મહિલા અને પુરૂષ લિવઈન રિલેશનશિપમાં, મહિલાએ દુષ્કર્મની નોંધાવી ફરિયાદ
અજબ પ્રેમ કી ગજબ કહાની પરણીત મહિલાને પરણીત પુરુષ સાથે પ્રેમ થયો. બંને લિવ ઈનમાં રહેતા તેમની વચ્ચે વિવાદ થયો અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો..મહિલા પર અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના સોલા વિસ્તારમાં વધુ એક મહિલા દુષ્કર્મનો શિકાર બની છે. ઘટના જોઈએ તો સ્પામાં નોકરી કરતી મહિલા એક પુરુષના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ મહિલા સાથે લિવ ઇનમાં રહેતા પુરૂષે લગ્નની લાલચ
Advertisement
અજબ પ્રેમ કી ગજબ કહાની પરણીત મહિલાને પરણીત પુરુષ સાથે પ્રેમ થયો. બંને લિવ ઈનમાં રહેતા તેમની વચ્ચે વિવાદ થયો અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો..
મહિલા પર અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના સોલા વિસ્તારમાં વધુ એક મહિલા દુષ્કર્મનો શિકાર બની છે. ઘટના જોઈએ તો સ્પામાં નોકરી કરતી મહિલા એક પુરુષના સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ મહિલા સાથે લિવ ઇનમાં રહેતા પુરૂષે લગ્નની લાલચ આપી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. જેને લઈને આરોપી સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પેટ્રો
નારણપુરામાં આવેલ સ્પામાં એક પરણિત મહિલા નોકરી કરતી હતી. ત્યારે તેની મુલાકાત હાર્દિક પટણી નામના વ્યક્તિ સાથે થઈ હતી. હાર્દિક પણ પરણિત હતો. પરંતુ અવારનવાર સ્પામાં આવતા હાર્દિક અને સ્પામાં કામ કરતી મહિલા વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા અને બંને લિવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા. દરમિયાન હાર્દિકે મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ મહિલા વારંવાર હાર્દિકને લગ્ન માટે કહેતી હતી પણ હાર્કિક કોઈપણ કારણ આગળ ધરી લગ્ન માટે આનાકાની કરતો હતો. બાદમાં મહિલાને છેતરાયા હોવાનું માલુમ પડતા મહિલાએ હાર્દિક પટણી વિરુદ્ધ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપી હાર્દિકની ધરપકડ કરી છે