Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં ATSને મળી મોટી સફળતા, 500 કરોડનો MDડ્રગ્સનો જથ્થો ઝડપ્યો, પાંચ આરોપીની ધરપકડ

ગુજરાતમાંથી (Gujarat)ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. જેમાં ગુજરાત ATSએ વડોદરા શહેર અને ગ્રામ્યમાં બે સ્થળે દરોડા પાડી અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાત ATSએ ડ્રગ્સના જથ્થા સાથે 5 આરોપીની ધરપકડ કરી છે. આ ઝડપાયેલા પાંચ શખ્સો વડોદરાના જ વતની છે.ગુજરાત ATSને બાતમી મળી કે તબેલાની આડમાં ડ્રગ્સ બનાવવાની ફેકટરી ધમધમી રહી છે. જેના આધારે દરોડો પાડીને નશીલા
ગુજરાતમાં atsને મળી મોટી સફળતા  500 કરોડનો mdડ્રગ્સનો જથ્થો ઝડપ્યો  પાંચ આરોપીની ધરપકડ

ગુજરાતમાંથી (Gujarat)ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. જેમાં ગુજરાત ATSએ વડોદરા શહેર અને ગ્રામ્યમાં બે સ્થળે દરોડા પાડી અંદાજે 500 કરોડ રૂપિયાથી વધુનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાત ATSએ ડ્રગ્સના જથ્થા સાથે 5 આરોપીની ધરપકડ કરી છે. આ ઝડપાયેલા પાંચ શખ્સો વડોદરાના જ વતની છે.ગુજરાત ATSને બાતમી મળી કે તબેલાની આડમાં ડ્રગ્સ બનાવવાની ફેકટરી ધમધમી રહી છે. જેના આધારે દરોડો પાડીને નશીલા દ્રવ્યોના મોટા જથ્થા 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સુરક્ષા એજન્સીઓએ આરોપીઓ ડ્રગ્સનો જથ્થો કોને આપતા હતા. આ રેકેટમાં અન્ય કોની-કોની સંડોવણી છે તે સહિતની તપાસ હાથ ધરી છે.

Advertisement

મુખ્ય સૂત્રધાર સૌમિલ પાઠકની  કરી  ધરપકડ 
વડોદરામાંથી ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીનો મુખ્ય સૂત્રધાર સૌમિલ પાઠક અગાઉ પણ કાયદાના સકંજામાં આવી ચુક્યો છે. મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલે 2017માં સૌમિલ પાઠકને ઘાટકોપરથી ઝડપ્યો હતો. આ સમયે 48 લાખ રૂપિયાની કિંમતનું 2.4 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી હતી.
કેમિકલ ચોરી કરી કાચો માલ ભેગો કર્યો હતો
ATSની ગિરફતમાં આવેલા આ પાંચેય આરોપીઓ બરોડામાં ડ્રગઝની ફેકટરી ખોલીને મોટી માત્રામાં ડ્રગઝ બનાવવાનું કામ કરી રહ્યા હતા. મુખ્ય આરોપો શૌમિલ પાઠક આ ડ્રગઝનો માસ્ટર માઈન્ડ હોવાંનું સામે આવ્યું છે શૌમિલ સહ આરોપી ભરત ચાવડાની મદદથી કેમિકલ ચોરી કરી કાચો માલ ભેગો કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અન્ય આરોપી વિનોદ નિઝામએ કેમિસ્ટ શૈલેષ કટારીયા નો સંપર્ક કરાવો આપ્યો હતો.
અગાઉ વડોદરાના સાવલીમાંથી ઝડપાઇ હતી ડ્રગ્સની ફેક્ટરી
મહત્વનું છે કે, આ આગાઉ 16 ઓગસ્ટના રોજ વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામમાં નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીની આડમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSએ રેડ પાડી હતી. આ રેડમાં રૂ. 1125 કરોડની કિંમતનું 225 કિલો MD ડ્રગ્સ ઝડપાયું હતું.
અત્યાર સુધીમાં કુલ 478 કરોડનું ડ્રગ્સ પકડાયું
નોંધનીય બાબત છે કે અત્યારસુધીમાં 478 કરોડનું ડ્રગઝ પકડી પાડવામાં આવ્યું છે પરંતુ સવાલ એ ઉભો થાય છે કે અત્યાર સુધીમાં આ તમામ આરોપીઓ ડ્રગઝ બજારમાં કેટલું વહેંચી ચુક્યા છે જો કે આરોપી શૌમિલ અને મોહમન્ડ સફી વિરુદ્ધ નારકોટિક્સના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.