Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP leader Death : સુરતમાં સસ્પેન્ડેડ ASI એ છાતી અને પેટમાં મુક્કો મારતા BJP નેતાનું મોત!

સુરતના (Surat) ઉના વિસ્તારમાં ભાજપના નેતા એવા સ્ક્રેપના વેપારીને સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ કોઈ બાબતે વિવાદ થતા મારામારી કરી હતી અને મુક્કો માર્યો હતો. આથી ભાજપ નેતા અને વેપારીનું મોત (BJP leader Death) નીપજ્યું હતું. આ ઘટનાના પગલે ભેસ્તાન પોલીસે (Bhestan...
bjp leader death   સુરતમાં સસ્પેન્ડેડ asi એ છાતી અને પેટમાં મુક્કો મારતા bjp નેતાનું મોત

સુરતના (Surat) ઉના વિસ્તારમાં ભાજપના નેતા એવા સ્ક્રેપના વેપારીને સસ્પેન્ડેડ પોલીસ કર્મચારીએ કોઈ બાબતે વિવાદ થતા મારામારી કરી હતી અને મુક્કો માર્યો હતો. આથી ભાજપ નેતા અને વેપારીનું મોત (BJP leader Death) નીપજ્યું હતું. આ ઘટનાના પગલે ભેસ્તાન પોલીસે (Bhestan Police) સસ્પેન્ડેડ ASI સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

સુરતના ઉના (Una) વિસ્તારમાં સલીમભાઇ બાગડિયા સ્ક્રેપનો બિઝનેસ કરતા હતા અને સાથે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP) માં આગેવાન નેતા પણ હતા. સલીમભાઈના દીકરાના સાસુ વિશે સસ્પેન્ડેડે એએસઆઈ રોનક હિરાણી (suspended ASI Ronak Hirani) દ્વારા સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટ ડિલીટ કરવા માટે સલીમભાઈ રોનક હિરાણીને સમજાવવા ગયા હતા ત્યારે બંને વચ્ચે ઊગ્ર બોલાચાલી થઈ હતી અને વાત મારામારી સુધી પહોંચી હતી. દરમિયાન, સસ્પેન્ડેડે પોલીસકર્મી રોનક હિરાણીએ સલીમભાઈને છાતી અને પેટના ભાગે મુક્કા માર્યા હતા. આથી સલીમભાઈને કિડની અને લિવર પર ઈજા થતાં તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેમનું મોત (BJP leader Death) નીપજ્યું હતું.

Advertisement

અગાઉ દારૂની ખેપમાં સસ્પેન્ડ કરાયો હતો

આ ઘટના સામે આવતા ભેસ્તાન પોલીસે (Bhestan Police) સસ્પેન્ડેડ ASI રોનક હિરાણી સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ છે કે સસ્પેન્ડેડ ASI રોનક હિરાણી અગાઉ પણ વિવાદમાં રહ્યો છે. સાત મહિના પહેલા જ 31 જુલાઇ, 2023ના રોજ વાપી પોલીસે તેને દારૂની ખેપ મારતા ઝડપી પાડયો હતો. જે તે સમયે પાંડેસરા પોલીસ મથકમાં (Pandesara police station) ફરજ બજાવતા રોનક હિરાણીને ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હાલમાં પણ આરોપી સસ્પેન્શન હેઠળ છે.

Advertisement

આ પણ વાંચો - Nadabet ને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 100 નવી બસની ભેટ, અમદાવાદને ચોથી વંદે ભારત ટ્રેન મળશે

આ પણ વાંચો - Junagadh : ગેરકાયદે બાંધકામ પર ‘દાદા’નું બુલડોઝર ફર્યું! મોડી રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધાર્મિક દબાણો દૂર કરાયાં

આ પણ વાંચો - PSI YP Hadiya Viral video : જૂનાગઢમાં PSI ભાન ભૂલ્યા! ભજનીક પર કર્યો રૂપિયાનો વરસાદ, અનેક તર્ક-વિતર્ક

Tags :
Advertisement

.