Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Vidhan Sabha : શિક્ષણ વ્યવસ્થાને લઈને ગેનીબેન ઠાકોરે કહી આ વાત...

Gujarat Vidhan Sabha 2024: ગુજરાત વિધાનસભામાં (Gujarat Vidhan Sabha) અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, વર્ષ 2024-25નું ગુજરાત સરકારે બજેટ પણ રજૂ કરી દીધુ છે, અને અત્યારે ચર્ચાનો દૌર યથાવત છે. બજેટ સત્રમાં હાલમાં જ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે (Geniben...
01:35 PM Feb 08, 2024 IST | Hiren Dave
Geniben Thakor

Gujarat Vidhan Sabha 2024: ગુજરાત વિધાનસભામાં (Gujarat Vidhan Sabha) અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, વર્ષ 2024-25નું ગુજરાત સરકારે બજેટ પણ રજૂ કરી દીધુ છે, અને અત્યારે ચર્ચાનો દૌર યથાવત છે. બજેટ સત્રમાં હાલમાં જ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે (Geniben Thakor ) પોતાનું ભાષણમાં સરકારની કામગીરીને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે

 

ગુજરાત વિધાનસભા ગેનીબેન ઠાકોરે શું  કહ્યું 

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભૂપેન્દ્ર પટેલ સરકારની કામગીરીને લઇને સવાલો ઉઠાવ્યા છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આજે બજેટની પૂરક માગણીની ચર્ચા દરમિયાન સરકાર પર નિશાન તાક્યુ, તેમને કહ્યું કે, રાજ્યમાં નવા બ્રિજ અને બની રહેલા બ્રિજ પડી જાય છે અને લોકોના મૃત્યુ થયા છે.

સચિવોએ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં ભણાવવા જોઈએ : ગેનીબેન ઠાકોરે

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું  કે ,રાજ્યની સરકારી કચેરીઓના મકાનો જર્જરિત છે, કેટલાક તો બંધ કર્યા છે, રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા સાવ પડી ભાંગી છે, પૂરતા ઓરડા અને શિક્ષકો શાળાઓમાં નથી, તેમને કહ્યું કે, રાજ્યમાં શિક્ષણમા સુધારો લાવવો જરૂરી છે. ગેનીબેન ઠાકોરે જણાવ્યુ કે, રાજ્યના તમામ 182 ધારાસભ્યો, સચિવો અને તમામે પોતાના બાળકોને સરકારી શાળાઓમાં ભણાવવા જોઈએ. જો આપણને જ એમા ભરોસો નહીં હોય તો સુધારો ક્યારે આવશે. આ ઉપરાંત ગેનીબેન ઠાકોરે સરકારની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

 

આ  પણ  વાંચો  - Gujarat Police : મૌલાનાના ‘ભડકાઉ ભાષણ’થી ગુપ્તચર તંત્રની પોલ ખુલી

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Budgetbudget 2024CongressCongress MLAGeniben ThakorGeniben Thakor AttackGujarat GovtGujarat Vidhan SabhaMLAMLA Geniben ThakorVidhan SabhaVidhan Sabha 2024
Next Article