Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રંગ બદલતા રાજનેતાઓ!

આજકાલ રાજનેતાઓની આપણા સમાજમાં બોલબાલા વર્તાય છે એના બે કારણો હોઈ શકે એક તો આપણા માધ્યમોએ રાજનેતાઓને આપણી સામે તેવો હોય તેના કરતાં પણ વધારે મોટા કદના બનાવી દેવાની હરીફાઈ શરૂ કરી છે, અને બીજુ આજના રાજકારણમાં સમાજ સેવાનો ઉદ્દેશ સાથે રાજકારણમાં આવેલા નેતાઓની સંખ્યા ઘટતી જાય છે.આજે કઈક અંશે રાજકારણ પણ એક વ્યવસાય કે કારકિર્દી બની ગયા છે. જેમને ઘડી ઘડી પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાàª
રંગ બદલતા રાજનેતાઓ
આજકાલ રાજનેતાઓની આપણા સમાજમાં બોલબાલા વર્તાય છે એના બે કારણો હોઈ શકે એક તો આપણા માધ્યમોએ રાજનેતાઓને આપણી સામે તેવો હોય તેના કરતાં પણ વધારે મોટા કદના બનાવી દેવાની હરીફાઈ શરૂ કરી છે, અને બીજુ આજના રાજકારણમાં સમાજ સેવાનો ઉદ્દેશ સાથે રાજકારણમાં આવેલા નેતાઓની સંખ્યા ઘટતી જાય છે.
આજે કઈક અંશે રાજકારણ પણ એક વ્યવસાય કે કારકિર્દી બની ગયા છે. જેમને ઘડી ઘડી પોતાની જીવનશૈલીમાં પરિવર્તન લાવવાની ફાવટ હોય પોતાનું જ બોલેલું બીજે દિવસે ફોક કરી શકવાની જેનામાં નફફટાઈ હોય અથવા તો પોતાની છબીને મોટી કરવા માટે સામે ઊભેલા બીજા રાજનેતાની લીટી ટૂંકી કરવા માટે ગમે તેવા હીન પ્રયાસો કરવાની જેને ફાવટ હોય - તેવા ઢગલાબંધ લોકો હવે રાજકારણમાં પ્રવેશ્યા છે એટલું જ નહીં 'રાજ નેતાઓ' પણ બની બેઠા છે.
આવા રાજનેતાઓની પોતાના કોઈ અંગત મૂલ્યો કે માન્યતાઓ હોતી નથી. આવા રાજનેતાઓ કોઈ ચોક્કસ વિચારધારાને કારણે રાજકારણમાં પ્રવેશ્યા હોતા નથી તેમનો ઉદ્દેશ્ય માત્ર રાજકારણને માધ્યમ બનાવીને પોતાના અંગત સ્વાર્થ સિદ્ધ કરી લેવાની એકમાત્ર ખેવના હોય છે. સાથે તેઓ પ્રજાની વચ્ચે જઈને પ્રજાને છેતરવામાં સહેજ પણ પાછી પાની કરતા નથી.
એટલા માટે જ આપણે માધ્યમોમાં જોઈએ છીએ અને વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ કે રોજેરોજ રાજનેતાઓ પોતાના બે ચાર દિવસ પહેલાં આપેલા વચનોમાંથી તરત જ એ પોતે બોલ્યા જ નથી અથવા તો તેમનું કહેવાનું ઈરાદો એવો નહોતો અથવા તો માધ્યમોએ મારા કહેવાનો જુદો જ અર્થ કાઢ્યો છે વગેરે જેવા પેતરા રચીને પ્રજાને મૂર્ખ બનાવવાની કોશિશ કરતા રહે છે.
થોડાક દુઃખ સાથે કહેવું પડશે કે પ્રજા પણ આવા વ્યવસાયી રાજનેતાઓની જીવન પદ્ધતિ, એમનો પહેરવેશ ,એમની ધનસંપત્તિ અને એમની વાકશક્તિથી પ્રભાવિત થઈને તેમને ચૂંટણીમાં મત પણ આપે છે અને એ વ્યવસાયી લોકો સરળતાથી રાજનેતા બનીને પ્રજાની રાજ્ય કે રાષ્ટ્રની કુસેવા કરતા રહે છે.
રાજકારણને સેવાનું ક્ષેત્ર નહીં પણ પોતાનો અંગત ધંધો બનાવી દેનાર આવા કહેવાતા રાજનેતાઓથી પ્રજાએ વહેલામાં વહેલી તકે ચેતી જવાની જરૂર છે.
Advertisement
Tags :
Advertisement

.