અમદાવાદ યુનિવર્સિટીમાં NSUI ના સભ્યો મોટી સંખ્યામાં પહોંચ્યા, સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો ઊગ્ર વિરોધ
- અમદાવાદ યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા ઊગ્ર વિરોધ પ્રદર્શન
- અમદાવાદ યુનિવર્સિટીમાં તોતિંગ ફી વધારો થતા વિદ્યાર્થીઓમાં રોષ
- પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ
અમદાવાદ યુનિવર્સિટી (Ahmedabad University) ખાતે NSUI નાં સભ્યો દ્વારા ઊગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદ યુનિવર્સિટીમાં તોતિંગ ફી વધારા સામે એનએસયુઆઈ એ ઊગ્ર રોષ નોંધાવ્યો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી સંગઠનનાં સભ્યો યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે, પોલીસ દ્વારા NSUI નાં કાર્યકર્તાઓની અટકાયત કરાઈ હતી. સરકારી યુનિવર્સિટીની જેમ ખાનગી યુનિવર્સિટીમાં પણ FRC લાગુ કરવા માગ કરાઈ છે.
આ પણ વાંચો - Rajkot Gamezone Fire : પૂર્વ TPO સાગઠિયાએ HC નાં સ્ટે છતાં મંજૂર કર્યા પ્લાન! ખુલ્યો વધુ એક કાંડ!
અમદાવાદ યુનિ.માં NSUI નું વિરોધ પ્રદર્શન
અમદાવાદ યુનિવર્સિટી (Ahmedabad University) ખાતે આજે એનએસયુઆઈનાં સભ્યો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને ઊગ્ર વિરોધ નોંધાવ્યો હતો. યુનિ.માં થતા તોતિંગ ફી વધારા સામે NSUI નાં સભ્યોએ સૂત્રોચ્ચાર કરીને રોષ વ્યક્ત કર્યો હતો. સ્થિતિ વધુ વણસે નહીં તે માટે યુનિ. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને એનએસયુઆઈનાં કેટલાક સભ્યોની અટકાયત કરી હતી. NSUI ની માગ છે કે સરકારી યુનિવર્સિટી જેમ જ ખાનગી યુનિવર્સિટીમાં (Private Universities) પણ FRC લાગૂ કરવામાં આવે.
- અમદાવાદ યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા ઊગ્ર વિરોધ પ્રદર્શન
- અમદાવાદ યુનિવર્સિટીમાં તોતિંગ ફી વધારો થતા વિદ્યાર્થીઓમાં રોષ
- પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ
- સામાન્ય કોર્સની ફી 4 લાખથી વધુ લેવાતા હોવાનાં NSUI નાં આક્ષેપ
- સરકારી યુનિવર્સિટી જેમ ખાનગી…— Gujarat First (@GujaratFirst) August 5, 2024
આ પણ વાંચો - Gondal : રમણીય વિસ્તાર વચ્ચે આવેલું છે 350 વર્ષ જૂનું સુરેશ્વર મહાદેવ મંદિર, જાણો શું છે માન્યતા ?
સામાન્ય કોર્સની ફી 4 લાખથી વધુ લેવાનો આરોપ
આ સાથે NSUI એ આરોપ લગાવ્યો હતો કે સામાન્ય કોર્સની ફી 4 લાખથી વધુ લેવામાં આવી રહી છે. ફી વધારો પરત ન ખેંચાતા એનએસયુઆઈએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. NSUI ના સભ્યોનું કહેવું છે કે આ અંગે અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. 31 જુલાઈ રોજ આવેદન આપીને ફી વધારો પરત ખેચવાની પણ માગ કરાઈ હતી, પરંતુ તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આથી, જ્યાં સુધી ફી વધારો પરત નહીં ખેંચાય ત્યાર સુધી વિરોધ યથાવત રહેશે.
આ પણ વાંચો - Valsad : ઓરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ, આ વિસ્તારમાં 400 થી વધુ ઘર સંપર્ક વિહોણા થયાં