Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મહિલા કોન્સ્ટેબલને ઇન્સ્પેક્ટરે કહ્યું આઇ લવ યુ, ફરીયાદ બાદ એસપી કર્યા સસ્પેન્ડ

બાગપત જિલ્લાના ખેકરા પોલીસ સ્ટેશનના તત્કાલીન ઇન્સ્પેક્ટરને એક મહિલા કોન્સ્ટેબલને આઈ લવ યુ કહેવું ભારે પડ્યું છે. ડી.કે .ત્યાગી નામના આ ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો દિવસભર વિભાગમાં ચર્ચાનો વિષય રહ્યો હતો.એક નહીં અનેક મહિલા પોલીસકર્મીઓ દ્વારા ફરીયાદ ખેકરા પોલીસ સ્ટેશનના તત્કાલીન ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર કુમાર
04:19 AM Dec 15, 2022 IST | Vipul Pandya
બાગપત જિલ્લાના ખેકરા પોલીસ સ્ટેશનના તત્કાલીન ઇન્સ્પેક્ટરને એક મહિલા કોન્સ્ટેબલને આઈ લવ યુ કહેવું ભારે પડ્યું છે. ડી.કે .ત્યાગી નામના આ ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરી દેવાયા છે. તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો દિવસભર વિભાગમાં ચર્ચાનો વિષય રહ્યો હતો.
એક નહીં અનેક મહિલા પોલીસકર્મીઓ દ્વારા ફરીયાદ 
ખેકરા પોલીસ સ્ટેશનના તત્કાલીન ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર કુમાર ત્યાગીએ મહિલા કર્મચારીઓ સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.અને બાદમાં મહિલા કોન્સ્ટેબલને આઈ લવ યુ કહ્યું હતું. મહિલા કોન્સ્ટેબલે ઈન્સ્પેક્ટરનું આ કૃત્ય પોતાના મોબાઈલમાં કેદ કરી લીધું હતું. એટલું જ નહીં, કોન્સ્ટેબલે 11 ડિસેમ્બરે એસપી નીરજ કુમાર જાદૌનને ફરિયાદ કરી હતી. અન્ય મહિલા પોલીસકર્મીઓએ પણ ઈન્સ્પેક્ટર પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવીને એસપીને ફરિયાદ કરી હતી.
તપાસ બાદ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
મામલાને ગંભીરતાથી લેતા એસપીએ તપાસ હાથ ધરી હતી. તપાસ રિપોર્ટમાં ફરિયાદની પુષ્ટિ થયા બાદ મંગળવારે રાત્રે એસપી દ્વારા ઈન્સ્પેક્ટર દેવેન્દ્ર કુમાર ત્યાગીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બુધવારે પોલીસ વિભાગમાં આ બાબત ચર્ચામાં રહી હતી. બીજી તરફ એસપી નીરજ કુમાર જાદૌને જણાવ્યું કે ઈન્સ્પેક્ટર સામે વિભાગીય કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આંતરિક ફરિયાદ સમિતિ સમગ્ર મામલાની તપાસ કરશે. તપાસ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો - મહિલા કોન્સ્ટેબલે વિદ્યાર્થી બનીને કોલેજમાં વિતાવ્યા 5 મહિના, પાર પાડયું અન્ડર કવર મિશન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
complaintconstableGujaratFirstIloveyouInspectorSPSuspendedwoman
Next Article