Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આદિવાસીઓની જમીન પર સરકારની નજર છે આપ સરકાર બનશે તો કાયદા કડક કરીશું- અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવેલા છે. ત્યારે આજે ફરીવાર કેજરીવાલે પોતાની નવી ગેરંટી આપી હતી તેમણે આજે વડોદરાજીલ્લાની મુલાકાતમાં જંગીજનમેદની સંબોધતા જણાવ્યું કે, 'અમારી સરકાર બનશે એટલે પહેલી ગેરંટી આદિવાસી સમાજ માટેની છે. જે સંવિધાનના ફિફ્ટ શિડ્યુલ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે પૂરી વ
આદિવાસીઓની જમીન પર સરકારની નજર છે આપ સરકાર બનશે તો કાયદા કડક કરીશું  અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવેલા છે. ત્યારે આજે ફરીવાર કેજરીવાલે પોતાની નવી ગેરંટી આપી હતી તેમણે આજે વડોદરાજીલ્લાની મુલાકાતમાં જંગીજનમેદની સંબોધતા જણાવ્યું કે, 'અમારી સરકાર બનશે એટલે પહેલી ગેરંટી આદિવાસી સમાજ માટેની છે. જે સંવિધાનના ફિફ્ટ શિડ્યુલ માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે પૂરી વ્યવસ્થાને લાગુ કરીશું, વર્ડ ટુ વર્ડ વ્યવસ્થા લાગુ કરીશું. 
Advertisement

આદિવાસી ગામમાં સારી શાળાઓ શરૂ કરીશું
કેજરીવાલે પોતાની નવી ગેરંટી આપતા કહ્યું પેસા કાયદો છે  જેમાં તેઓની માટે બનાવવામાં આવ્યો છે કે જેમાં ગ્રામસભાની જોગવાઇ છે, ગ્રામસભાની મરજી વિના કંઇ જ નહીં થાય. આ અસલી જનતંત્ર છે.'આદિવાસી સમાજનું અત્યાર સુધી શોષણ કરવામાં આવ્યું છે. આજે પણ આદિવાસી સમાજ ખૂબ પાછળ છે, આદિવાસીઓની જમીન પર સરકારની નજર છે.પેસા કાયદો કડક પણે લાગુ કરીશું. સાથે જ ગ્રામ સભાને વહીવટ સોપીશું , આજે પણ આદિવાસી સમાજમાં શિક્ષણનો અભાવ છે. દિલ્લીની જેમ દરેક આદિવાસી ગામમાં સારી શાળાઓ શરૂ કરીશું, સાથે જ આજે પણ આદિવાસીઓના આરોગ્યને લઈ કોઈ સુવિધા ગુજરાતમાં નથી. અમે દરેક ગામમાં મહોલ્લા ક્લિનિક ખોલીશું, મલ્ટી સ્પેશિયલીટી હોસ્પિટલો શરૂ કરીશું. કાસ્ટ સર્ટિફિકેટની પ્રક્રિયાને સરળ બનાવીશું. ઘર વિનાના આદિવાસીને ઘર અપાવીશું. આમારા વાયદાઓ ને લઈને એક સર્વે કરાયો, જેમાં ગુજરાત ની જનતા આપ સાથે હોવાનું સામે આવ્યું. કોંગ્રેસ ભાજપની ઈલુ- ઇલુની રાજનીતિ ખતમ થઈ ગઈ
આપના સુપ્રીમો અરવિંદ કેજરવાલનું નિવેદન
ફરીવાર કેજરીવાલે પોતાની નવી ગેરંટી આપતા કહ્યું કે આજે ગુજરાતના લોકો તરફ થી ખૂબ પ્રેમ અને વિશ્વાસ મળ્યો છે. આપ એક ઈમાનદાર પાર્ટી છે. આપ શરીફ લોકોની પાર્ટી છે, સાથે જ અન્ય પાર્ટી પર કટાક્ષ કરતાં કહ્યું અમે રમખાણો કે ગાળા ગાળી કરવાનું રાજકારણ કરતા નથી. સાથે  ત્રણ પ્રકાર ની ગેરંટી આપીએ છીએ, અમે ફર્જી ઘોષણા પત્ર  જાહેર નથી કરતા, વાયદા પૂરા ન કરીએ તો વોટ ના આપતા. પંજાબ માં 25 લાખ ઘરો માં 0 લાઈટ બીલ આવ્યા છે. આ હકીકત છે. ગુજરાત માં જો સરકાર બનશે તો 300 યુનિટ મફત વીજળી આપીશું. 31 ડિસેમ્બર સુધીના લાઈટ બિલ માફ કરીશું. બેરોજગાર યુવાઓને રોજગારી આપીશું. 

દિલ્લી માં 12 લાખ યુવાઓ ને રોજગારી આપી
ગુજરાતમાં યુવાઓ ને રોજગારી ન મળે ત્યાં સુધી 3000 રૂપિયા બેરોજગારી ભથ્થુ આપીશું. ગુજરાત માં પેપર ફૂટી જાય છે એના માટે કડક કાયદો બનાવીશું. કોર્પોરેટ સેક્ટર માંથી સગાવાદ દૂર કરીશું. ગુજરાત માં વેપારીઓ ને ધમકાવવામમાં આવે છે. વેપારીઓ ને ઈજ્જત ની જીંદગી આપી ડર દૂર કરીશું. વેટમાં જૂના કેશો ચાલતા હોય તેનો નિકાલ લાવીશું. વેપારીઓને ગુજરાતના વિકાસના ભાગીદાર બનાવીશું
અમને દિલ્લીમાં હેરાન કરવામાં આવી રહ્યા છે, ભાજપ ગભરાઈ ગઈ છે
જનતાના મુદ્દાની વાત કરીએ છીએ. અમે અત્યાર સુધી ત્રણ પ્રકારની ગેરંટી આપી છે જેમાં અમે વીજળીની ગેરંટી આપી છે. પંજાબમાં 25 લાખ લોકોનું ઝીરો બિલ આવ્યું છે. ગુજરાતમાં અમારી સરકાર બનશે તો વીજળી મફત મળશે. 300 યુનિટ સુધી વીજળી મફત અપાશે. જૂના વીજ બિલ માફ કરવામાં આવશે. યુવાનોને રોજગારની ગેરંટી આપું છું. દિલ્હીમાં અમે 12 લાખ લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવી. ગુજરાતના યુવકોને અમે રોજગાર આપીશું. ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરી આપીશું. પેપરલીક કરવાવાળાને સખત સજા આપવીશું. ગુજરાતમાં વેપારીઓને ડરાવવામાં આવી રહ્યાં છે. પરંતુ ગુજરાતના વેપારીઓએ દેશનું નામ રોશન કર્યું છે. વેંટમાં પણ પેન્ડિંગ રીફન્ડ જારી કરીશું.'
Advertisement
Tags :
Advertisement

.