Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાકી પ્રોપર્ટી ટેક્સ ધારકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરી વ્યાજ માફી યોજના , ત્રણ મહિના માટે સ્કીમ લાગુ પડશે

નવા વર્ષ માં ફરી કરદાતાઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યાજ માફી સ્કિમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. AMC તબક્કાવાર વ્યાજ માફી સ્કીમ લાગુ કરશે. 6 જાન્યુઆરીથી થી  31 જાન્યુઆરી સુધી પહેલા તબક્કાની વ્યાજમાફી સ્કીમ લાગુ પડશે, ચાલી કે ઝૂંપડાવાળાને 100 ટકા વ્યાજમાફીનો લાભ મળશે જ્યારે રહેણાંક મકાનમાં 80 ટકા વ્યાજમાફીનો લાભ મળશે, તો કોમર્શીયલ મિલ્કતમાં 60 ટકા વ્યાજ માફી અપાશે 1 લી ફેબ્રુઆ
બાકી પ્રોપર્ટી ટેક્સ ધારકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરી વ્યાજ માફી યોજના   ત્રણ મહિના માટે સ્કીમ લાગુ પડશે

નવા વર્ષ માં ફરી કરદાતાઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યાજ માફી સ્કિમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. AMC તબક્કાવાર વ્યાજ માફી સ્કીમ લાગુ કરશે. 6 જાન્યુઆરીથી થી  31 જાન્યુઆરી સુધી પહેલા તબક્કાની વ્યાજમાફી સ્કીમ લાગુ પડશે, ચાલી કે ઝૂંપડાવાળાને 100 ટકા વ્યાજમાફીનો લાભ મળશે જ્યારે રહેણાંક મકાનમાં 80 ટકા વ્યાજમાફીનો લાભ મળશે, તો કોમર્શીયલ મિલ્કતમાં 60 ટકા વ્યાજ માફી અપાશે 1 લી ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી બીજા તબક્કામાં રહેણાંક મિલકતમાં 72 ટકા અને કોમર્શિયલમાં 55 ટકા વ્યાજમાફી અપાશે. 1 માર્ચ થી 31 માર્ચ ત્રીજા તબક્કા મા રહેણાંક માં  70%  અને કોમર્શિયલ  માં 50%  વ્યાજ માફી અપાશે .જે લોકો ને વધુ ટેક્સ બાકી છે તેની પર સીલિંગ ની પ્રક્રિયા કરાશે. જરૂર પડેતો હરાજીની પ્રક્રિયા પણ કરાશે.

Advertisement

આ ઉપરાંત જે પણ બાકી ટેક્સ ધારકો છે, તેઓને અવારનવાર નોટિસ આપવા છતાં પણ ટેક્સ ન ભરવામાં આવતા સીલીંગ ઝૂંબેશ કરવામાં આવી રહી છે. આગામી 6 જાન્યુઆરીથી દરેક ઝોનમાં ઓછામાં ઓછી 50 જેટલી મિલકતોને સીલ કરવા માટેની સૂચના અધિકારીઓને આપવામાં આવી છે. 


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.