DAHOD : પરિણીતાના મોત બાદ પરિજનોના ગંભીર આરોપ
DAHOD : દાહોદ (DAHOD) શહેર ના મોટા ડબગરવાડ માં રહેતી ડિમ્પલ દેવડા નામની યુવતી ના લગ્ન નજીક માં જ નાના ડબગરવાડ માં રહેતા મેહુલ પરમાર જોડે આશરે 6 વર્ષ પહેલાં લગ્ન થયા હતા. દાંપત્ય જીવન માં પુત્ર નો જન્મ થયો હતો. મૃતક તેના પતિ સાસુ સસરા બધા પરીવારજનો ભેગા રહેતા હતા. પરંતુ સમય જતાં નાની મોટી વાત ખટરાગ શરૂ થયો. અને સમયાંતરે ઘરમાં કંકાસ ચાલતો હતો. મૃતકના પરીવારજનોના જણાવ્યા મુજબ. એક મહિના પહેલા પણ ઝગડો થતા પરીવારજનો એ સમાધાન કરાવ્યું હતું. પરંતુ પરિણીતા ના પતી અને સાસુ સસરા વારંવાર છોકરી ને હેરાન કરી માનસિક ત્રાસ આપતા રહેતા હતા.
અકસ્માત અન્વયે ગુનો દાખલ
જ્યારે ગતરોજ રાત્રિના સમયે પણ કોઈ વાતે તકરાર થઈ હતી ત્યારબાદ આજે વહેલી સવારે પરિણીતાનુ મોત થયું હોવાની વાત જાણતા પરીવારજનો માં શોક સાથે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. બંને પક્ષ વચ્ચે બોલાચાલી પણ થઈ ત્યારબાદ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસે અકસ્માત અન્વયે ગુનો દાખલ કરી મૃતદેહ ને દાહોદની ઝાયડસ હોસ્પીટલ ખાતે પોર્સ્ટમોર્ટમ માટે મોકલ્યા બાદ મૃતદેહ પરીવારજનો ને સોંપ્યો હતો. જ્યાં પરીવારજનોએ અંતિમક્રિયા પણ કરી દીધી ત્યાં રોષે ભરાયેલા પરીવારજનોએ મૃતકના ઘરે પહોંચી પરિણીતાની હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો.
ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો
બનાવને પગલે દાહોદ એ ડિવિઝન પોલીસ, એલસીબી એસઓજી સહિત નો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો અને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો હાલ સમગ્ર મામલે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ ની રાહ જોવાઇ રહી છે રિપોર્ટ ના આધારે પોલીસ આગળ ની કાર્યવાહી હાથ ધરશે
અહેવાલ - સાબીર ભાભોર, દાહોદ
આ પણ વાંચો -- AHMEDABAD : NEET રદ કરવાની માગ સાથે કોંગ્રેસના આક્રમક ધરણાં