Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Canada : બ્રામ્પટન મંદિર પર હુમલા બાદ હિંદુઓમાં રોષ, પૂજારીએ એક થવા કરી હાંકલ

કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો હિંસા ફેલાવી રહ્યા છે અને હિંદુ મંદિરો પર હુમલા કરી રહ્યા છે. હાલમાં બ્રામ્પટનમાં એક હિંદુ મંદિર પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો, જેમાં હિંદુ ભક્તોને ઈજા પહોંચી હતી. આ ઘટનાએ કેનેડામાં હિંદુઓમાં ભય અને રોષ પેદા કર્યો છે. કેનેડાના હિંદુઓએ હવે એક થવાનું શરૂ કર્યું છે અને "બટોગે તો કટોગે"ના નારા લગાવી રહ્યા છે.
canada   બ્રામ્પટન મંદિર પર હુમલા બાદ હિંદુઓમાં રોષ  પૂજારીએ એક થવા કરી હાંકલ
Advertisement
  • કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ હદ વટાવી
  • બ્રામ્પટન મંદિર પર કર્યો હુમલા, હિંદુઓમાં ઉશ્કેરાયો રોષ
  • ‘બટોગે તો કટોગે’ – કેનેડામાં હિંદુઓએ દેખાડી એકતા"
  • ખાલિસ્તાની હિંસા પર ટ્રુડોએ તોડ્યું મૌન
  • કેનેડાના હિન્દુ સમુદાયને એક થવાનો સંદેશ

Hindus in Canada : કેનેડામાં ખાલિસ્તાનના સમર્થકો (Khalistan supporters) એ હદ વટાવી દીધી છે, અને તેઓ ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ રોષ માત્ર કથનમાં નથી, પરંતુ હિંદુઓ અને મંદિરો (Hindus and temples) પર તેઓ હિંસક હુમલાઓ કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કેનેડા (Canada) માં રહેતા હિંદુઓ (Hindus) એ એકતાના પ્રયાસો વધારે તીવ્ર કર્યા છે. કેનાડામાં રહેતા હિંદુઓએ હવે એક થવાના નારા આપવાનું શરૂ કર્યું છે. જીહા, અહીં "બટોગે તો કટોગે" જેવા નારાઓ સાથે હિંદુ (Hindu) સમુદાયમાં એકતા અને સુરક્ષાના સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા છે.

બ્રામ્પટન મંદિર પર હુમલો અને હિંદુઓનો રોષ

વાસ્તવમાં, રવિવારે બ્રામ્પટન શહેરના એક હિંદુ મંદિર (Hindu Temple) માં ખાલિસ્તાની સમર્થકોએ બિનકાયદેસર પ્રવેશ કરીને શ્રદ્ધાળુઓના સમૂહને નિશાન બનાવ્યું હતું. આ ઘટનાએ કેનેડાના હિંદુ સમુદાયમાં ભય અને રોષ પેદા કર્યો છે. આ હુમલા પછી બ્રામ્પટનના પૂજારીઓએ અને હિંદુ નેતાઓએ હિંદુઓને સંગઠિત થવા માટે અપીલ કરી અને કટોકટીના સમયે એકતા દર્શાવવા વિનંતી કરી. "બટોગે તો કટોગે"નો સૂત્ર સતત ગુંજતો રહેતાં હિંદુઓએ પોતાના ધર્મના રક્ષણ માટે કટિબદ્ધ રહેવાનું સંકલ્પ પણ કર્યો.

Advertisement

જસ્ટિન ટ્રુડોએ ઘટનાની નિંદા કરી

રવિવારે બનેલી ઘટના પર હવે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતે આગળ આવીને ઘટનાની નિંદા કરી હતી. ટ્રુડોએ કહ્યું, મંદિરમાં હિંસાની ઘટનાઓ અસ્વીકાર્ય છે. દરેક કેનેડિયનને સ્વતંત્ર રીતે અને સુરક્ષિત રીતે તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે. તેમણે ઘટનાની તપાસ માટે તાત્કાલિક પગલાં લેવા બદલ કાયદા અમલીકરણ એજન્સીનો પણ આભાર માન્યો હતો. આ ઘટનાને કારણે કેનેડાના હિંદુઓમાં નારાજગી સતત વધી રહી છે. હવે બ્રામ્પટન મંદિરના પૂજારીએ એકતા બતાવવા વિનંતી કરી અને 'બટોગે તો કટોગે'ના નારા લગાવ્યા. ખાલિસ્તાની હુમલા બાદ હિંદુઓએ બ્રામ્પટનમાં 'બટોગે તો કટોગે' ના નારા લગાવ્યા છે.

Advertisement

બ્રામ્પટન મંદિરના પૂજારીએ શું કહ્યું?

બ્રામ્પટન મંદિરના પૂજારીએ કહ્યું કે હવે બધાએ એક થવું પડશે. કેનેડામાં હિંદુઓએ એક થવાની જરૂર છે. જો તમે સંગઠિત રહેશો, તો તમે સુરક્ષિત રહેશો. બ્રામ્પટનના હિંદુ સભા મંદિરમાં એકત્રિત થયેલા હિંદુઓએ "ભારત માતા કી જય"ના નારા લગાવ્યા. પૂજારીએ સ્પષ્ટ કર્યું કે, "આ હુમલો માત્ર બ્રામ્પટનના હિંદુ સમુદાય પર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના હિંદુઓના આત્મસન્માન પર હુમલો છે." આ પરિસ્થિતિમાં તેમણે હિંદુઓને એક થવા, એકબીજાના રક્ષણ માટે આગળ આવવા અને ભવિષ્યની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સુરક્ષા સુનિશ્ચિત કરવાના આહવાન સાથે અંતરાત્માને જાગૃત કરવા કહ્યું.

રવિવારે કેનેડામાં શું થયું?

ઉલ્લેખનીય છે કે, કેનેડામાં ભારત વિરોધી શક્તિઓને ઉશ્કેરવામાં આવી રહી છે. રવિવારે ખાલિસ્તાન સમર્થકોએ બ્રેમ્પટન શહેરમાં હિંદુ સભા મંદિર પર હુમલો કર્યો હતો. મંદિર પરિસરમાં હિંદુ ભક્તો સાથે ઝપાઝપી થઈ હતી. તેમના પર ડંડાનો ઉપયોગ કર્યો. મહિલાઓ અને બાળકોની પણ પરવા નહોતી કરી. કેનેડાની રાજધાની ટોરોન્ટોથી બ્રેમ્પટનનું અંતર 80 કિલોમીટર છે. અહીં ભારતીયોની સારી એવી સંખ્યા છે.

પોલીસનું વલણ આશ્ચર્યજનક...

મળતી માહિતી મુજબ 4 નવેમ્બરે ખાલિસ્તાન સમર્થકોએ હિન્દુ સભા મંદિરની બહાર પ્રદર્શન કર્યું હતું. સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જ્યારે આનો વિરોધ થયો હતો, ત્યારે મંદિર પરિસરમાં હિંદુ કેનેડિયન ભક્તો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસનું વલણ સૌથી આશ્ચર્યજનક હતું. પોલીસે ન તો ખાલિસ્તાન સમર્થકોને સૂત્રોચ્ચાર કરતા રોક્યા કે ન તો સ્થિતિ બગાડતા. જ્યારે હુમલો થયો ત્યારે પોલીસે 3 હિંદુ સમર્થકોની ધરપકડ કરી હતી. આ ઘટનાએ સ્પષ્ટ કર્યું કે કેનેડામાં ખાલિસ્તાની દળોને બળ ક્યાંથી મળી રહ્યું છે.

આ પણ વાંચો:  Canada : હિન્દુ મંદિર પર હુમલા અંગે Justin Trudeau એ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું...

Tags :
Advertisement

Trending News

.

×