Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Keshod ફાયર વિભાગ ઘોર નિંદ્રામાં! શહેરમાં અનેક બહુમાળી બિલ્ડીંગમાં NOC જ નથી

Keshod: કેશોદ ફાયર વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે. કેશોદ શહેસમાં અસંખ્ય બહુમાળી બિલ્ડીંગ NOC વગરના હોય દુઘર્ટના સમયે પાલિકા અને ફાયર વિભાગ અરસ પરસ સંકલનનો અભાવ હોય બંને વિભાગ જવાબદારીથી છટકવાના મૂંડમાં હોય તેવું જોવા મળી રહ્યું છે....
keshod ફાયર વિભાગ ઘોર નિંદ્રામાં  શહેરમાં અનેક બહુમાળી બિલ્ડીંગમાં noc જ નથી

Keshod: કેશોદ ફાયર વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે. કેશોદ શહેસમાં અસંખ્ય બહુમાળી બિલ્ડીંગ NOC વગરના હોય દુઘર્ટના સમયે પાલિકા અને ફાયર વિભાગ અરસ પરસ સંકલનનો અભાવ હોય બંને વિભાગ જવાબદારીથી છટકવાના મૂંડમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. જયારે હોટલ અને રેસ્ટોરા અંગે કાર્યવાહી ન કરાતાં ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યાં છે.

Advertisement

વહીવટી તંત્રના અનેક છબરડાઓ બહાર આવ્યા

નોંધનીય છે કે, રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં આગની ઘટનાના પગલે વહીવટી તંત્રના અનેક છબરડાઓ બહાર આવી રહ્યાં છે. જેના પગલે સરકાર સફાળી જાગી છે અને આગ જેવી ઘટનામાં લોકોનો બચાવ થાય તે માટે સમગ્ર રાજયમાં ફાયર સેફ્ટીને લઈ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં તંત્રની અનેક જગ્યાએ પોલ ખુલી રહી છે. આવા સંજોગોમાં કેશોદ શહેરનું ફાયર વિભાગ ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. પાલિકા અને ફાયર વિભાગમાં સંકલનનો અભાવ હોય કેશોદ શહેરમાં 90 જેટલી બહુમાળી બિલ્ડિંગ NOC વગરની ભગવાન ભરોસે ઉભી છે.

માત્ર ચાર બહુમાળી બિલ્ડીંગને જ ફાયર વિભાગે NOC આપી

મળતી વિગતો પ્રમાણે આવા બાંધકામોમાં ફાયર વિભાગે માત્ર ચાર બહુમાળી બિલ્ડીંગને જ એનઓસી આપી છે. જે બિલ્ડીંગ પાસે NOC નથી તેવા બાંધકામોને ચાર કે તેથી વધુ વખત નોટિસ આપી ફાયર વિભાગે સંતોષ માની લીધો છે. એવી જ રીતે કેશોદ (Keshod) શહેરમાં આવેલ હોટેલ અને રેસ્ટોરા પણ ફાયર એનઓસી વિના ધમધમી રહ્યા છે. હવે જયારે NOC બાદ જ પાલિકા કમ્પલીશન સર્ટીફિકેટ આપી શકે તેવા સંજોગો વચ્ચે ફાયર વિભાગની કામગીરીની જવાબદારી પાલિકાની ન હોય તેવું કહી ચીફ ઓફિસર કોઈ મોટી જાનહાની થાય તો કોની જવાબદારી? તે અંગે સ્પષ્ટતાં કરતાં ન હોય બંને વિભાગ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે.

Advertisement

કોઈ મોટ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની?

બહુમાળી બિલ્ડીંગ તેમજ રેસ્ટોરન્ટમાં કોઈ મોટ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની? તે અંગે અનેક સવાલો થઈ રહ્યાં છે. અત્યારે ફાયર વિભાગ ઘોર નિંદ્રામાંથી જાગે અને બહુમાળી ઇમારતો સહિત જયાં લોકોની સુરક્ષાની જરૂરિયાત ત્યાં કાર્યવાહી કરે તેવી બાર એસોસિયન પ્રમુખ સહિત તજજ્ઞો માંગ કરી રહ્યાં છે. મળતી જાણકારી પ્રમાણે કેશોદમાં 90 થી વધુ બહુ માળી બિલ્ડિંગ ફાયર NOC વિના ચાલી રહીં છે. ફાયર વિભાગ દ્વારા ફક્ત ચાર બહુમાળી બિલ્ડીંગ ને જ NOC આપવામાં આવી છે.

આ પણ વાંચો: Rajkot TRP અગ્નિકાંડમાં મોટો ખુલાસો, SITની તપાસમાં સામે આવી ગંભીર હકીકત

આ પણ વાંચો: Rajkot: 50 ડિગ્રી તાપમાન પણ સહન નથી થતું ત્યાં 800 ડિગ્રી ગરમીનું નિર્માણ થયું હતું!

આ પણ વાંચો: Vadodara: શું હજી પણ અગ્નિકાંડની રાહ જોવાય છે? સયાજી હોસ્પિટલ પાસે ફાયર NOC જ નથી

Advertisement
Tags :
Advertisement

.