Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપનારો પોલીસ કસ્ટડીમાં

રિલાયન્સ ગૃપના (Reliance Group) ચેરમેન મુકેશ અંબાણીને (Mukesh Ambani) ધમકી આપનારા વિષ્ણું વિદુ ભૌમિકને એડિશ્નલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટે 20 ઓગસ્ટ સુધીમાં પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. ભૌમિકે સોમવારે હરકિશનદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ફોન કરીને મુકેશ અંબાણી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે સોમવારે જ જ્વેલર્સનો વ્યવસાય કરનારા 56 વર્ષીય ભૌમિકની ધરપકડ કરી લીધી
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકી આપનારો પોલીસ કસ્ટડીમાં
રિલાયન્સ ગૃપના (Reliance Group) ચેરમેન મુકેશ અંબાણીને (Mukesh Ambani) ધમકી આપનારા વિષ્ણું વિદુ ભૌમિકને એડિશ્નલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટે 20 ઓગસ્ટ સુધીમાં પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. ભૌમિકે સોમવારે હરકિશનદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ફોન કરીને મુકેશ અંબાણી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે સોમવારે જ જ્વેલર્સનો વ્યવસાય કરનારા 56 વર્ષીય ભૌમિકની ધરપકડ કરી લીધી હતી. મંગળવારે તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો. પોલીસે કોર્ટને જણાવ્યું કે, આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો જણાઈ રહ્યો છે. આ મામલે વધુ લોકો સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ માટે તેની પુછપરછ કરવી જરૂરી છે. વિષ્ણુ ભૌમિકે સોમવારે સવારે 10.30 વાગ્યે હરકિશનદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં એક ફોનથી નવ વખત કોલ કર્યાં અને મુકેશ અંબાણી અને તેના પરિવારને (Ambani Family) ખતમ કરી નાખવાની ધમકી આપી હતી.
ભૌમિકને પોલીસ કસ્ટડીને (Police custody) મોકલવાના કોર્ટના નિર્ણયનો વિરોધ કરતા તેના વકિલે દલીલ કરી કે, તેના અસીલ સીધા આ મામલા સાથે જોડાયેલા નથી. તેમણે એક ખાનગી હોસ્પિટલમાં ફોન કર્યો હતો, નહી કે મુકેશ અંબાણીને. વકિલે કોર્ટને કહ્યું કે, આરોપી માનસિકરૂપથી બિમાર છે. તેના માટે હોસ્પિટલનું 2021માં પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. તેનો કોઈ આતંકી સંગઠન સાથે સંબંધ નથી અને તેણે મુકેશ અંબાણીને સીધી ધમકી આપ નથી. સાર્વજનિક રીતે ઉપલબ્ધ નંબર પર કોલ કર્યો. તેમણે કોર્ટને તેને સારવાર આપવા પર વિચાર કરવા અને જ્યુડિશિયલ કસ્ટડીમાં (Judicial Custody) મોકલવાનો આગ્રહ કર્યો.
જ્યારે પોલીસના પક્ષે રહેલા વકિલે કહ્યું કે, જો તે માનસિકરૂપથી બિમાર છે તો તે 40 મીનીટમાં 9 કોલ્સ કેવી રીતે કરી શકે? અને આ પોલીસ માટે એક ગંભીર ચિંતાનો વિષય છે કે તે દરેક એંગલને ચકાસે. બચાવ પક્ષે આરોપી વિરૂદ્ધ પહેલાના આ પ્રકારના કેસોને પણ ઉજાગર કર્યાં. તેમની સામે પુરી રીતે તપાસ કરવામાં આવે.
આરોપીએ અફઝલ ગુરૂના નામનો ઉપયોગ કેમ કર્યો તેના પર પોલીસ અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી. પોલીસ સુત્રોએ જણાવ્યું કે, જ્યારે આરોપીને અફઝલના નામનો ઉપયોગ કરવા વિશે પુછવામાં આવ્યું તો તે અલગ-અલગ જવાબ આપી રહ્યો છે. પોલીસના એક અધિકારીએ કહ્યું કે, ક્યારે-ક્યારેક એવું પણ લાગે છે કે, દોષિ આતંકવાદી પ્રત્યે સહાનુભૂતિ છે અને ક્યારેક ક્યારેક તે તેની વિરૂદ્ધ વાત કરતો હતો જે અફઝલ ગુરૂ પ્રત્યે તેમનો ગુસ્સો દેખાડતો હતો. અમને તેની કસ્ટડી મળી ગઈ છે અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને આપવામાં આવેલી ધમકીના હેતુને જાણવા માટે બધી જ તપાસ કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.