Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Assembly by-election: ભાજપમાં આવેલા ચાર કોંગ્રેસી ધારાસભ્યોનો થયો વિજય

Assembly by-election: વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ તમામ બેઠકો પર ભાજપનો પરચમ યથાવત જોવા મળ્યો છે. ખાસ કરીને પોરબંદરની વાત કરવામાં આવે તો પોરબંદર વિધાનસભા બેઠક પર અત્યારે બીજેપીના...
assembly by election  ભાજપમાં આવેલા ચાર કોંગ્રેસી ધારાસભ્યોનો થયો વિજય
Advertisement

Assembly by-election: વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આ તમામ બેઠકો પર ભાજપનો પરચમ યથાવત જોવા મળ્યો છે. ખાસ કરીને પોરબંદરની વાત કરવામાં આવે તો પોરબંદર વિધાનસભા બેઠક પર અત્યારે બીજેપીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની ભવ્ય જીત થઈ છે. વિગતે વાત કરવામાં આવે તો આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને માત્ર 16096 મત મળ્યા છે, જ્યારે બીજેપીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 13,1854 મત મળ્યા આથી અર્જુન મોઢવાડિયા 11,5758 મતોની લીડથી જીત્યા છે.

માણાવદર વિધાનસભા બેઠક પરથી ભાજપની થઈ જીત

આ સાથે વિધાનસભાની પેટા ચૂંટણીમાં માણાવદર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીં પણ ભાજપનો વિજય થયો છે. વિગતે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદ લાડાણીને 82,017 તો કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગરને 51,001 મત મળ્યાં છે. જેથી આ બેઠક પર ભાજપના ઉમેદવારની 31,016 મતના લીડ સાથે ભવ્ય જીત થઈ છે.

Advertisement

વિજાપુર વિધાનસભા પરથી સી.જે ચાવડાની જીત થઈ

વિધાનસભા ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો વિજાપુર બેઠક પર મતદાન યોજાયું હતું. આ પેટા વિધાનસભા ચૂંટણીમાં સી.જે ચાવડાની જીત થઈ છે. તમને જણાવી દઇએ કે, વિજાપુર વિધાનસભા બેઠક પર સી.જે ચાવડાની ભવ્ય જીત થઈ છે. ખાસ વિગતે વાત કરવામાં આવે તો, સી.જે ચાવડાની 54 હજાર મતો સાથે જીત થઈ છે. આ બેઠક પર સી.જે ચાવડાને 1,00,641 મતો મળ્યા હતા. જ્યારે સામેલ દિનેશ પટેલને 44,413 મત મળ્યા હતા. જેથી આ બેઠક પર સી.જે ચાવડાની 56,228 મતાના લીડ સાથે જીત થઈ છે.

Advertisement

ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,21,265 મત મળ્યા

ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થવાના આરે છે. તમને જણાવી દઇએ કે, વાધોડિયા વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. વિગતે વાત કરવામાં આવે તો આ બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 1,21,265 મત મળ્યા છે. તો સામે કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 42,500 મત મળ્યાં છે. આ સાથે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની 78,765 મતોથી ભવ્ય જીત છે. નોંધનીય છે કે, વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.

ભાજપે ખંભાતમાંથી 38,328 ની લીડ સાથે જીત મેળવી

ખંભાત વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો અહીં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. અહીં ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. નોંધનીય છે કે, આ બેઠક પરથી તેમને 88,457 મતો સાથે 38,328 ની લીડ સાથે જીત મેળવી છે. આ સાથે કોંગ્રેસની વાત કરવામાં આવે તો મહેન્દ્રસિંહ પરમારને 50,129 મત મળ્યા છે. જ્યારે વિપક્ષના ઉમેદવાર મહિપાલસિંહ ચૌહણને 15,816 અને મનુભાઈ વણકરને માત્ર 806 મત મળ્યા હતા.

આ પણ વાંચો: Porbandar: ફરી એકવાર પોરબંદરની જનતાએ અર્જુન મોઢવાડિયાને પસંદ કર્યા, થઈ ભવ્ય જીત

આ પણ વાંચો: Dharmendrasinh Vaghela: વાઘોડિયા બેઠક પર ભાજપની 78 હજાર મતની લીડ સાથે ભવ્ય જીત.

આ પણ વાંચો: Vijapur: વિધાનસભામાં ભાજપનો પરચમ યથાવત, વિજાપુરમાં સી.જે ચાવડાની જીત

આ પણ વાંચો: Arvind Ladani: પોરબંદર અને વાઘોડિયા સહિત માણાવદરમાં પણ ભાજપે કર્યો કેસરિયા, અરવિંદ લાડાણીની ભવ્ય વિજય

Tags :
Advertisement

Trending News

.

×