Dwarka : ખંભાળિયામાં વીજળી પડતા એકનું મોત, ગોમતી ઘાટ પર પોલીસ બંદોબસ્ત
રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગર (Bhavnagar), બોટાદ, પોરબંદર, રાજકોટ (Rajkot), દ્વારકા, અમરેલી સહિત સૌરાષ્ટ્રનાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે દ્વારકા (Dwarka) જિલ્લાના વિવિધ તાલુકામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ખંભાળિયા તાલુકામાં વીજળી પડતા એકનું મોત થયું હોવાની માહિતી છે.
ખંભાળિયામાં વીજળી પડતા એકનું મોત
દ્વારકામાં ખંભાળિયા (Khambhaliya), વિંજલપર, કેશોદ, ઠાકર શેરડી, ભાડથર અને ભીંડા સહિતના વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. માહિતી છે કે, ખંભાળિયા તાલુકાના કેશોદ સિમ વિસ્તારમાં શ્રમિક 50 વર્ષીય બાલુભાઈ આવડનું વીજળી પડતા મોત થયું છે. આ મામલે સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પી.એમ. અર્થે ખંભાળિયા હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ખંભાળિયા તાલુકામાં વીજળી પડતા એકનું મોત
ગોમતી ઘાટ પર પોલીસનો બંદોબસ્ત
ઉપરાંત, દ્વારકામાં (Dwarka) કલ્યાણપુર, રાજપરા, ચૂર, ધતુરિયા પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કલ્યાણપુર (Kalyanpur) તાલુકાના ભાટિયા ગામમાં વરસાદી પાણી વહેતા થયા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે દ્વારકાનો દરિયો પણ વરસાદ પગલે તોફાની બન્યો છે. માહિતી મુજબ, ગોમતી ઘાટ (Gomti Ghat) પાસે યાત્રિકોની સલામતીને ધ્યાને રાખી પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. આ સાથે ગોમતી ઘાટ પર લોકોની અવર જવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ પણ વાંચો - Gujarat Rain Update: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ, જાણો કેવી છે આગાહી
આ પણ વાંચો - JAMNAGAR : પાંચ તાલુકાઓમાં વરસાદ બન્યો આફત, 4 ના મોત
આ પણ વાંચો - રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી