Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat : જજના ચારિત્ર્ય સામે આરોપ, મહિલા અરજદારનો કેસ અન્ય અદાલતમાં ટ્રાન્સફર કરાયો

Gujarat ના એક મેજીસ્ટ્રેટે (Magistrate) કરેલી હરકતોના કારણે ન્યાય મંદિરની પવિત્રતાને કલંક લાગ્યું છે. ગુજરાતના છોટાઉદેપુર જિલ્લા (Chhotaudepur District) માં આવેલી અદાલતના જજ (Judge) સામે ચારિત્ર્યના આરોપ લાગ્યા છે. આધેડ વયના મહિલા અરજદારે લગાવેલા આરોપ બાદ આક્ષેપિત જજ હાલ ન્યાય...
gujarat   જજના ચારિત્ર્ય સામે આરોપ  મહિલા અરજદારનો કેસ અન્ય અદાલતમાં ટ્રાન્સફર કરાયો

Gujarat ના એક મેજીસ્ટ્રેટે (Magistrate) કરેલી હરકતોના કારણે ન્યાય મંદિરની પવિત્રતાને કલંક લાગ્યું છે. ગુજરાતના છોટાઉદેપુર જિલ્લા (Chhotaudepur District) માં આવેલી અદાલતના જજ (Judge) સામે ચારિત્ર્યના આરોપ લાગ્યા છે. આધેડ વયના મહિલા અરજદારે લગાવેલા આરોપ બાદ આક્ષેપિત જજ હાલ ન્યાય જગતમાં ચર્ચાનું પાત્ર બન્યા છે. મહિલા ઉપરાંત કેસના અન્ય આરોપીઓએ પણ હેરાનગતિના આરોપ લગાવતા છોટાઉદેપુરના સેશન્સ જજ (Sessions Judge of Chotaudepur) ડી પી ગોહીલે આક્ષેપિત મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલતો કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર (Case Transfer to Another Court) કરી દીધો છે.

Advertisement

શું છે સમગ્ર મામલો : વર્ષ 2017માં છેતરપિંડીનો એક કેસ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ બોડેલીની અદાલત (Additional Chief Judicial Magistrate Bodeli) માં આવ્યો હતો. આ કેસમાં બે ડઝનથી વધુ આરોપી સામે છેતરપિંડી સહિતની કલમો હેઠળનો કેસ ચાલી રહ્યો હતો. અગાઉ બોડેલી અદાલતે ત્રણ આરોપીઓને વૃદ્ધાવસ્થા અને બિમારીના કારણોસર મુદ્દતે હાજરી આપવામાંથી કાયમી મુક્તિ આપી હતી. તાજેતરમાં 12 જેટલાં અરજદારોએ સિનિયર જજને બોડેલી કોર્ટના મેજીસ્ટ્રેટ આશુતોષ રાજ પાઠક (Ashutosh Raj Pathak) ઈન્સાફી કાર્યવાહી કરવાના બદલે પરેશાન કરતા હોવાની અરજી કરી હતી. બોડેલી કોર્ટમાં આરોપી ગેરહાજરીની અરજી આપે તો નામંજૂર કરી બીન જામીનપાત્ર વૉરંટ (Non Bailable Warrant) કઢાય છે અને પોલીસ અધિકારીને અદાલતમાં હાજર રાખી વૉરંટ બજવણીની સૂચના અપાય છે. વડોદરામાં રહેતા આધેડ વયના મહિલા આરોપીએ Judge આશુતોષ રાજ પાઠક પર ચારિત્ર્યના આરોપ લગાવ્યા છે.

મહિલાએ શું લગાવ્યા છે આરોપ : ગત ઓગસ્ટ મહિનાની બીજી તારીખે બોડેલી કોર્ટ (Bodeli Court) માં મુદ્દત હતી તે સમયે મહિલા આરોપીએ જજ પાઠકને હાજરી મુદ્દે રજૂઆત કરતા તે સાંભળ્યા વિના તેઓ ડાયસ પરથી ઉતરીને ચાલ્યા ગયા હતા. મહિલા આરોપી કોર્ટમાંથી નીકળી કારમાં બેસવા જતાં હતા ત્યારે જજના પટ્ટાવાળા તેમને બોલાવીને સાહેબની ચેમ્બરમાં મોકલ્યા હતા. સાહેબે ચેમ્બરમાં મહિલાને ક્હ્યું કે, "તમારી બધી ડીટેલ મારી પાસે છે. તમારો નંબર પણ મારી પાસે છે. તમારી ઉંમર __ વર્ષ છે પણ તે કોઈ રીતે લાગતી નથી.. હું તમને તમારા નંબર પર કોઈપણ ટાઉપના મેસેજ કરું તો તમને વાંધો નથી ને ? તમો હાઉસ વાઈફ છો ? એવું લાગતું નથી. તમે કયાં રહો છો ? હું રાણેશ્વર મહાદેવ પાસે રહું છું. હું તમને કોઈ મેસેજ કરું તો તે વાત આપણા બંને વચ્ચે રાખજો, તમારા હસબન્ડને પણ જણાવતાં નહીં. તમે ચિંતા ના કરશો. હું તમને કશું નહીં થવા દઉં પણ હું જયારે મળવા બોલાવું ત્યારે તમારે એકલા આવવાનું અને ઉભા થઈ મારા ખભા પર હાથ મુકેલો."

Advertisement

મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો : છોટાઉદેપુર સેશન્સ કોર્ટમાં અરજી કર્યા બાદ મહિલા અરજદારે હાઈકોર્ટના વિજિલન્સ ડિપાર્ટમેન્ટ (Vigilance Department of High Court) તેમજ ચીફ જસ્ટીસ ઑફ ગુજરાત હાઈકોર્ટ (Chief Justice of Gujarat High Court) ને પણ આ મામલાની જાણ કરી છે. જજ આશુતોષ પાઠક સામે આરોપ લાગતા તેઓ હાલ રજા પર ચાલ્યા ગયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આશુતોષ પાઠક ઉત્તર ભારતમાં જાત્રાએ ગયા હોવાની પણ એક વાત સામે આવી છે.

જજ સામે પત્ની પણ લગાવી ચૂકી છે આરોપ : આશુતોષ રાજકુમાર પાઠકના પત્ની વર્ષ 2017માં તેમના અને તેમના પરિવારજનો સામે FIR કરાવી ચૂક્યાં છે. ફરિયાદમાં લગાવાયેલા પતિ આશુતોષ સામે પત્નીએ અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા. જેમાં બિભત્સ વર્તૂણૂંક અને બદનામ કરવા ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી હોવાનો પણ ઉલ્લેખ છે. આ ફરિયાદમાં એક જજને બદનામ કરવા તેમની સામે પણ આક્ષેપિત આશુતોષ પાઠકે કેસ કરાવ્યો હોવોનો ઉલ્લેખ છે.

Advertisement

આ પણ વાંચો - IPS છો તો પાયાવિહોણા આક્ષેપવાળી ફરિયાદ પણ પોલીસ નોંધશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.