Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાની સાસંદ આમીર લિયાકતનું અચાનક મોત, ઘણાં સમયથી હતા ચર્ચામાં

પાકિસ્તાનના સૌથી વિવાદાસ્પદ સંસદસભ્ય આમીર લિયાકત હુસૈનનું અવસાન થયું છે. તેમની ઉંમર માત્ર 49 વર્ષની હતી. તેમનો જન્મ 1972માં કરાચીમાં થયો હતો. આમિર લિયાકતના ત્રણ લગ્ન થયા હતા. તેમનો ત્રીજી પત્ની દાનિયા શાહ સાથે વિવાદ ચાલતો હતો.પાકિસ્તાની સાંસદ અને પ્રખ્યાત ટીવી એન્કર આમિર લિયાકત હુસૈનનું અવસાન થયું છે. કરાચીમાં તેમના એપાર્ટમેન્ટમાંથી તેમની લાશ મળી આવી હતી. તેમના નોકરે આ માહિતી આપી
પાકિસ્તાની સાસંદ આમીર લિયાકતનું અચાનક મોત  ઘણાં સમયથી હતા ચર્ચામાં
પાકિસ્તાનના સૌથી વિવાદાસ્પદ સંસદસભ્ય આમીર લિયાકત હુસૈનનું અવસાન થયું છે. તેમની ઉંમર માત્ર 49 વર્ષની હતી. તેમનો જન્મ 1972માં કરાચીમાં થયો હતો. આમિર લિયાકતના ત્રણ લગ્ન થયા હતા. તેમનો ત્રીજી પત્ની દાનિયા શાહ સાથે વિવાદ ચાલતો હતો.
પાકિસ્તાની સાંસદ અને પ્રખ્યાત ટીવી એન્કર આમિર લિયાકત હુસૈનનું અવસાન થયું છે. કરાચીમાં તેમના એપાર્ટમેન્ટમાંથી તેમની લાશ મળી આવી હતી. તેમના નોકરે આ માહિતી આપી છે. જિયો ન્યૂઝ પાસેથી મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાની સાંસદનું અવસાન થયું છે, તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આશંકા છે કે તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. 
આમિર લિયાકતએ હાલમાં જ તેમની બીજી પત્નીથી છૂટાછેડા લીધા હતા અને ત્રીજા લગ્નને લઈને તેઓ ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા. તેઓ સાંસદ અને જાણીતા ટીવી હોસ્ટ હતા. લિયાકત માર્ચ 2018માં પીટીઆઈમાં જોડાયા હતા. તેઓ પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવાતા કરાચીથી ચૂંટણી જીત્યા હતા. ટીવી પર તેમના શો ખૂબ જ લોકપ્રિય હતા.
જિયો ન્યૂઝ અનુસાર, આમિર તેમના ઘરમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. આ પછી તેમને અત્યંત ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. લિયાકત ગઈકાલે રાતથી બેચેની અનુભવી રહ્યા હતા પરંતુ તેમણે હોસ્પિટલ જવાની ના પાડી દીધી હતી. તેમના કર્મચારી જાવેદે જણાવ્યું કે સવારે આમિરના રૂમમાંથી બૂમોના અવાજો આવી રહ્યા હતા. જ્યારે આમિરે કોઈ જવાબ ન આપ્યો તો સ્ટાફ દરવાજો તોડીને તેના ઘરમાં ઘૂસ્યો. 
પાકિસ્તાની સાંસદ હંમેશાથી ચર્ચામાં બની રહ્યા છે. તેમણે 2018માં બીજી પત્ની તૌબા અનવર સાથે લગ્ન કર્યા હતા. ત્યારપછી તેની સાથે છૂટાછેડા લીધા બાદ તેમણે વર્ષ 2022માં જ તેમનાથી 31 વર્ષ નાની દાનિયા શાહ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિના પછી બંનેના છૂટાછેડા પણ થઈ ગયા હતા.
Advertisement
Tags :
Advertisement

.