KUTCH : પાકિસ્તાનમાં કોલ કરવાની આશંકાને લઇ એક શખ્સની અટકાયત
KUTCH : ગુજરાત એન્ટી ટેરરિઝમ ફોર્સ (GUJARAT ATS) દ્વારા એક ગુપ્ત કાર્યવાહી હેઠળ ગુજરાતના સરહદી કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામથી એક હુસેન તુર્ક નામના યુવાનને ઊઠાવાયો છે. આ નાગરિક પાકિસ્તાનમાં સતત કોલ કરતો હોવાનું કહેવાય છે તેના કુટુંબીજનો પાકિસ્તાનમાં રહેતા હોવાની વાત છે.જો કે એજન્સીઓની પૂછપરછ બાદ વધુ હકીકતો ખુલવા પામશે.
બિનવારસી ડ્રગ કેસમાં સંડોવણીની શક્યતા
બીજી તરફ લખપત તાલુકાના ઘડુલી અને ફુલરા ખાતે બે શંકાસ્પદ ઈસમોને ગુજરાત એટીએસની ટીમે ઉપાડ્યા હોવાનું જાણવા મળે છે. આ ઈસમો સરહદને લગતી માહિતી તેમજ તાજેતરમાં દરિયાઈ વિસ્તારોમાંથી ઝડપાતા બિનવારસી ડ્રગ કેસમાં સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવા ધડાકાઓ થઇ શકે છે
જોકે હાલ તપાસનીસ એજન્સીઓ કંઈ પણ કહેવાનું ટાળી રહી છે આજે કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકાના ધૃબ અને લખપત તાલુકાના ઘડુલી અને ફૂલરા વિસ્તારમાંથી ત્રણ જેટલા શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરવામાં આવી રહી છે આવનારા દિવસોમાં વધુ નવા ધડાકાઓ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સરહદી જિલ્લા કચ્છમાં વખતો વખત સીમાને લગતી માહિતી લીક થતી હોવાની વાતો બહાર આવતી હોય છે ત્યારે આ વખતે એટીએસની ટીમ વધુ નવા ધડાકા કરી શકે છે.
અહેવાલ - કૌશિક છાયા , કચ્છ
આ પણ વાંચો -- GONDAL : 350 વર્ષ જુના પ્રાચીન મંદિરમાં ચોરી બાદ પોલીસ દોડતી થઇ