Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અટકાયત કરવામાં આવેલા આરોપીના મેડિકલ ટેસ્ટ થયા, આ છે પકડાયેલ 9 આરોપીઓના નામ, જુઓ

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે પોલીસ એક્શનમાં આવી છે. આ મામલે પોલીસે 9 લોકોની અટકાયત કરી છે. કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે પોલીસે અટકાયત કરવામાં આવેલા 9 લોકોના કોરોના અને મેડિકલ ટેસ્ટ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.પોલીસ દ્વારા મોરબી પુલ દુર્ઘટનામાં 2 મેનેજર, કોન્ટ્રેક્ટર પિતા-પુત્ર, 3 સિક્યૂરિટી ગાર્ડ અને 2 ટિકિટ ક્લાર્કની અટકાયત કરી છે. 304, 308, 114 અંતર્ગત ક્રિમિનલ કેસ
અટકાયત કરવામાં આવેલા આરોપીના મેડિકલ ટેસ્ટ થયા  આ છે પકડાયેલ 9 આરોપીઓના નામ  જુઓ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે પોલીસ એક્શનમાં આવી છે. આ મામલે પોલીસે 9 લોકોની અટકાયત કરી છે. કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે પોલીસે અટકાયત કરવામાં આવેલા 9 લોકોના કોરોના અને મેડિકલ ટેસ્ટ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા મોરબી પુલ દુર્ઘટનામાં 2 મેનેજર, કોન્ટ્રેક્ટર પિતા-પુત્ર, 3 સિક્યૂરિટી ગાર્ડ અને 2 ટિકિટ ક્લાર્કની અટકાયત કરી છે. 304, 308, 114 અંતર્ગત ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે.આ દુર્ઘટનાને લઇને એસઆઇટીનું પણ ગઠન કરવામાં આવ્યું છે. એસઆઇટીએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.  રેન્જ આઈજી આશોકકુમાર યાદવ આ મામલે પત્રકાર પરિષદ પણ કરવાના છે.
પકડાયેલ 9 આરોપીઓના નામ
  • દિપક પારેખ -  મેનેજર, મોરબી
  • દિનેશ દવે -  મેનેજર, મોરબી
  • મનસુખ ટોપીયા - ટિકિટ ક્લાર્ક, મોરબી
  • માદેવ સોલંકી - ટિકિટ ક્લાર્ક, મોરબી
  • પ્રકાશ પરમાર - કોન્ટ્રેક્ટર, ધ્રાંગધા
  • દેવાંગ પરમાર - કોન્ટ્રેક્ટર, ધ્રાંગધા
  • અલ્પેશ ગોહિલ - સિક્યોરિટિ, દાહોદ
  • દિલીપ ગોહિલ - સિક્યોરિટિ, દાહોદ 
  • મુકેશ ચૌહાણ - સિક્યોરિટિ, દાહોદ
Advertisement
Tags :
Advertisement

.