બાળકો સહિત કુલ 27 લોકના મોત થયાં હતાં. આ મામલે સરકાર દ્વારા જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે. આ કેસમાં SIT, સુરત પોલીસ (Surat Police), ACB અને ક્રાઇમ બ્રાન્ચ સહિત વિવિધ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો - AHMEDABAD : મહિલા હેડ કોન્સ્ટેબલની પુત્રી પર લગ્નની લાલચે દુષ્કર્મ
આ પણ વાંચો - AHMEDABAD : સાસરિયાઓથી કંટાળીને ત્રણ લોકોએ જીવન ટૂંકાવ્યુ
આ પણ વાંચો - Surat : સુરતનાં જહાગીરપુરામાં એક જ પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાત