Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લગ્નનો અર્થ પત્ની સાથે ક્રૂરતાનું લાઇસન્સ નથી: મેરિટલ રેપ કેસ પર કર્ણાટક હાઇકોર્ટની ટકોર

મેરિટલ રેપ (પત્ની સાથે રેપ) સાથે જોડાયેલા કેસમાં કર્ણાટક હાઇકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે મેરિટલ રેપના વધી રહેલા બનાવોને લઈને નારાજગી વ્યક્ત કરી છે. કર્ણાટક હાઇકોર્ટે બુધવારે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે લગ્નનો અર્થ એ નથી કે પતિને પત્ની પ્રત્યે ક્રૂરતાનું લાઇસન્સ મળી ગયું છે. કોર્ટે શું કહ્યું?કોર્ટે કહ્યું કે અમારા વિચાર પ્રમાણે લગ્ન સમાજના કોઈ પણ પુરુષà
લગ્નનો અર્થ પત્ની સાથે ક્રૂરતાનું લાઇસન્સ નથી  મેરિટલ રેપ કેસ પર કર્ણાટક હાઇકોર્ટની ટકોર
મેરિટલ રેપ (પત્ની સાથે રેપ) સાથે જોડાયેલા કેસમાં કર્ણાટક હાઇકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે મેરિટલ રેપના વધી રહેલા બનાવોને લઈને નારાજગી વ્યક્ત કરી છે. કર્ણાટક હાઇકોર્ટે બુધવારે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે લગ્નનો અર્થ એ નથી કે પતિને પત્ની પ્રત્યે ક્રૂરતાનું લાઇસન્સ મળી ગયું છે. 
કોર્ટે શું કહ્યું?
કોર્ટે કહ્યું કે અમારા વિચાર પ્રમાણે લગ્ન સમાજના કોઈ પણ પુરુષને વિશેષાધિકાર નથી આપતા. ન તો તે સ્ત્રી સાથે પ્રાણીની જેમ ક્રૂર વર્તન કરવાનો અધિકાર આપે છે. કોર્ટે કહ્યું કે જો કોઈ પુરુષ કોઈ પણ મહિલા સાથે તેની સંમતિ વિના સંબંધ બાંધે છે તો તે પુરુષ સજાપાત્ર છે અને જો તે પુરુષ પતિ હોય તો પણ તેને સજા થવી જોઈએ.
કોર્ટે કહ્યું કે જ્યારે પતિ તેની પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બનાવે છે. તો તેની મહિલા પર ખરાબ અસર પડે છે. આવી ઘટનાઓ મહિલાઓને અંદરથી ડરાવે છે, જે તેમના મન અને શરીર બંને પર અસર કરે છે. કોર્ટે કહ્યું કે પતિ દ્વારા પત્ની પર તેની સંમતિ વિના થતા જાતીય હુમલાને બળાત્કાર ગણવામાં આવે. 
મેરીટલ રેપ શું છે?
પત્નીની પરવાનગી વિના પતિ દ્વારા બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવે તે મેરિટલ રેપ ગણાય છે. સંમતિ વિના શારીરિક સંબંધ રાખવાને કારણે તેને મેરિટલ રેપની શ્રેણીમાં રાખવામાં આવે છે. મેરીટલ રેપને ઘરેલું હિંસા અને પત્ની સામે જાતીય હુમલાનું એક સ્વરૂપ ગણવામાં આવે છે.
Advertisement
Tags :
Advertisement

.