Gujarat Congress : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક મોટા ઝટકા! હવે આ નેતાઓએ કર્યાં કેસરિયા
લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા રાજ્યમાં કોંગ્રેસ પક્ષ (Gujarat Congress) માટે પરિસ્થિતિ સતત વણસી રહી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, એક પછી એક પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ પક્ષપલટો કરી અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યા હોય તેવા સમાચાર આવી રહ્યા છે. ત્યારે હવે, દાહોદમાં (Dahod) ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની (CR Patil) ઉપસ્થિતિમાં લીમખેડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને તેમના પરિવારના સભ્યો સહિત અનેક કાર્યકર્તાઓએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ત્યારે, બનાસકાંઠામાં (Banaskantha) પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કોંગ્રેસના પૂર્વ આગેવાનો ભાજપમાં જોડાયા છે.
Dahodમાં BJP પ્રદેશ અધ્યક્ષ CR પાટીલનું સંબોધન | Gujarat First@CRPaatil @BJP4Gujarat @INCGujarat #dahod #crpatil #bjp #LoksabhaElection2024 #congress #gujaratfirst pic.twitter.com/eVGw1nKjK4
— Gujarat First (@GujaratFirst) April 8, 2024
લીમખેડા વિધાનસભાના કોંગ્રેસ ઉમેદવાર ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણીનાં પ્રચારને લઈ આજે દાહોદના ઝાલોદ (Jhalod) ખાતે બીજેપીના (BJP) તમામ બુથ કાર્યકર્તાઓનું વિશેષ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ (CR Patil) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, કોંગ્રેસના અનેક કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો હતો. પૂર્વ IAS, IPS, કલાસ વન અધિકારીઓ તેમ જ પૂર્વ પોલીસકર્મી ભાજપમાં (BJP) જોડાયા હતા. માહિતી મુજબ, લીમખેડા (Limkheda) વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બી.એમ.ગોંદિયા (BM Gondia) અને તેમના પરિવારે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યક્રમમાં સી.આર.પાટીલે કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં 20 બેઠકો પર 5 હજારથી ઓછા મતથી હાર્યા હતા. હવે આ ભૂલ લોકસભાની ચૂંટણીમાં કરવાની નથી. તમામ બેઠકો 5 લાખથી વધુની સરસાઇથી જીતવાની છે. CR પાટીલે કહ્યું કે, ચૂંટણી જીતવામાં પેજ કમિટીનો (page committee) મહત્ત્વનો ફાળો હોય છે. એક પેજ પર 30 સભ્યો હોય છે. એક સભ્ય પોતાના ઘરમાંથી ત્રણ સભ્યોને ભાજપ તરફી મતદાન કરાવે.
Tharadમાં CM ભુપેન્દ્ર પટેલનું સંબોધન । Gujarat First@Bhupendrapbjp @BJP4Gujarat #tharad #bjp #cmbhupendrapatel #loksabhaelection2024 #gujaratfirst pic.twitter.com/tefysLBVMq
— Gujarat First (@GujaratFirst) April 8, 2024
કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડનારના કેસરિયા
બીજી તરફ આજે બનાસકાંઠાના થરાદ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીની હાજરીમાં વર્ષ 2017 માં કોંગ્રેસમાંથી (Gujarat Congress) વિધાનસભાની ચૂંટણી લડનાર ડી.ડી. રાજપૂત (D.D.Rajput) ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે કોંગ્રેસના કેટલાક પૂર્વ આગેવાનોએ પણ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. અલ્પેશ જોશી, ધીરજસિંહ ચૌહાણ સહિત કોંગ્રસના પૂર્વ કાર્યકરોએ કેસરિયા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગેનીબેનને (Ganiben) વિજયી બનાવવામાં રાજપૂત સમાજના મત નિર્ણાયક છે ત્યારે ડી.ડી. રાજપૂત ભાજપમાં જોડાતા ગેનીબેનને નુકસાન થવાની વકી છે.
આ પણ વાંચો - BK : કોંગ્રેસના નેતા ભ્રામક પ્રચાર કરતા પકડાયા,જુઓ VIDEO
આ પણ વાંચો - BARDOLI : પ્રદેશ અધ્યક્ષ C R PATIL એ બુથ પ્રમુખોને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન
આ પણ વાંચો - VADODARA : કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જશપાલસિંહ પઢીયારના ચૂંટણી પ્રચારની શરૂઆત