Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Drugs in Gujarat : ડ્રગ્સ માફિયાઓનાં મનસૂબાને ધ્વસ્ત કરતી ગુજરાતની તપાસ એજન્સીઓ, વાંચો અહેવાલ

Drugs in Gujarat : ગુજરાતમાં ડ્રગ્સ, ગાંજા સહિતના માદક પદાર્થોની હેરાફેરી કરનારાઓ સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. વિવિધ દેશોમાંથી માદક પદાર્થોની રાજ્યમાં હેરાફેરી કરવા માટે માફિયાઓ અલગ-અલગ મોડસ ઓપરેન્ડ અપનાવી રહ્યાં છે. ગુજરાતના દ્વારકા (Dwarka), કચ્છ (Kutch) સહિતનાં...
drugs in gujarat   ડ્રગ્સ માફિયાઓનાં મનસૂબાને ધ્વસ્ત કરતી ગુજરાતની તપાસ એજન્સીઓ  વાંચો અહેવાલ

Drugs in Gujarat : ગુજરાતમાં ડ્રગ્સ, ગાંજા સહિતના માદક પદાર્થોની હેરાફેરી કરનારાઓ સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. વિવિધ દેશોમાંથી માદક પદાર્થોની રાજ્યમાં હેરાફેરી કરવા માટે માફિયાઓ અલગ-અલગ મોડસ ઓપરેન્ડ અપનાવી રહ્યાં છે. ગુજરાતના દ્વારકા (Dwarka), કચ્છ (Kutch) સહિતનાં દરિયાકાંઠા વિસ્તારમાંથી ડ્રગ્સ, ચરસ અને ગાંજા સહિતનાં નશીલા પદાર્થનો જથ્થો વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા સતત જપ્ત કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad City Crime Branch) અને કસ્ટમ વિભાગની સંયુક્ત કામગીરીએ ફરી એકવાર ગુજરાતને બદનામ થતાં બચાવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વખત કરોડો રૂપિયાનું ડ્રગ્સ ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે ઝડપી પાડ્યું છે. કેટલું ડ્રગ્સ (Drugs) અને કેવી રીતે પકડાયું આ લિક્વિડ અને હાઈબ્રિડ ગાંજો જુઓ આ અહેવાલ...

Advertisement

ગુજરાત પોલીસ ડ્રગ્સ માફિયા સામે હંમેશા લડત આપી રહી છે. ત્યારે વધુ એક વખત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફોરેન પોસ્ટ ઓફિસ (Foreign Post Office) ખાતેથી રૂ. 3.48 કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) અને ક્રાઈમ બ્રાંચ દ્વારા અગાઉ હાઈબ્રિડ ગાંજો (hybrid ganja) અને ડ્રગ્સ લેતા આરોપીઓની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. આ સાથે ગુજરાતનાં લગભગ 15 કરતાં વધારે બાળકોની પૂછપરછ હાથ ધરી હતી અને સાથે રાજ્ય બહાર દિલ્હી (Delhi), મુંબઈ (Mumbai) અને બેંગલોર (Banglore) ખાતેનાં બાળકોનું પણ કાઉન્સલિંગ કરવામાં આવ્યું અને મહત્ત્વની કડીઓ મળી કે અમદાવાદ ફોરેન પોસ્ટ ઓફિસ ખાતેથી મોટી માત્રામાં ડ્રગ્સ આવી રહ્યું છે.

Advertisement

બાળકોનાં રમકડાંમાંથી કરોડોનો હાઈબ્રિડ-લિક્વિડ ગાંજો મળ્યો

ભરત પટેલ, ACP, ક્રાઈમ બ્રાન્ચનાં જણાવ્યા મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 10 કલાક કરતાં વધારે સમયમાં શહેર પોલીસનાં ડોગ સ્કોડ સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે પોસ્ટ ઓફિસ ખાતે હજારોની સંખ્યામાં પાર્સલ પડ્યા હતા અને તેમાંથી 58 જેટલા પાર્સલ અલગ કરવામાં આવ્યા અને તેની એક બાદ એક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં બાળકોનાં રમકડામાંથી BABY BOOTIES, BABY DIPPER OUTLET PLUGS, TEETHER TOY, રમકડાંનું જેટ વિમાન, ટ્રક, રમકડાંની ટૂલ કીટ, સ્પાઇડર મેન બોલ, સ્ટોરી બુક, ફોટો ફ્રેમ, ચોકલેટ, જેકેટ, લેડીઝ ડ્રેસ, GINO S PIZZA, લંચ બોક્ષ, વિટામિન કેન્ડી, સ્પીકર અને એન્ટિક બેગમાંથી રૂ. 3.48 કરોડનો હાઈબ્રિડ અને લિક્વિડ ફોરમમાં ગાંજો મળી આવ્યો હતો.

58 પાર્સલ UK, US, કેનેડાથી આવ્યા, વાલીઓને અપીલ

ભરત પટેલ (Bharat Patel), ACP, ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, અમદાવાદ શહેર પોલીસનાં ડોગ સ્કોડ દ્વારા અલગ રાખેલા 58 પાર્સલ UK, US અને કેનેડા ખાતેથી આવ્યા હતા. તમામ પાર્સલ ગુજરાત અને મહારાષ્ટ્ર (Maharashtra) ખાતે 15થી 17 વર્ષીય બાળકો દ્વારા મંગાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ ગાંજાની કિંમત વધુ હોવાથી મોટા ઘરના બાળકો સોશિયલ મીડિયાનાં માધ્યમથી ડાર્ક વેબ (Dark Web) પરથી ક્રિપ્ટો કરન્સી (Crypto currency) મારફતે મંગાવ્યું હોવાની માહિતી મળી છે. અત્યાર સુધીમાં અમદાવાદ, વડોદરા (Vadodara), સુરત, રાજકોટ (Rajkot )અને ભાવનગર સહિતના લગભગ 15 કરતા વધારે બાળકોનું કાઉન્સિલગ કરતા આ મોડેસ ઓપરેન્ડી સામે આવી છે. આ સમગ્ર કેસમાં દિલ્હી, મુંબઈ, બેંગલોર અને અમદાવાદનાં ડ્રગ્સ પેડલરોની માહિતી સામે આવી છે. આગામી સમયમાં એ તમામ ડ્રગ્સ માફિયા સામે પણ કાર્યવાહી કરવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ વાલીઓને એક અપીલ કરવામાં આવી રહી છે તમે તમારા બાળકો સામે પણ ધ્યાન આપો અને આ પ્રકારના દુષણોથી દૂર રાખો.

Advertisement

ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ડામવા સરકારનું અભિયાન

રાજ્યનાં દરિયાકાંઠાથી ડ્રગ્સની હેરાફેરીને (Drugs in Gujarat) રોકવા માટે વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. દ્વારકા (Dwarka) અને કચ્છ (Kutch) જિલ્લાનાં દરિયાકાંઠેથી મોટા પ્રમાણમાં માદક પદાર્થ પકડાય છે. વિવિધ દેશમાંથી ડ્રગ્સ પેડલરો ભારતમાં માદક પદાર્થની હેરાફેરી કરવા માટે દ્વારકા અને કચ્છનાં દરિયાકાંઠાનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે અહીં પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, નાર્કોટિક્સ (Narcotics) સહિત વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરી ડ્ર્ગ્સ પેડલરોનાં મનસૂબાને સતત ધ્વસ્ત કરવામાં આવે છે. જણાવી દઈએ કે છેલ્લા એક મહિનામાં દ્વારકાનાં દરિયાકાંઠા પરથી 123 કિલો ચરસનો જથ્થો જપ્ત કરાયો છે, જેની કિંમત રૂ. 61 કરોડ સુધીની છે. દ્વારકાનાં વરવાળા, ગોરિંજા વાચ્છું, બરડિયા, મોજપનાં દરિયા કિનારે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, ડ્રોન દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરી 61 કરોડનો બિનવારસી ચરસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

કચ્છાનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓનું એપી સેન્ટર!

કચ્છની વાત કરીએ તો કચ્છનો દરિયો ડ્રગ્સની હેરાફેરીનું એપી સેન્ટર બન્યું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં અલગ-અલગ એજન્સીઓના સર્ચ દરમિયાન 210 ડ્રગ્સનાં પેકેટ મળી આવ્યા છે. આ 210 પેકેટોમાં ચરસ, હેરોઇન અને મોરફિનનો સમાવેશ છે. માહિતી મુજબ, કચ્છનાં માંડવીથી કોટેશ્વરનાં દરિયાઈ વિસ્તારમાંથી એક કિલો ચરસનાં પેકેટ મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત 50 લાખ રૂપિયા છે. ઉપરાંત, હેરોઈનનાં 1 કિલોનાં પેકેટ કે જેની અંદાજિત કિંમત 5 કરોડ રૂપિયા છે મળી આવ્યા છે. આમ, માત્ર એક જ મહિનામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું (Drugs in Gujarat) છે. ઉપરાંત, કચ્છના જખૌ, ક્રિક, માંડવી, અબડાસામાંથી છેલ્લાં 15 દિવસમાં નશીલા પદાર્થના 200 થી વધુ પેકેટ જપ્ત છે. જ્યારે એક સપ્તાહમાં 129 પેકેટ તો જખૌ નજીકથી પકડાયાં હતાં.

પોરબંદરમાંથી 2 મહિનામાં 3400 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયું

પોરબંદરમાં (Porbandar) પણ અરબી સમુદ્ર ડ્રગ્સની હેરાફેરીનું માધ્યમ બન્યો છે. અરબી સમુદ્રમાંથી છેલ્લા 2 મહિનામાં 3400 કિલોથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે. ATS, NCB, NEVY અને કોસ્ટગાર્ડને (Coastguard) સહિતની વિવિધ એજન્સીઓને મળેલા ઈનપુટને આધારે હાથ ધરેલા ઓપરેશનમાં અત્યાર સુધી મેથામ્ફેટામાઇન, મોર્ફિન તથા ચરસ સહિતનો મસમોટો જથ્થો ઝડપી પડાયો છે, જેની કિંમત 2000 કરોડથી વધુની હોવાનું કહેવાયું હતું.

અહેવાલ :

પ્રદીપ કચિયા, અમદાવાદ
કિશન ચૌહાણ, પોરબંદર
ધર્મેશ ઉપાધ્યાય, દ્વારકા
કૌશિક છાયા, કચ્છ

આ પણ વાંચો-Kutch : સુરક્ષા એજન્સીઓની ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ, 12 દિવસમાં ઝડપ્યું આટલું ચરસ

આ પણ વાંચો- Ahmedabad : નરોડામાં રૂંવાડા ઊભા કરે એવી ઘટના, લગ્ન પહેલા જ સાસરિયાંએ યુવતીનો જીવ લીધો!

આ પણ વાંચો- Reborn Story: ‘પહેલે મેં અંજાર મે થી, જહા મેરા નામ પિંજલ થા’ પાલનપુરની દક્ષા કરી રહી છે પુનર્જન્મનું રટણ

Tags :
Advertisement

.