Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : ચૂંટણી માહોલમાં ગુનેગારોની ખેર નહીં, પોલીસે કરી આ ખાસ તૈયારી, વાંચો સંપૂર્ણ અહેવાલ

લોકસભા ચૂંટણીને (Lok Sabha elections) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ચૂંટણી દરમિયાન રાજ્યમાં કોઈ અપ્રિય ઘટના ન બને અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે રાજ્ય પોલીસ તંત્ર સઘન સુરક્ષા...
ahmedabad   ચૂંટણી માહોલમાં ગુનેગારોની ખેર નહીં  પોલીસે કરી આ ખાસ તૈયારી  વાંચો સંપૂર્ણ અહેવાલ

લોકસભા ચૂંટણીને (Lok Sabha elections) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ચૂંટણી દરમિયાન રાજ્યમાં કોઈ અપ્રિય ઘટના ન બને અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે રાજ્ય પોલીસ તંત્ર સઘન સુરક્ષા વ્યવસ્થા પર કામ કરી રહ્યું છે. આ વચ્ચે અમદાવાદ પોલીસે (Ahmedabad Police) મોટી કાર્યવાહી કરી છે. લોકસભા ચૂંટણીને ધ્યાને લઈને અમદાવાદ પોલીસે 84 ચેકપોસ્ટ, નાસતા ફરતા આરોપીઓની ધરપકડ, બોડીવોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાન, દારૂની હેરાફેરી પર રોક, હથિયારોની જપ્તી સહિતની કામગીરી હાથ ધરી છે.

Advertisement

પોલીસે સ્પેશિયલ ડ્રાઇવ યોજી કાર્યવાહી કરી

લોકસભા ચૂંટણીને (Lok Sabha elections) લઈ આજે કોમલ વ્યાસ, DCP કન્ટ્રોલ (Komal Vyas, DCP Control) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવવામાં આવી હતી. દરમિયાન ડીસીપી કન્ટ્રોલ કોમલ વ્યાસે જણાવ્યું કે, આગામી ચૂંટણીને લઈ શહેર પોલીસ દ્વારા 16 માર્ચ 2024થી 13 એપ્રિલ, 2024 સુધી સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી, જે હેઠળ નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રાઇવ હેઠળ 34 વર્ષથી નાસતા ફરતા 2 આરોપી સહિતના કુલ 71 વોન્ટેડ આરોપીઓને પકડવામાં આવ્યા છે. વોન્ટેડ આરોપીઓને પકડવા માટે 38 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, 13 એપ્રિલથી 23 એપ્રિલ 2024 સુધી ફરીથી આ પ્રકારની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, જેમાં બીજી 18 ટીમો બનાવવામાં આવશે. આ ડ્રાઇવ હેઠળ માત્ર ગુજરાત નહીં પણ જે આરોપી રાજ્યમાં ગુનો કરીને મહારાષ્ટ્ર (Maharashtra), દિલ્હી, હરિયાણા, રાજસ્થાન (Rajasthan) અને એમપીમાં ફરાર છે તેમની શોધખોળ કરાશે.

84 જેટલી સ્પેશિયલ ચેકપોસ્ટ, બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ

કોમલ વ્યાસ, DCP કન્ટ્રોલે (Komal Vyas, DCP Control) જણાવ્યું કે, 8401 બિનજામીનપાત્ર વોરંટમાંથી (non-bailable warrants) 5479 વોરંટ બજાવવામાં આવ્યા છે. CRPC ની અલગ અલગ જોગવાઈ હેઠળ 17,443 કેસમાં 17469 વ્યક્તિઓ વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, ચૂંટણી અંતર્ગત 84 જેટલી સ્પેશિયલ ચેકપોસ્ટ (checkposts), જુદા જુદા સ્થળે ઊભી કરવામાં આવી છે. બોડીવોર્ન કેમેરાનો પણ ચેકપોસ્ટ પર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, 5134 લાઇસન્સ હથિયારમાંથી અત્યાર સુધી 4002 હથિયાર જમા લેવામાં આવ્યા છે. જ્યારે, 1018 હથિયાર ધારકોને મુક્તિ આપવામાં આવી છે. 70 હથિયાર લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે.

Advertisement

લાખોની કિંમતોનો દારૂ ઝડપાયો

તેમણે માહિતી આપતા કહ્યું કે, ચૂંટણી ટાણે BSF ની કંપની આપવામાં આવી છે. શહેરમાં પેટ્રોલિંગ કરવા માટે સ્થાનિક પોલીસ સાથે રહીને BSF કામ કરી રહી છે. DCP કન્ટ્રોલ કોમલ વ્યાસે કહ્યું કે, પ્રોહિબિશનના (prohibition) કેસ હેઠળ 16 માર્ચથી 13 એપ્રિલ સુધીમાં 12,718 લીટર દેશી દારૂ જેની કિંમત 2,54,360 જેટલી થાય છે પકડવામાં આવ્યા છે. ઉપરાંત, 17,850 જેટલી વિદેશી દારૂની બોટલ કે જેની કિંમત અંદાજે રૂ. 35,27,165 કિંમત થાય છે ઝડપી લેવામાં આવ્યો છે. સામાન્ય લોકોને પરેશાની ન થાય તે માટે પણ પોલીસને અમદાવાદ (Ahmedabad) પોલિસ કમિશનરે કડક સૂચન આપ્યું છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : NCPના નામે બેંક એકાઉન્ટ ખોલાવી ડોનેશન મેળવવાનું કૌંભાડ

આ પણ વાંચો - અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરમાં લોકસભા બેઠક માટે પ્રથમ દિવસે જાણો કેટલા ફોર્મનું થયું વિતરણ

આ પણ વાંચો - DOUBLE DECKER BUS : સોમવારથી શહેરમાં વધુ 3 ડબલ ડેકર બસ દોડતી થશે, આ વિસ્તારના લોકોને ફાયદો

Tags :
Advertisement

.