Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Lok Sabha elections : આજે BJP ના 8, Congress ના આ 4 ઉમેદવાર ભરશે ફોર્મ, વાંચો સંપૂર્ણ અહેવાલ

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે આજે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરશે. ભાજપના (BJP) 8 ઉમેદવાર જ્યારે કોંગ્રેસના (Congress) 4 ઉમેદવાર આજે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવશે. આ સાથે વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ ભાજપના ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરશે. વિધાનસભાની 2...
lok sabha elections   આજે bjp ના 8  congress ના આ 4 ઉમેદવાર ભરશે ફોર્મ  વાંચો સંપૂર્ણ અહેવાલ

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે આજે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરશે. ભાજપના (BJP) 8 ઉમેદવાર જ્યારે કોંગ્રેસના (Congress) 4 ઉમેદવાર આજે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવશે. આ સાથે વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ ભાજપના ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરશે. વિધાનસભાની 2 બેઠક પોરબંદર (Porbandar) અને વાઘોડિયા માટે ભાજપના ઉમેદવાર ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવશે.

Advertisement

BJP ના 8 ઉમેદવાર ફોર્મ ભરશે

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) માટે આજે ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) પાર્ટીના ઉમેદવારો ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવશે. પ્રાપ્ત માહિતી મુજબ, ભાજપના 8 ઉમેદવાર જેમાં અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ (Hasmukh Patel), પંચમહાલથી (Panchmahal) રાજપાલસિંહ, દાહોદથી જશવંતસિંહ ભાભોર, સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરા (Chandubhai Shihora), વલસાડથી ધવલ પટેલ, પોરબંદરથી (Porbandar) મનસુખ માંડવિયા, ભરૂચથી મનસુખ વસાવા અને દીવ દમણથી લાલુ પટેલ ઉમેદવારી ફોર્મ ભરશે. જ્યારે, વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પોરબંદર બેઠક માટે જ્યારે વાઘોડિયા બેઠક માટે ધર્મેન્દ્રસિંહ ઉમેદવારી ફોર્મ ભરશે.

Advertisement

પોરબંદર લોકસભા, વિધાનસભા બેઠક માટે ફોર્મ ભરાશે

ઉલ્લેખનીય છે કે, પોરબંદર લોકસભામાંથી મનસુખ માંડવિયાને (Mansukh Mandaviya) ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. જ્યારે વિધાનસભા બેઠક માટે પાર્ટીએ અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) પર વિશ્વાસ દાખવ્યો છે. બંને નેતાઓ 12.39 નાં વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. માહિતી મુજબ, નામાંકન પહેલા બંને નેતાઓ સુદામા ચોક ખાતે વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપશે અને જન સંપર્ક સાધશે. આ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ (CR Patil) પણ ઉપસ્થિત રહેશે.

કોંગ્રેસના આ ઉમેદવારો ફોર્મ ભરશે

બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો પાર્ટીના 4 ઉમેદવાર ફોર્મ ભરશે. સુરેન્દ્રનગરથી (Surendranagar) ઋત્વિક મકવાણા, બનાસકાંઠાથી (Banaskantha) ગેનીબેન ઠાકોર (Ganiben Thakor), જામનગરથી (Jamnagar) જે.પી. મારવીયા અને બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી ફોર્મ ભરીને ઉમેદવારો નોંધાવશે. પ્રાપ્ત માહિતી મુજબ, કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણા આજે સવારે 11.30 કલાકે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરશે. દરમિયાન, ઋત્વિકભાઈના સમર્થનમાં શહેરનાં બસ સ્ટેન્ડ રોડથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રોડ શૉનું આયોજન છે. જ્યારે, ફોર્મ ભર્યા બાદ વઢવાણ રોડ પર કોંગ્રેસનાં ઉમેદવારની જાહેર સભા પણ યોજાશે, જેમાં પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

Advertisement

ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં જન સભા, રોડ શૉનું આયોજન

બીજી તરફ સરેન્દ્રનગરથી (Surendranagar) બીજેપીના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા પણ આજે બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નામાંકન ફોર્મ ભરશે. ચંદુભાઈ શિહોરાનાં સમર્થનમાં શહેરનાં મેળાનાં મેદાન ખાતે સવારે 10.30 કલાકે ભાજપની સભા પણ યોજાશે, જેમાં કેબિનેટ મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, કુવરજીભાઈ બાવળીયા (Kuvarjibhai Bavlia) સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. મેળાનાં મેદાનથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રોડ-શૉ યોજાયા બાદ ઉમેદવારી ફોર્મ ભરશે.

આ પણ વાંચો - VADODARA : ભાજપ-કોંગ્રેસના લોકસભા ઉમેદવાર સામસામે આવતા ખેલદિલી છલકાઇ

આ પણ વાંચો - BJP એ જાહેર કરી 40 સ્ટાર પ્રચારકોની યાદી, ગુજરાતના આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

આ પણ વાંચો - Rajkot Kshatriya Community: ટિકિટ રદને લઈ 19 માર્ચ સુધીનું અલ્ટીમેટમ, નહીંતર ક્ષત્રિયો મહાસંગ્રામ માટે સજ્જ

Tags :
Advertisement

.