Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

​Spa : સ્પાની મહિલા કર્મચારી સાથે વાંધો પડતા કુખ્યાત પોલીસવાળાએ ફટકારી

Spa : દારૂ-જુગારના અડ્ડાઓની જેમ હવે ભ્રષ્ટ પોલીસને એક નવું કમાણીનું તેમજ મોજ-મજાનું સાધન હાથ લાગ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ઠેક-ઠેકાણે Spa સેન્ટરો ખૂલી ગયા છે. IPS થી લઈને પોલીસ કર્મચારી સુધીના કેટલાંક ખાખીધારીઓ સ્પા-મસાજ સેન્ટર...
03:14 PM Jun 10, 2024 IST | Bankim Patel
Unethical activities are going on in most of the Spa centers

Spa : દારૂ-જુગારના અડ્ડાઓની જેમ હવે ભ્રષ્ટ પોલીસને એક નવું કમાણીનું તેમજ મોજ-મજાનું સાધન હાથ લાગ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ઠેક-ઠેકાણે Spa સેન્ટરો ખૂલી ગયા છે. IPS થી લઈને પોલીસ કર્મચારી સુધીના કેટલાંક ખાખીધારીઓ સ્પા-મસાજ સેન્ટર (Spa Massage Centre) નો ભરપૂર લાભ લઈ રહ્યાં છે. અમદાવાદમાં શનિવારે મોડી રાતે નવરંગપુરા વિસ્તારના એક સ્પા સેન્ટરમાં બનેલી ઘટના પોલીસ બેડાને બેઆબરૂ કરે તેવી છે. Spa Centre સંચાલકો સાથેની સાંઠગાંઠના કારણે મહિનાઓ અગાઉ ચર્ચામાં આવેલો કુખ્યાત પોલીસવાળો ફરી એક વખત તેની કરતૂતોને લઈને ચર્ચામાં આવ્યો છે. સજામાં મજા કરતો આ એક માત્ર પોલીસવાળો નથી. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police ) માં તો આવા અનેક પોલીસ કર્મચારી છે જે આખાયે પોલીસ બેડાની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યાં છે.

સ્પા સેન્ટરમાં મારામારી, પોલીસ જ ના આવી

અમદાવાદ શહેર (Ahmedabad City) ની હદમાં આવેલા નવરંગપુરા વિસ્તારમાં આવેલા એક જાણીતા સ્પા સેન્ટરમાં શનિવારે રાતે કુખ્યાત પોલીસવાળાએ ધમાલ મચાવી હતી. મોડી રાતે સ્પા સેન્ટર ખાતે સાગરીત સાથે નશાની હાલતમાં આવેલા પોલીસવાળાએ એક રૂમમાં દારૂની બૉટલ ખોલી હતી. કોઈક કારણસર નશામાં ધૂત પોલીસવાળાએ સ્પામાં કામ કરતી એક મહિલા કર્મચારીને તેમજ એક પુરૂષ કર્મચારીને ગાળો આપી ફટકાર્યા હતા. મામલાની જાણ થતાં સ્પા સંચાલક તુરંત સેન્ટર ખાતે દોડી આવ્યા હતા અને પોલીસવાળાના સાગરિત સાથે ઝપાઝપી પણ થઈ હતી. નશામાં ધૂત પોલીસવાળાને એક રૂમમાં પૂરી દઈ સ્પા સંચાલકે પોલીસ કંટ્રોલ રૂમ (Police Control Room) "100" નંબર પર ફોન કર્યો હતો, પરંતુ પોલીસ ઘટનાસ્થળે આવી ન હતી. દરમિયાનમાં નશાખોર પોલીસવાળો સ્પા સંચાલક સમક્ષ કગરી પડ્યો હતો અને માંફી માગી પોતાની ખાનગી કાર લઈને રવાના થઈ ગયો હતો. અત્રે નોંધનીય છે કે, શહેરમાં બનેલા ચકચારી સ્પાકાંડ બાદ બદમાશ પોલીસ કર્મચારીને "કે કંપની"માં ધકેલી દેવાયો છે.

સ્પાકાંડમાં પોલીસવાળાની થઈ હતી બદલી

સપ્ટેમ્બર-2023માં સિંધુ ભવન રોડ (Sindhu Bhavan Road) પર સ્પા માલિકે યુવતીને માર માર્યો હોવાનો વિડીયો વાયરલ (Viral Video) થયો હતો. સ્પા સેન્ટરની બહાર બનેલી ઘટના ન્યૂઝ ચેનલો અને અખબારોમાં છવાઈ જતાં ગુજરાત સરકાર (Gujarat Government) હરકતમાં આવી હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ અમદાવાદ શહેર પોલીસ કમિશનર (Ahmedabad CP) ને કડક હાથે કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આરોપીની ધરપકડ બાદ સ્પા સેન્ટરો પર પોલીસે તવાઈ બોલાવી હતી 350 Spa Centre પૈકી 24 સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. સ્પા સંચાલકો સાથે મીલીભગત ધરાવતા AHTU ના બે પોલીસ કર્મચારીઓને સજાના ભાગરૂપે K Company માં ધકેલી દેવાયા હતા. કે કંપનીમાં ફરજ બજાવતો કુખ્યાત પોલીસવાળો અમદાવાદના અનેક સ્પા સંચાલકોને ડરાવી ધમકાવી હપ્તાની સાથે સાથે અન્ય સેવાઓનો લાભ લઈ રહ્યો છે. સ્પા સેન્ટરની મહિલા કર્મચારી પાસે બળજબરીથી દારૂ પીરસાવતો આ પોલીસવાળો નશામાં હદ પણ પાર કરી નાંખતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

હપ્તાની સાથે પોલીસને મળે છે અન્ય સેવા

પાછલાં કેટલાંક વર્ષોમાં બિલાડીની ટોપની જેમ સ્પા સેન્ટરો આખાયે Gujarat માં ફૂટી નીકળ્યા છે. Spa Centre - Massage Centre ની આડમાં દેહવ્યાપાર ધમધમી રહ્યો છે અને આ વાતથી સરકાર પણ સારી રીતે અવગત છે. સિંધુ ભવન સ્પાકાંડ બાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકે (G S Malik) સ્પા સેન્ટરો માટે જાહેરનામું જારી કર્યું હતું. જાહેરનામા (Notification) અનુસાર સ્પા સેન્ટરમાં કામ કરતા તમામ કર્મચારીઓની નોંધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરાવવી ફરજિયાત છે. સ્પા સેન્ટરોમાં કામ કરતી મહિલા કર્મચારીઓ ટૂંકાગાળામાં એકથી બીજા સેન્ટરમાં જતી હોય છે. નોંધણી કરાવવાની પ્રક્રિયામાં પણ પોલીસ રોકડી કરી રહી છે. જાહેરનામા ભંગના કેસની ધમકીઓ આપી સ્થાનિક પોલીસ (Local Police) અને પોલીસ એજન્સી (Police Agency) ના કેટલાંક ભ્રષ્ટ કર્મચારીઓ સ્પા સેન્ટરોમાંથી નિયમિત હપ્તા ઉપરાંતની સેવાઓ મેળવી રહ્યાં છે.

નોંધણી AMC કરે, તપાસની સત્તા પોલીસની

ગત વર્ષનો સત્તાવાર આંકડો જોઈ તો અમદાવાદ શહેરની હદમાં 350થી વધુ Spa મસાજ સેન્ટર ધમધમી રહ્યાં છે. Spa સેન્ટર ખોલવા માટેની મંજૂરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) આપે છે. જ્યારે સ્પા-મસાજ સેન્ટરમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવાની જવાબદારી પોલીસને અપાઈ છે. સ્પા-મસાજ સેન્ટરમાં તપાસ કરવાની સત્તા પોલીસને મળતા કેટલાંક ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓને કમાણીની સાથે મોજ-મજાનું સાધન પણ હાથ લાગી ગયું છે.

 

આ પણ વાંચો - Gujarat ACB : વ્યાજખોરના ઈશારે PI પટેલે સટ્ટાનો કેસ કર્યો અને તોડ પણ…

આ પણ વાંચો - Ahmedabad : પાર્ટ ટાઈમ પત્રકારની સોપારી આપી કોણે કરાવી હત્યા ?

આ પણ વાંચો - Surat : ડોક્ટરે હોસ્ટેલમાં બોલાવી થાઈ ગર્લ, પછી આખી રાત હોસ્ટેલમાં…

Tags :
Ahmedabad CityAhmedabad City PoliceAhmedabad CPAhmedabad Municipal CorporationAHTUBankim PatelG.S. MalikGujaratGujarat FirstGujarat GovernmentHarsh SanghaviJournalist Bankim PatelK CompanyLocal PoliceMassage CentrePolice AgencyPolice Control RoomSindhu Bhavan RoadspaSpa CentreSpa Massage Centreviral video
Next Article